________________ શાસનપ્રભાવક કરી રહ્યા છે. આ મહાવિદ્યાના પ્રભાવે હંમેશાં ગૃહસ્થના ઘરેથી સરસ સરસ આહાર ખેંચી તેનાથી તેમણે ઉપભેગ કરવાનું શરૂ કરી દીધું છે. રસલુપ મુનિ ભુવનને સ્થવિરેએ વારંવાર ક્યા, પણ તે માન્યા નહિ. સ્થિતિ વિકટ બની છે. જેનસંઘની સાથે પિતાને સંબંધ વિચછેદ કરી, વિદ્યાના ગર્વથી ગર્વિત ભુવન મુનિ બૌદ્ધોને મળ્યા છે, અને ત્યાં રહી આ વિદ્યાના આધારે આકાશમાર્ગે આહારપત્રો મેળવી બૌદ્ધોના ઉપાસકોને ઘેર મોકલે છે અને ભેજન થઈ ગયા પછી પાત્રોને પાછાં ખેંચી લે છે. આ ચમત્કારિક વિદ્યાના પ્રભાવથી અનેક જેને બૌદ્ધો થવા લાગ્યા છે. આ વિષમ પરિસ્થિતિ આપ ધ્યાન પર લે અને જે ઉચિત હોય તે કરે.” આર્ય પુરાચાર્ય આ વાત સાંભળી ભૃગુપુર પધાર્યા. તેમણે આકાશમાં એક શિલા વિકુવી રાખી. આથી આકાશમાર્ગે જતાં આહારપાત્ર તેની સાથે અથડાતાં ભાંગીને ભુક્કો થવા લાગ્યાં. ભુવન મુનિ ગુરુ આવ્યા જાણી અન્યત્ર નાસી ગયા. આવી જ રીતે, પાટલિપુત્રમાં જૈનસંધ સામે એક ભયંકર સંકટ ઊભું થયું. ત્યાંના રાજા દાહડને જૈન મુનિઓને આદેશ મળે કે–તેઓ બ્રાહ્મણવર્ગને નમન કરે, નહિતર તમારો શિરછેદ થશે. રાજાની ઘોષણથી જૈનસંઘમાં ચિંતા પેદા થઈ. આ ફક્ત જીવનસંકટને પ્રશ્ન ન હતા, પણ ધર્મસંકટને પણ પ્રશ્ન હતું. અનેક વિદ્યાસંપન્ન આર્ય પુરાચાર્ય અને શિષ્યમંડળ જ આ સંકટથી જૈનસંઘને બચાવી શકે તેમ હતા. જૈનસંઘે ભૃગુપુરમાં બે ગીતાર્થ સ્થવિર મુનિઓને આર્ય ખપૂટાચાર્ય પાસે મોકલ્યા. આર્ય ખપૂટાચા સઘળી પરિસ્થિતિ સમજીને તેને પ્રતિકાર કરવા માટે પિતાના વિદ્વાન શિષ્ય મહેન્દ્ર મુનિને ત્યાં મોકલ્યા. રાજા દાહડની સભામાં બ્રાહ્મણ પંડિતની સન્મુખ મુનિ મહેન્દ્ર લાલ તથા સફેદ કરેણની સેટીઓના માધ્યમથી વિદ્યાપ્રગનું પ્રદર્શન કર્યું, જે જૈનસંઘના હિતમાં થયું. રાજા દાહડે જૈન મુનિવર્ગ માટે કઠોર આદેશ આપવા બદલ મુનિ મહેન્દ્ર પાસે ક્ષમા માગી. આ ઘટનાથી જૈનધર્મની મોટી પ્રભાવના થઈ. રાજા દાહડ અને બ્રાહ્મણવર્ગ પ્રતિબોધ પામ્યા. કેટલાક સમય પછી પિલા નાસી ગયેલા શિષ્ય ભુવને પણ પિતાના ગુરુ પાસે આવી પિતે કરેલા અવિનય અંગે ક્ષમા માગી અને શ્રમણસંઘમાં ભળી ગયા. ગુરુએ પણ તેને ક્ષમા આપી. પછી ભુવન મુનિ નિષ્ઠાવાન, વિનયવાન, ચારિત્રવાન અને શ્રતવાન બની સૌના વિશ્વાસપાત્ર બન્યા. આથી આચાર્ય પુસૂરિએ શિષ્ય ભુવન મુનિને યોગ્ય જાણી, આચાર્યપદે સ્થાપ્યા અને ત્યારબાદ પિતે અનશન કરી સ્વર્ગવાસ પામ્યા. આમ, આર્ય બપુરાચાર્યના જીવન સાથે અનેક ચમત્કારિક ઘટનાઓ જોડાયેલી છે. “પ્રભાવક ચરિત્ર” મુજબ આચાર્ય ખપુટસૂરિ વીરનિર્વાણની પાંચમી સદીમાં થયા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org