________________
પાઠશાળામાં ભણેલા સૂત્રોથી કરાતી શુભક્રિયા
| સામાયિક, L ગુરૂવંદન, ચૈત્ય વંદન, | દેવવંદન, | ફોટા વંદન, D દ્વાદશાવર્તવંદન, પૌષધ, D દેસાવગાસિક, L અતિથિ સંવિભાગ
પાંચ પ્રતિક્રમણ D રાઈમુહપત્તી, D સંથારા પોરીસિ [] માંડલા | | પોરસી, ઈ પચ્ચખાણ પારવું, ] ઉપધાન | વાચન, | નાણની ક્રિયા,
[] પડિલેહણ
| ગમણા ગમણે.
ગાથા ગોખવાની રીત
૧) ગુરુમહારાજ પાસે કે પાઠશાળાના શિક્ષક પાસે વિનય સહિત શુદ્ધ ઉચ્ચાર પૂર્વક ગાથા લેવી જોઈએ. ૨) લીધેલી ગાથા ગોખતી વખતે, ચોપડીમાં તે ગાથાના અક્ષરો સામે જ નજર રાખવી જોઈએ. ચોપડી બહાર
નજર રાખીને ગાથા ગોખાય નહિ. ૩) ગાથાનાં ચાર પાદ હોય છે. તેમાં સૌપ્રથમ એકલું પ્રથમ પાદ જ ગોખવું જોઈએ. પહેલું પાદ ગોખાઈ ગયા પછી
બીજું પાદ ગોખવું જોઈએ. ત્યાર પછી પહેલું અને બીજું આ બંને પાદ સાથે ગોખવાં જોઈએ. આમ અડધી ગાથા સારી રીતે ગોખાઈ ગયા પછી, એકલું ત્રીજું પાદ ગોખવું જોઈએ. ત્રીજું પાદ સારી રીતે ગોખાઈ ગયા પછી, ચોથું પાદ ગોખવું જોઈએ. ત્યાર પછી ત્રીજું અને ચોથું આ બંને પાદ સાથે ગોખવાં જોઈએ. આમ નીચેની અડધી ગાથા સારી રીતે ગોખાઈ ગયા પછી જ, આખી ગાથા એક સાથે સારી રીતે ગોખીને રૂઢ
કરવી જોઈએ. ૪) આમ ખૂબ સારી રીતે ગોખીને રૂઢ કરેલી ગાથા જલ્દી ભુલાતી નથી, લાંબા સમય સુધી યાદ રહે છે. ૫) શિક્ષકે આવી રીતે ગોખાઈને રૂઢ થયેલી ગાથા જ લેવી જોઈએ. ૬) ચોપડી બહાર નજર રાખીને માત્ર બે મિનિટ ગોખેલી ગાથા રૂઢ થયેલી હોતી નથી. તે માત્ર ધારી લીધેલી જ
હોય છે, તેથી થોડી વારમાં જ ભુલાઈ જાય છે. કલાક/બે કલાક સુધી પણ યાદ રહેતી નથી. ૭) શિક્ષકે ગોખાઈને રૂઢ થયા વગરની, માત્ર ધારી લીધેલી ગાથા લેવી જોઈએ નહિ.
Sutra gyana #3
www.jainuniversity.org