SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ જય શ્રી સ્તંભન પાર્શ્વનાથ-એક પરિચય કર્યું અને તેણે આ પ્રભુના સાન્નિધ્ય ને પ્રભાવથી સુવર્ણરસની સિદ્ધિ કરી અને પ્રતિમાજીને સેઢી નદીના કીનારે ખાખરાના વૃક્ષની નીચે જમીનમાં ભંડારી દીધી, ત્યાં પણ તે પ્રતિમા યોથી પૂજાતી રહી. આજે અનુક્રમે ધરણેન્દ્રના વચનથી એ પ્રતિમા અહીંયા છે. એમ જાણી જયતિહુઅણ કાવ્ય વડે મેં સ્તુતિ કરી. તે પ્રતિમા આપણા પૂર્યોદયે જમીનમાંથી પ્રગટ થઈ. લગભગ છ લાખ વર્ષ પૂર્વે શ્રી રામચન્દ્રજીએ રાવણના પંજામાંથી સીતાજીને મુકત કરવા સાત માસને નવ દિવસ એકાગ્ર ચિત્તે ધ્યાન ધર્યું. દશમાં દિવસના મંગળ પ્રભાતે શ્રી નાગરાજ પ્રસન્ન થયા તે વખતે સમુદ્રનાં જળ સ્થંભી ગયાંની વધામણી આવી. પછી શ્રી રામચંદ્રજીલક્ષ્મણ –વિદ્યાધરોની સાથે ભગવંત પાર્શ્વનાથના મંદિરમાં આવ્યા. પૂજા-અર્ચા કરી ભાવપૂર્વક સ્તુતી કરી “શી સ્થંભન પાર્શ્વનાથ” નામ આપી હર્ષથી વધાવ્યા. અને ત્યારથી ભગવાન આ જગતમાં દેવ-મનુષ્ય અને વિદ્યાધરોથી પૂજાતા “શ્રી શંભન પાર્શ્વનાથ” નામે વિખ્યાત થયા. તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જયવંતા વર્તા. સહુનું કલ્યાણ કરો. અમારી મેક્ષ-લકિમને માટે થાઓ. આ લિયુગમાં કલ્પવૃક્ષ સમાન અચિન્ય પ્રભાવશાળી સુરેન્દ્રો- અસુરેન્દ્રો અને માનવેન્દ્રોથી પૂજાયેલાં શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુના નામથી પ્રસિદ્ધિ પામેલા. શ્રીસ્થંભનપુર (ખંભાતનું) સ્થાન ગુર્જર ભૂમિમાં અદ્રિતીય અને ધાર્મિક ઈતિહાસમાં અનુપમ છે. શ્રી અંજન પાર્શ્વનાથ પ્રભુ ભાવિ કાળમાં જગતમાં ઘણા પ્રભાવિત થશે. એ પ્રમાણે નાગદેવતાએ શ્રી કૃષ્ણને જણાવ્યું હતું. કૃષણના એ પ્રાણ હતા, જીવન હતા, રામચંદ્રજીએ પણ વિભીષણને કહેલ કે આ ભગવાન અમારા જીવનું જીવન છે. પ્રાણનું ચૈતન્ય છે. સંસાર સાગરથી પાર ઉતરવાને અર્થે આ ભગવાનની સદાય સેવા કરવી જોઈએ. ભેજરાજની પાટનગરી ધારાનગરીમાં નવાંગી ટીકાકાર શ્રીમાન અભયદેવસૂરિનો જન્મ થયો. એ મહાપુરૂષ શ્રી સુધમાં સ્વામીની પાંત્રીસમી પાટે થયેલા શ્રી ઉદ્યોતનસૂરિના શિષ્ય શ્રી વર્ધમાનસૂરિ, તેમના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિ ને બુદ્ધિ સાગરસૂરિ હતા. તેમાં શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી અભયદેવસુરિ હતાં. સોળ વર્ષની વયમાં ગુરુએ તેમને આચાર્ય પદવી આપી. A વિક્રમ સંવતના 100 વર્ષ વીતી ગયાં. ત્યારે એ સૈકાના અંતમાં અભયદેવસૂરિ થયાં. વિ. સં. ૧૦૮૮માં સોળ વર્ષની ઉંમરે તેઓ આચાર્ય બન્યાં. શાસનની અધિષ્ઠાયિકા દેવીના વચનને સહાયથી નવ અંગની ટીકાની રચના કરી. મહાન પુરુષનું નવાંગી વૃત્તિનું કાર્ય પૂર્ણ થયું, પરંતુ અસાતાના ઉદયે સૂરિજીના શરીરમાં કુષ્ઠ રોગે હુમલો કર્યો. શ્રી ધરણેન્દ્ર રાત્રે આવી શ્વેત સર્પનું રૂપ કરી રકતપિત ચૂસી લીધું અને શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સેઢી નદીના કીનારે ખાખરાના વૃક્ષ નીચે નાગાર્જુન ગીએ ભંડારેલી છે તે પ્રતિમા પ્રગટ કરવાની સૂચના કરી. સકલ સંઘ સહિત સૂરિજી ત્યાં પધાર્યા. એકાગ્ર ચિત્તે જ્યતિહુઅણ કાવ્યની રચના કરી. ૩૨-ગાથા કહી. ૩૩મી ગાથા બોલતાં તરત જ શ્રી નાગરાજના પ્રભાવથી જમીનમાંથી અલૌકિક, અત્યંત તેજસ્વી, નીલરત્નમય શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવંતનું બિબ પ્રગટ થયું. જય જય બેલતાં પ્રભુના દર્શનથી સહુ આનંદવિભેર બન્યાં. સકલ સંઘે મહાન ચમત્કારી શ્રી ભન પાર્શ્વનાથની ઉત્પત્તિ સૂરિશ્વરજીને પૂછી. મંદ-મધુર સ્વરે સૂરિજી બોલ્યા કે, પૂર્વે આ ભગવંતની પ્રતિમા સ્વ-પરના કલ્યાણાર્થે ગઈ ચેવિટીના સેળમાં ભગવાન શ્રી નમિસર પ્રભુના શાસનમાં શ્રી આવાઢી નામન ધર્મવીર શ્રાવકે ભરાવી, પછી સૌધર્મેન્દ્ર અને વરૂણદેવે. અગિયાર લાખ વર્ષ સુધી પૂજી. તે પછી રામ-લક્ષ્મણે પૂજી. એંસી હજાર વર્ષ સુધી તક્ષક નાગે પૂજીછેલ્લા વાસુદેવ શ્રીકૃષ્ણ પૂજી. દ્વારિકાના દાહ સમયે અધિષ્ઠાયક દેવે સમુદ્રમાં પધરાવી. તે કેટલેક કાળે કાતિનગરીના સાર્થવાહના વહાણા સમુદ્રમાં સ્થંભી જવાથી દેવવાણીથી સાર્થવાહ ધનપતિએ બહાર કાઢી. કાતિનગરીમાં ભવ્ય મંદિર બંધાવી ભકિતથી પૂજી. તે પછી નાગાર્જુન નામના યોગીએ આ પ્રતિમાનું હરણ આ પ્રતિમાજીના હુવણ જળથી સૂરિજીને રોગ નષ્ટ થયો. તે પછી સંઘે ત્યાં આગળ ઘણું દ્રવ્ય ખરચીને થંભન નામે ગામ વસાવ્યું. મોટા મહોત્સવપૂર્વક મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરી, વિ. સં. ૧૩૬૮માં એ પ્રભુજીનું બિંબ સ્તંભતીર્થ (ખંભાત)માં આવ્યું. ખંભાતન શ્રી સંઘ ખારવાડાના મંદિરમાં પ્રતિષ્ઠાપૂર્વક બિરાજમાન કરી પ્રભુની સેવા કરવા લાગ્યો. ત્યાર બાદ વિ. સં. ૧૯૫૨માં તારાપુરના સેનીએ આ બિબનું હરણ કર્યું. શ્રી સંઘ શેકથી ઘેરાઈ ગયો. ધર્મવીર શેઠ શ્રી પોપટભાઈ તથા શેઠ શ્રી પુરૂષોત્તમભાઈના સતત પ્રયાસથી નિર્ધનને ધનની પ્રાપ્તિ, ભૂખ્યાને ભેજનની પ્રાપ્તિની જેમ ભકતેને ભગવાન મળ્યા. પ્રભુજીના દર્શન કરી સહ હર્ષિત બન્યાં. .. - ' 'વિ. સં. ૧૯૫૫માં તપાગચ્છાધિરાજ શાસન સમ્રાટ શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મ. સાહેબના પુનિત હસ્તે પ્રતિષ્ઠા કરાવી. સમયનાં વહેણની સાથે મંદિર જીર્ણ બન્યું. ખંભાતના શ્રી સંઘે એ જ સ્થાને ત્રણ શિખરનું નૂતનું વિશાળ મંદિર બંધાવવું શરૂ કર્યું. લાખના ખર્ચે ભવ્ય મંદિર તૈયાર થયું અને નૂતન જિનાલયમાં વિ. સં. 1984 ના ફાગણ શુ. ત્રીજના માંગલિક દિવસે ભાવભીના મહોત્સવપૂર્વક તપાગચ્છાધિરાજ શારાન સમ્રાટ 5. પૂ. આ. મ. વજય નેમિસૂરિશ્વરજી મ. ના વરદ હસ્તે પ્રાચીન શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુના બિબની પ્રતિષ્ઠા કરાવી. સ્થંભન તીર્થના તિલકમણિ આભૂષણરૂપ શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે હજારો ભાવિકો આવે છે. ખંભાતને શ્રી સંધ પણ રોજ દર્શન, પુજન સ્તવન કરી આત્માને ધન્ય બનાવે છે. તે જ છે વિ. નિ. સં. 2503 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230271
Book TitleSthambhan Parshwanath Ek Parichay
Original Sutra AuthorN/A
Author
PublisherZ_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf
Publication Year1977
Total Pages1
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size317 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy