________________
જે સ્વરૂપમાં હોય તે પ્રમાણે એટલે કે “યથાવત” ન કહેતાં કોઈ પણ કારણથી કે કોઈ પણ હેતુથી અસત્ય ભાષણ કરવું તેનું નામ મૃષાવાદ. આ પ્રકારની મૃષાવાદથી સર્વ - વિરતીધારી જ પર રહી શકે પરંતુ શ્રાવક અથવા ગૃહસ્થાવસ્થામાં રહેનાર જીવે સ્કૂલ મૃષાવાદને ત્યાગ કરવો રહ્યો. આવા સ્થૂળ મૃષાવાદનાં પાંચ અતિચારો-ક્ષતિઓ શારાકારોએ બતાવી છે: (૧) મિથ્થા ઉપદેશ, ખે ઉપદેશ આપવો કે ખાટી પ્રરૂપણા કરવી. એકાંતવાદી વચન બાલવું. (૨) રહસ્યાભ્યાખ્યાન, પોતે કે બીજા કોઈએ પણ એકાંતમાં (ગુપ્ત રીતે) કરેલી પ્રવૃત્તિનું રહસ્યોદ્ઘાટન કરવું. (૩) કૂટલેખન, કોઈ પણ પ્રકારના ખોટા દસ્તાવેજો કે કાગળો તૈયાર કરવા. (૪) થાપણ ઓળવવી. કોઈની પણ અનામત પૈસાની કે અન્ય કોઈ પણ પ્રકારની થાપણ કેળવવી. (૫) સ્વદારા મંત્રભેદ એટલે પોતાની સ્ત્રી કે બીજાના રહસ્યો ખેલવા કે જાહેર કરવા.
આ ઉપરાંત ખેટા તેલ - માપને ઉપયોગ કરે, કર - ચેરી કરવી વિ. પ્રવૃત્તિથી દૂર રહેવું.
| (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત: જે ચીજ પોતાની હોય નહીં તે લેવી. અણહક્કનું લેવું અથવા કોઈ પણ ચીજ વસ્તુ તેના માલિકની રજા લીધા સિવાય લેવી, મેળવવી કે સંગ્રહ કરવો તેનું નામ અદત્તાદાન. આવા અદત્તાદાનથી દૂર રહેવું. ગૃહસ્થ માટે શકય નથી. તેથી ગૃહસ્થ સ્થૂલ અદત્તાદાનથી દૂર રહેવું. આવા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતમાં નીચે જણાવેલા પાંચ ભયસ્થાને કે આચરણની ક્ષતિઓથી સુશાએ દૂર રહેવું.
(૧) ચેરને મદદ આપવી અથવા અમુક સ્થળે ચોરી કરવા કહેવું, (૨) ચોરીયાઉ વસ્તુ ખરીદવી કે સંઘરવી, (૩) જે રાજ્યમાં રહેતા હોઈએ તે રાજ્યની વૈધાનિક (કાયદાની) વ્યવસ્થાથી વિરુદ્ધ વર્તન કરવું, (૪) કોઈ પણ ચીજ વસ્તુઓના આદાન પ્રદાનમાં ઓછું આપવું, વધારે લેવું કે ખોટા માપ–તેલ વાપરવા, (૫) હલકી વસ્તુ આપી વધુ મૂલ્ય લેવું કે સારી વસ્તુ કહી ખરાબ વસ્તુ આપવી.
(૪) પૂલ અબ્રહ્મચર્ય વ્રત: (સ્વદારા સંતેષ) મન, વચન, કાયાથી વિષયની અનુભૂતિ કે અભિવ્યકિતથી પર-દૂર રહેવું તેનું નામ મૈથુન વિરમણ વ્રત. કામાવેગનું આવું નિયમન ગૃહસ્થાવસ્થામાં રહેનાર વ્યકિત માટે શકય નથી. આમ છતાં હકીકત અથવા શ્રેયકારક તે એ જ છે કે, વિષયવૃત્તિ -કામાવેગનું નિયમન -સંયમ કરવામાં આવે. આ હેતુને ‘આચરણાત્મકરૂપે ગૃહસ્થ આચરી શકે તે માટે ગૃહસ્થ પોતાની પત્ની પૂરતી જ કામ-પ્રવૃત્તિને સિમિત રાખવી અર્થાત સ્વ-દારામાં જ સંતોષ માનવે. આ વ્રતમાં જે વર્ષ પ્રવૃત્તિ છે, તે આ પ્રમાણેની છે : (૧) બીજાના વિવાહ-લગ્ન વિ. કરાવી આપવા કે એવી પ્રવૃત્તિમાં સવિશેષ રસ લેવો. (૨) કોઈ પણ સ્ત્રીને “રખાત” તરીકે રાખવી અને તેની સાથે અયોગ્ય સંબંધ બાંધવો. (૩) પર-સ્ત્રી, અવિવાહીત સ્ત્રી કે વેશ્યા સાથે વ્યભિચાર સેવ કે
તે હેતુથી અયોગ્ય સંબંધ બાંધવો. (૪) આપ્રાકૃતિક મૈથુન સેવવું. (૫) કામ-જોગ સંબંધમાં વધારે આસકિત રાખવી કે અતિ-સંગ કરવો.
(૫) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત : કોઈ પણ પદાર્થ પ્રતિને મમત્વભાવ હોવો તેનું નામ પરિગ્રહ. મમત્વભાવને સર્વથા ત્યાગ કરવો સંસારી માટે શકય નથી. સંસારી ગૃહસ્થ પોતાની આજીવકિર્થે તથા આશ્રિતોના ભરણપોષણ તેમજ તેના સાંસારિક વ્યવહારને ચલાવવા જરૂર પૂરતું ધન યોગ્ય રીતે કમાય અને ધન-સંપત્તિના માલિક કે દાસ તરીકે ન રહેતા તેના સંરક્ષક તરીકે રહે એનું નામ સ્કૂલ પરિગ્રહ વિર મણવ્રત. આવા સ્થૂલ પરિગ્રહ વિરમણના વ્રતના પાલનમાં નીચે જણાવેલા પદાર્થો પરના સ્વામિત્વ હક્કનું નિયમન કરવું: (૧) હીરા, માણેક, ઝવેરાત, સુવર્ણ વિ.ના સિક્કા, (૨) સર્વ જાતના ધાન્ય (૩) અલંકાર અને વગર ઘડેલું સુવર્ણ (૪) જમીન, ગામ, શહેર ઉદ્યાન (૫) અલંકાર અને વગર ઘડેલું રૂપું (૬) મહેલ, ઘર-હાટ, દુકાન, વખાર વિ. (૭) નોકર, દાસ, વિ. (૮) ગાય, ભેંસ, હાથી, ઘોડા તથા અન્ય વાહન વિગેરે અને (૯) ગૃહ-વ્યવહારને ઉપયોગી અન્ય તમામ ચીજ-વસ્તુઓ.
આ નવ પ્રકારના સ્વામિત્વમાં આ વિશ્વની સર્વ વસ્તુઓનો લગભગ સમાવેશ થઈ જાય છે.
જીવ જ્યાં સુધી આ સંસારમાં છે - કર્મબદ્ધ છે ત્યાં સુધી આ બધી ચીજ-વસ્તુઓની એક યા અન્ય રીતે અથવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઓછા-વધતા પ્રમાણમાં જરૂરિયાત રહે છે અને રહેવાની આમ છતાં શાસ્ત્રકારોએ આ બધી વસ્તુઓ પરના મમત્વભાવને “પરિગ્રહ’ કહો છે. જ્યાં મમત્વભાવ આવ્યો ત્યાં મનના પરિણામે અશુદ્ધ થવાના, એવા અશુદ્ધિના સવિશેષ કોઈ ખાસ નિમિત્તો ન મળે એ માટે આ બધી વસ્તુઓને પરિગ્રહ ન કરવો જોઈએ. આત્માના માટે આ હિતાવહ (advisable or t nov lant) છે એમ શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે. ન છૂટકે જીવન વ્યતિત કરવા કે ટકાવવા જે વસ્તુઓની અનિવાર્ય આવશ્યકતા ઉભી થાય તે વસ્તુનો ઉપયોગ સ્વામીભાવથી ન કરતાં સાક્ષીભાવે કરવે જેથી કરીને કર્મને બંધ થાય તો પણ સર્વથા સ્વલ્પ થાય. આવી પરિણતી ક્રમશ: કેળવાય એ માટે શ્રાવકધર્મનું પાલન કરનાર વ્યકિત પરિગ્રહનું પરિમાણ-પ્રમાણ નક્કી કરે એ ઈચ્છનીય છે.
(૬) દિક-પરિમાણ વિરમણ વ્રત : માનસશાસ્ત્રીઓ આજે, અબજોના ખર્ચ અને અનેકાનેક પ્રયોગો પછી પણ માનવ-મનના રહસ્યોને પામી શકયા નથી. માનવ-મન સંબંધીની તેમની શોધ અને ઉપાયો અનુક્રમે સિમિત તથા અધૂરા છે. સર્વજ્ઞ ભગવંતોએ પોતાના અતીન્દ્રીય જ્ઞાનબળથી માનવને માંકડા (વાનર) જેવો બનાવનાર મનની તોફાની વૃત્તિઓને તાગ સ્પષ્ટપણે મેળવી લીધા હતો. આથી જ શાસ્ત્રકારોએ ‘મનેનિગ્રહ’ પર સવિશેષપણે સર્વ સ્થળોએ ભાર મૂકયો છે.
૩૪
રાજેન્દ્ર જ્યોતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org