SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સમભાવનો પ્રભાવ લેખકઃ ગિરિશકુમાર પરમાનંદ શાહ, “કલ્પેશ અજ્ઞાન અને મોહને કારણે બાહ્ય વસ્તુઓમાં સાનુકૂળ અને પ્રતિકૂળ મવૃત્તિ થતાં રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. “આવી મનોવૃત્તિ એજ સંસાર અને તેને ક્ષય એજ મોક્ષ” માટે આત્મસુખના અભિલાષીએ સર્વવિદિનનો દઢતાથી સામનો કરી મનને રાગદ્વેષરહિત સમભાવવાળું બનાવવું જોઈએ અને સદા સમભાવમાં રહેવા પ્રયત્ન કરવો જોઈએ; કારણ કે ક્ષપકશ્રેણિ પર ચઢવાને માટે સમભાવ એજ ઉત્તમ ઉપાય છે. જેણે આત્મનિશ્ચય કર્યો છે તે જ આવી સમભાવશ્રેણિ ઉપર આગળ વધી શકે છે. “સમભાવે આત્માને જેણે ભાવ્યો છે તે કઈ પણ સંપ્રદાયને હોય તે પણ મુકિત પામે છે તેમાં સંદેહ નથી.” કારણ કે જેની સતત ધ્યાનદશા વર્તાતી હોય તે જ શ્રેષ્ઠ સમત્વને ધારણ કરી શકે છે. જયાં સુધી મનના સંકલ્પ વિકલ્પ ટળતાં નથી ત્યાં સુધી સમતા આવતી નથી. પરંતુ જ્યારે જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી અહેબુદ્ધિ અને મમતા જતાં, મનગુપ્તિના યથાર્થ પરિપાલનથી વાસનાનો ક્ષય થાય છે ત્યારે જ સમતા પ્રગટે છે. પછી સચરાચર જગતની બાહ્ય વસ્તુઓમાં ઈષ્ટનિષ્ટ, પ્રિયાપ્રિય, હે પાદેય આદિ વિક૯૫ કલપનામાં રહેતી નથી. રાગદ્વેષ થતો નથી. ઉદાસીન પરિણામે વિષયો ભેગવાતા હોવા છતાં નવા કર્મો બંધાતા નથી, પણ ઉદયમાં આવતા પૂર્વકને સમભાવે વેદવાથી સવિશેષ નિર્જ રા જ થાય છે. સમભાવથી બાહ્ય પદાર્થો મળતાં હર્ષ થતો નથી તેમજ તે જતાં શેક પણ થતો નથી. માન-અપમાન, સ્તુતિ-નિંદા, જીવિત-મરણાદિ સાતવેદનીયજન્ય સુખ અને અસાતવેદનીયજન્ય દુઃખના પ્રસંગમાં પણ મનની એકરૂપતા રહે છે તથા શત્રુમિત્ર પ્રત્યે પણ “વાસી ચંદનકઃપવૃત્તિ” રહે છે. આગળ વધતાં ભવ અને મેક્ષમાં પણ ભેદબુદ્ધિ રહેતી નથી. કારણ કે સમભાવથી જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે ને અનુભવતાં સમયનું પણ ભાન રહેતું નથી. સમભાવના આવા અનુભવગમ્ય મહિમાને તે યોગીએ પણ વર્ણવી શકતા નથી. સમભાવથી નિશ્ચલ બનેલું મને ઘે૨ ઉપસમાં પણ ચલાયમાન થતું નથી. આવી નિશ્ચલતાથી જ અનેકવિકૃત શભાશુભ કર્મનો નાશ થાય છે. સમતાથી અહિંસાની સિદ્ધિ થતાં વૈરભાવને ત્યાગ થાય છે. સમતાવંત પ્રત્યે પ્રાયઃ કોઇ વૈરભાવ રાખતું નથી. કદાચ વૈરભાવ હોય તે પણ સમતાના પ્રભાવે ટળી જાય છે. એટલું જ નહિ પણ સમતાધારીના સાન્નિધ્યમાં સિંહ, સર્પ વગેરે કુર જી શાન્ત થઈ જાય છે અને ગાય-વાઘ, હંસ-બિલાડી, સર્પ-મયૂર વિ. પરસ્પરના જાતિવરને પણ વિસરી જાય છે. સમભાવવાળા ચગીની સંગતથી તે ઉપદેશ ન આપે તે પણ કેધાદિ દેને ક્ષય થવાથી મન અત્યંત નિર્મળ બને છે અને સમતામાં પ્રવર્તન થાય છે. સમભાવથી મનોલય થતાં વિષયગ્રહશૂન્યતા આવે છે. રાગાદિતિમિરને નાશ થતાં સમભાવની શલાકાથી જ જીવ અને કમ પૃથક-પૃથક થાય છે, નિમિષ માત્રમાં કરડે જન્મનાં કર્મો ખપી જાય છે અને પરમાત્માનું સ્વરૂપ પ્રકાશે છે. સમભાવથી જ કેવળજ્ઞાનાદિ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા અવિચલ સુખ અને પરમપદ પણ તેનું જ ફળ છે. અધ્યાત્મશાસ્ત્રોનો વિસ્તાર પણ મહાગ્નિનું નિવારણ કરી સમભાવને જ પ્રગટ કરવા માટે છે – દઢ કરવા માટે છે. સંતને સમતા જ પ્યારી લાગે છે. કારણ કે જ્યાં સમતા છે ત્યાં મુકિત છે. માટે મમતાને ત્યાગ કરી સમતાને આદર કરવો જોઈએ. તપ, જપ વગેરે સર્વ ક્રિયાઓ સમતા લાવવા માટે જ છે. સમતા જ શિવસુખની વેલડી છે. સમતાને ધારણ કરનારા પુણ્યાત્મા છે, મહાભાગ્યશાળી છે વસ્તુતઃ મુકિત પણ સમતાના હાથમાં જ છે, કારણ કે જ્યાં સુધી મન રાગદ્વેષાદિ દેષયુકત હોય ત્યાં સુધી આરૌદ્રરૂપ દુર્ગાનિકારક અપ્રશસ્ત થાનપરંપરા ચાલ્યા જ કરે છે. ભાવચારિત્રરૂપ સમતાના અભાવે અભવ્યજી પણ દ્રવ્ય ચારિત્ર લઈને નવ ગ્રેચક સુધી જાય છે પણ સંસાર - સમુદ્રને તરી શકતા નથી, અર્થાત્ સમતા વિના ત્રણેય કાળમાં મુકિત નથી. સમભાવને પ્રભાવ ३४७ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.230253
Book TitleSambhavno Prabhav
Original Sutra AuthorN/A
AuthorGirish P Shah
PublisherZ_Nanchandji_Maharaj_Janma_Shatabdi_Smruti_Granth_012031.pdf
Publication Year
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size361 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy