SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ] જ્ઞાનાંજલિ છે, જ્યારે પંડિતજી માટે તેમ નથી. દા.ત., પડિતજીને આપણે કોઈ સંસ્કૃત ભાષાના પ્રયાગ વિષે કાંઈ પૂછીએ કે આ શબ્દપ્રયાગ વિષે કેમ સમજવું, ત્યારે પંડિતજી સિદ્ધહેમવ્યાકરણના અધ્યાય, પાદ અને સૂત્ર સુધ્ધાંને નંબર આપીને આપણતે જવાબ આપશે. એ જ રીતે બીજા વિષયામાં પણ આપણે પૂછીશું તે। તે તે વિષયનાં મૌલિક સ્થાનેાની યાદી આપવાપૂર્વક જ પંડિતજી આપણી સાથે વાત કરશે. દરેક વિષયમાં આવી તાજી સ્મૃતિ એ પડિતજીની અવધાનશક્તિ કે ધારણાશક્તિને જીવંત પુરાવા છે. બીજી રીતે આપણે પડિતજીની ધારણાશક્તિ અને સ્મૃતિને જોઈ એ. તેએશ્રી જ્યારે કોઈ ગ્રંથને કે વિષયને હાથમાં લે છે ત્યારે એક જ ગ્રંથની અનેક વ્યાખ્યા કે તે તે વિષયના અનેક ગ્રંથૈાને એકીસાથે સાંભળી લે છે અને ત્યાર બાદ કયા કયા વ્યાખ્યાકારા કે ગ્રંથાકારોએ કઈ કઈ રીતે તે તે વિષયનું પ્રતિપાદન કર્યું છે, કયાં કયાં એકબીજાનાં મંતવ્યેા જુદાં પડે છે, તે તે આચાર્યાંના પ્રતિપાદનમાં કઈ કઈ વિશેષતાએ છે ઇત્યાદિનું પૃથક્કરણ તે બરાબર કરી લે છે. સે'કડે લેાકપ્રમાણ અનેક ગ્રંથસ ંદર્ભાને મરણુમાં રાખી તેનું આવુ પૃથક્કરણ કરવું એ પડિતજીની ધારણા અને સ્મરણુ શક્તિને સચાટ પુરાવા છે. સામાન્ય રીતે લેાકામાં કિંવદન્તી ચાલે છે કે ‘ સાડી બુદ્ધિ નાઠી.' આ કિવદન્તી સામાન્ય જડ જનતા માટે સાĆક હશે, પરંતુ નાનેપાસનાપારાયણ વ્યક્તિએ માટે એ કદીયે સાÖક નથી, જેની સાક્ષી શ્રીમાન પડિતજી પૂરે છે. આટલી ઉ’મરે પણ પ`ડિતજીની સ્મરણશક્તિ સાજી-તાજી છે, એટલુ જ નહિ, પણ તે સ્મરણશક્તિ આજે યૌવનવયે પહેોંચી છે. શુ' પ્રાચીન કાળમાં કે શુ' આજના યુગમાં આપણને આવા ઢગલાબંધ પુરાવાઓ મળી આવશે કે જેમનું જીવન ચિંતનપરાયણ હાય છે, એવી વ્યક્તિએની બુદ્ધિ, સ્મૃતિ કે પ્રતિભા માંદગીમાં કે મૃત્યુની અન્ય ક્ષણ પન્ત જેવી ને તેવી જ રહે છે. સ્થરવિરશ્રી વસ્વામીએ આરક્ષિતને જીવનના અંત પર્યંન્ત વિદ્યાધ્યયન કરાશ્યું હતું. સ્થવિરશ્રી આરક્ષિતસૂરિ એક સે। વીસ વર્ષની ઉંમરના હતા. તેમણે પેાતાના વિદ્વાન શિષ્ય સ્થવિર આ દુલિકા પુષ્યમિત્રને જીવનના અંત સુધી વિદ્યાદાન દીધું હતું. માથુરી અને વાલભી વાચનાના પ્રવર્તક સ્થવિરેશ પણ વૃદ્ધ હતા. વિશેષાવશ્યકભાષ્ય ઉપર સ્વેપન્ન ટીકા લખનાર આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છઠ્ઠા ગણુધરવાદ સુધી ટીકા લખતાં લખતાં કે લખીને સ્વવાસી થયા. આચાય શ્રી હરિભદ્રસૂરિ તત્ત્વાર્થીની ટીકા રચતાં રચતાં જ પરલેાકવાસી થયા. આચાર્ય શ્રી મલયગિરિ આવશ્યકસૂત્રની અને બૃહત્કલ્પસૂત્રની વ્યાખ્યાઓ અપૂર્ણ રાખીને દેવલાકવાસી થયા. છેલ્લા છેલ્લા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યશેાવિજ્યજી પણ સંખ્યાબંધ ગ્રંથાને અધૂરા રાખી સ્વસ્થ થયા. પ્રાચીન યુગમાં થઈ ગયેલા સખ્યાબંધ મહાનુભાવામાંથી એ-પાંચની આ વાત થઈ. વમાનમાં પણ આજે વૃદ્ઘાવસ્થામાં રહેલા અનેક મુનિવરેા એવા છે કે જેઓ સતત અધ્યયનપરાયણ રહે છે. આગમાદ્ધારક શ્રીમાન સાગરાનંદસૂરિ મહારાજના મેં છેલ્લાં છેલ્લાં સુરતમાં દર્શોન કર્યાં, ત્યારે તેમને ઘણી વાર વાયુની અસદ્ઘ તકલીફ રહેતી. ત્રણ-ત્રણ દિવસ સુધી સુવાય, બેસાય કે ઉઠાય નહિ એવી અવસ્થામાં પણ તેમની પાસે કાગળ, પેન્સિલ પડયાં જ હાય. આ અવસ્થામાં જે સ્ફુરણા થાય તેને પોતે તરત ટપકાવી લેતા. આ જ રીતે જૈનેતર અને પાશ્ચાત્ય તત્ત્વચિંતકોની અનેક હકીકતે આપણી સામે છે, જે ઉપરથી આપણને એ ખાતરી થાય છે કે જેમનું જીવન જ્ઞાનાપાસનામય અને તાત્ત્વિક ચિંતનમય હાય છે. તેમની ચૈતન્યશક્તિએ જીવનની અન્ય ક્ષણા પ``ત જીવતી-જાગતી જ રહે છે. શ્રીમાન પ`ડિતજીની પણ ચૈતન્યશક્તિ સુચારુરૂપે વતી-જાગતી જોવામાં આવે છે. ગુણગ્રાહ્કતા——પંડિતજીની દૃષ્ટિ હંમેશાં ગુણગ્રાહિણી જ રહી છે. ગમે તે સંપ્રદાયનાં શાસ્ત્રો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230249
Book TitleShriman Pundit Sukhlalji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size425 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy