________________ મૂડબિદ્રીના જૈન ભંડારના પ્રાચીન તાડપત્રીય ચિત્રો: 333 રંગના સાદા પટ્ટા ચીતરેલા છે, જેમાં એકજાતની ત્રિકોણ આકૃતિઓ અથવા તાલપત્ર, રેખાત્રય, વૃત્તરેખા અથવા બિંદુઓ આદિની ભાત હોય છે. કલાકારો ફૂલવેલ તરફ કંઈક વિશેષ અભિરુચિ ધરાવતા હોય એમ લાગે છે. તેઓ સુશોભનોની પટ્ટીરૂપે કે ચિત્રોની આસપાસની કિનારી તરીકે એનો ઉપયોગ કરે છે, તો કોઈકવાર કમાનો (તોરણ) વચ્ચેની ખાલી જગ્યાને નાની સરખી રેખાઓ વડે સુઘડપણે ભરી દીધી છે (જુઓ ચિત્ર 5). કલાકારોનું ચાતુર્ય, હસ્તકૌશલ્ય અને આકૃતિ સાથેનો સુપરિચય કમળોનાં ગોળાકાર સુશોભનોમાં જેવાં જણાઈ આવે છે (જુઓ ચિત્ર 1) તેવાં અન્યત્ર જવલ્લે જ ઉપલબ્ધ છે. કમળપત્રોની રૂઢ (conventional) આકૃતિઓને, એકબીજામાં સમાઈ જતાં સુંદર વર્તુલોની ભૌમિતિક રચનારૂપે સુંદર રેખાંકનોથી રજુ કરેલ છે. દેવો–અને ખાસ કરીને દેવીઓનાં ચિત્રો વધુ છે. તીર્થંકરોને કાર્યોત્સર્ગ (જુઓ ચિત્ર 2) અગર પવાસન અવસ્થામાં દર્શાવેલ છે. દ્રાક્ષની લતાઓથી વીંટળાયેલ ટટાર ઊભેલા બાહુબલિ અને પાર્શ્વનાથની મૂર્તિઓ સિવાય બીજા તીર્થકરોની મૂતિઓ ઉપર લાંછન ન હોવાના કારણે તે ક્યા તીર્થકરોની છે તે ઓળખી શકાતું નથી. આ ચિત્રોમાં જૈનોની ખ્યાતનામ યક્ષિણીઓ જોવામાં આવે છે. એમાં પાર્શ્વનાથની અધિષ્ઠાયિકા દેવી પદ્માવતીનું ચિત્ર સૌથી વધુ સુંદર છે. આસન ઉપર બિરાજિત દેવીએ ઉપલી ભુજાઓમાં અંકુશ અને પાશ ધારણ કરેલા છે અને નીચલો જમણો હાથ અભયમુદ્રામાં તૈથા ડાબો હાથ વરદમુદ્રામાં છે. દેદીપ્યમાન મુકુટ અને સપ્તફેણધારી નાગનું છત્ર ધારણ કરતી આ દેવી અન્ય આભૂષણોથી પણ વિશેષ દીપે છે. નાગના મસ્તક અને હંસના દેહથી શોભતું દેવીનું કુલ્લુટસર્પ નામનું વાહન તેની જમણી બાજુએ છે. આમાં વૃષભારૂઢ દેવીનું એક સુંદર ચિત્ર છે. આ ચિત્રમાં એક પ્રકારની સજીવતા છે, જે બીજી કોઈપણ દેવીના ચિત્રમાં જોવામાં આવતી નથી. વૃષભ પર આરૂઢ દેવીના શરીરની પડખેનો ભાગ દેખાય છે. વૃષભનું ખેંચાયેલું મસ્તક અને ગાંઠ વાળેલ ઊડતા ખેસ, આવા જ પ્રકારના અન્ય ચિત્રોમાં જે સ્થિતિભાવ-જડભાવ જોવા મળે છે તેને બદલે, અહીં તાદશ્ય ચેતનવંતા ભાવોની રજૂઆત કરી જાય છે (જુઓ ચિત્ર 3). ચતુર્વસ્તધારિણી દેવીએ ઉપરના જમણા ને ડાબા હાથમાં અંકુશ અને પાશ ધારણ કરેલ છે, પણ નીચલા હાથ સ્પષ્ટ દેખી શકાતા નથી. અહીં મૂર્તિવિદ્યા એક સમસ્યા ઊભી કરે છે કારણકે એ દેવીમાં પદ્માવતીનાં લક્ષણો હોવાં છતાં એનું વાહન વૃષભનું હોવાથી એને પદ્માવતી તરીકે ઓળખાવવી શકાય નથી. જો વૃષભ વાહનને જ પરિચયચિહ્ન તરીકે લેખીએ તો એની રોહિણીદેવી તરીકે ઓળખ આપવી સુસંગત થાય છે. છતાં યે તેની દ્વિવિધ લાક્ષણિકતા એ ચિત્રને રહસ્યમય જ રાખે છે. ચારભુજાયુક્ત અને સુશોભિત પીંછાવાળા હંસસહિતની બીજી એક દેવીનું ચિત્ર છે. તેણે પણ ઉપલા જમણા ને ડાબા હાથમાં અંકુશ ને પાશ ધારણ કરેલ છે. નીચલો જમણે હાથ અભયમુદ્રામાં છે. ડાબો હાથ ચિત્રમાં અસ્પષ્ટ છે. આ દેવીને પણ ઓળખવી અઘરી છે. આમ ઓછેવત્તે અંશે સમાન એવાં બીજાં બે ચિત્રોમાં દેવીને લંબચોરસ આકારના આસન ઉપર આરૂઢ કરી, બાજુમાં પૂજક અને મયુર આલેખેલ છે. એમાંના એક ચિત્રમાં દેવીના નીચલા ડાબા હાથમાં પુસ્તક હોવાથી આ સરસ્વતી દેવી છે એમ પ્રતીતિ થાય છે. બીજા ચિત્રમાં અગાઉ મુજબ અંકુશ ને પાશ તેમ જ નીચલો જમણું હાથ અભયમુદ્રાદર્શક છે. જૈન મૂર્તિશાસ્ત્ર (iconography)—ખાસ કરીને દિગમ્બર માન્યતા મુજબના મૂતિશાસ્ત્રમાં પદ્માવતી તેમ જ સરસ્વતીદેવી બેઉના હાથમાં અંકુશ અને પાશ જોવા મળે છે. આ દેવીને સરસ્વતી દેવી તરીકે નિશ્ચિત કરાવીએ તે પહેલાં તેને એક ચિત્રમાં શ્વેત અને બીજામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org