________________
મહાત્મા શ્રી ચારિત્રવિજયજી*
જ્યારે જ્યારે કઈ પણ પ્રજાનું કે સમાજનું આંતરજીવન કાળના પ્રભાવથી કહો યા ગમે તે કારણે કહો, નિર્બળ બને છે, ત્યારે તેને પુનર્જન્મ મેળવવા માટે આરંભમાં મુખ્યપણે આદર્શજીવી મહાન આત્માઓની જીવનકથા તરફ દષ્ટિ દોડાવવી પડે છે. અને એ જીવનકથાઓમાંથી જરૂર એવું કેઈ ને કોઈ વિશિષ્ટ પ્રેરણાબળ મળી જ રહે છે કે, જે દ્વારા માનવને અવનતિના ગર્તમાંથી પુનરદ્વાર થઈ શકે. એ જ મુખ્ય કારણસર પ્રાચીન કાળથી ભારતીય પ્રજામાં વિધવિધ રીતે પવિત્ર જીવન ગાળનાર પુણ્યપુષોની જીવનકથા લખવાની પરિપાટી ચાલી આવે છે.
આખાય વિશ્વમાં અતિ ચિર કાળથી સ્વાભાવિક રીતે સર્વોપરી પવિત્ર જીવન ગાળનાર પ્રજાના બાહ્ય અને આંતરજીવનનો સર્વોપરી હાસ જોઈ આજે પ્રત્યેકે પ્રત્યેક વિજ્ઞ પરષનું હૃદય કંપી ઊઠે છે અને તેથી એ દરેક, પોતાના અને પ્રજાના જીવનનું પુનરુત્થાન થાય એ માટે પોતપોતાથી જેટલો બને તેટલે ફાળો આપવા તૈયારી કરી રહેલ છે. આ રીતે અત્યારે દરેકે દરેક ધર્મ, સમાજ, પ્રજા આદિમાં થઈ ગયેલ જુદા જુદા પ્રકારે શુદ્ધ જીવન જીવનાર મહાપુરુષની સ્મારક ગ્રંથમાળા, લેખમાળા આદિ જે કાંઈ પ્રસિદ્ધ કરવામાં આવે છે એ ખરે જ ઈષ્ટ્રમાં ઇષ્ટ છે.
એકાત્મક રૂપ ભારતીય પ્રજાના અવયભૂત ગણાતી આપણી જૈન પ્રજા–જેણે એક કાળે આદર્શ જીવન ગાળવાનો માર્ગ રજૂ કરવામાં મોટો ફાળો આપ્યો છે, અત્યારે બાહ્ય અને આંતરકલહથી એટલી ખરડાઈ ગઈ છે કે, જે તેના પુનરુથાન માટે જુદી જુદી રીતે સવર ધ્યાન આપવામાં ન આવે તો સાચે જ એ જેન પ્રજાનું નાવ ક્યારે, ક્યાં અને કયા ખડક સાથે અથડાઈ તે નાશ પામશે એ કલ્પવું ઘણું જ મુશ્કેલ છે. આ સ્થિતિમાંથી જૈન સમાજને ઉગારી લેવા માટે જે મહાનુભાવોએ આ ચારિત્રસ્મારક ગ્રંથ” જૈન પ્રજાના કરકમલમાં અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે એને સૌ કોઈ વધાવી લે એમાં સંશય જ ન હોઈ શકે.
- પૂજ્યપાદ સ્વર્ગસ્થ શ્રીમાન ચારિત્રવિજયજી મહારાજશ્રીને મેં નાની વયમાં આજથી લગભગ તેત્રીસ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૯૬૬માં વડોદરા મુકામે યેલ તેનું કાંઈ આછું આછું સ્મરણ થાય છે. તે વખતે મારી વય નાની અને દીક્ષા લીધે માત્ર દશ મહિના થયેલા હોઈ તેઓશ્રીને
* “શ્રી ચારિત્રવિજય”નું (સંપાદક શ્રી. બાલાભાઈ વીરચંદ દેસાઈ, પ્રકાશકઃ શ્રી ચારિત્ર સ્મારક ગ્રન્થમાલા, વીરમગામ, સં. ૧૯૯૨) આમુખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org