________________
ભારતીય દવામાં મેાક્ષવિચાર ન્યાયવૈશેષિકાએ અનિત્ય ગુણાને પુરુષથી અત્યંત ભિન્ન માન્યા છે. છતાં તે ઉત્પન્ન થઈ પુરુષમાં સમવાયસ બધથી રહે છે. તેથી દુ:ખ એ પુરુષનું સ્વરૂપ નથી પણ આવા ગુણ છે. દુઃખની ઉત્પત્તિ થતી તદ્ન ખધ કરી દેવામાં આવે તે પુરુષમાં સમવાય સંબધથી રહેતા દુઃખને અભાવ થઈ જાય. આ જ મેક્ષ છે.
સાંખ્યના ચિત્તના જે ધર્યા છે તે વૈશેષિકના પુરુષના વિશેષ ગુણ્ણા છે. આ ગુણો નવ છે— જ્ઞાન, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધ, અધમ અને સંસ્કાર. આ નવેય ગુણ્ણાને અત્યન્ત ઉચ્છેદ મેક્ષ છે.૬૩ આત્માના આ વિશેષ ગુણૈાનેા અત્યન્ત ઉચ્છેદ થવાથી આત્માને પેાતાનેા ઉચ્છેદ થતા નથી, કારણ કે દ્રવ્યરૂપ આત્મા નિવિકાર, ફૂટસ્થનિત્ય છે અને તેને તેના વિશેષણાથી અત્યન્ત ભેદ છે. આત્માના બધા વિશેષગુણાને જ્યારે અત્યન્ત એ થાય છે ત્યારે તેનું સ્વસ્વરૂપમાં અવસ્થાન થાય છે. ૪ પરંતુ આત્માનું સ્વરૂપ શું ? ન્યાય-વૈશેષિકાએ કહ્યુ નથી પણ તેમના આત્માનું સ્વરૂપ પણ સાંખ્યના પુરુષનું જે સ્વરૂપ – દન – છે તે હાય, ન્યાયવૈશેષિકોના આત્મા ચેતન છે,
ઉપરની ચર્ચા ઉપરથી કૂલિત થયુ` કે મેક્ષમાં આત્માને જ્ઞાન પણ નથી કે સુખ પણ નથી. ( અને છ્હનની વાત તા કયાંય ન્યાય-વૈશેષિકાએ કરી જ નથી.) ન્યાય-વૈશેષિકોના આવા મેાક્ષની કટુ આલાચના વિરાધીઓએ કરી છે. તેઓ કહે છે કે મુક્તિમાં આત્મા સુખ અને સ ંવેદનથી રહિત થઈ જતા હોય તો એની અને જડ પથ્થરની વચ્ચે શું અંતર રહ્યું? મુક્ત આત્મા અને જડ પથ્થર ખ સુખ અને જ્ઞાનથી રહિત છે. જો મુક્ત આત્મા જડ પથ્થર જેવા જ હોય તા પછી તે દુઃખ મુક્ત છે એમ કહેવાના શા અ o ૬૫ આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિકા જણાવે છે કે કોઈ બુદ્ધિમાન માણસને એવું કહેતા સાંભળ્યા નથી કે પથ્થર દુ:ખમાંથી મુક્ત થયા. દુઃખનિવૃત્તિના પ્રશ્ન તેની જ બાબતમાં ઊઠે છે જેની બાબતમાં દુઃખાત્પત્તિ શકય હોય. પથ્થરમાં દુઃખેાત્પત્તિ શકય જ નથી, તેથી મુક્ત આત્માને પથ્થર સાથે સરખાવા યાગ્ય નથી.૬૬ વળી, વિરોધીઓ આક્ષેપ કરે છે કે જો મુક્ત પુરુષને કઈ જ્ઞાન ન હોય અને તેને કંઈ સુખ ન હોય તે તેની અવસ્થા મૂર્છાવસ્થા જેવી ગણાય અને મૂર્છાવસ્થાને કાઈ નથી ઇચ્છતું, તા તેને કાણુ ઇચ્છે? આના ઉત્તરમાં ન્યાય-વૈશષિક જણાવે છે કે ઝુદ્ધિમાન મનુષ્ય કદીય મૂર્છાવસ્થા નથી ઇચ્છતા એમ માનવું બરાબર નથી. અસહ્ય વેદનાથી કંટાળી બુદ્ધિમાન મનુષ્ય પણ મૂર્છાવસ્થા ઇચ્છે છે અને કેટલીક વાર તેા આત્મહત્યા કરવા પણ તત્પર થાય છે. વળી, ન્યાય-વૈશેષિક ચિંતકો કહે છે કે સુખ અને દુઃખનિવૃત્તિ ખ'તેય ઋષ્ટ છે, પુરુષાર્થ છે, પરંતુ બુદ્ધિમાન વ્યક્તિને તે બેમાંથી દુ:ખનિવૃત્તિ જ વધુ પ્રિય છે કારણ કે તે જાણે છે કે કેવળ સુખ પામવું અશકય છે, સુખ દુ:ખાનુષક્ત જ હોય છે. ન્યાય-વૈશેષિકના આ પ્રસ્થાપિત સિદ્ધાન્ત વિરુદ્ધ નવમી શતાબ્દીના ભાસન નામના નૈયાયિક મેક્ષમાં નિત્ય સુખ અને તેના સંવેદનની સ્થાપના કરી છે.૬૯
જો પુરુષનું સ્વરૂપ દ ન હોય તેા ન્યાય-વૈશેષિકાએ દનની વાત કેમ કયાંય કરી નથી ? આપણે જાણીએ છીએ કે પુરુષના દર્શાના વિષય ચિત્તવૃત્તિ છે. ચિત્તને ન માનવાથી ચિત્તવૃત્તિઆના અભાવ છે. તેથી ન્યાય—વૈશેષિકોના પુરુષને દર્શનના વિષયના સદ ંતર સ`કાળે અભાવ છે. એટલે ન્યાય-નૈશેષિકોએ દતની વાત કરી લાગતી નથી. ચિત્તને ન માનવા છતાં કૃત્તિએ તે ન્યાયવૈશેષિકોએ માની છે, અલબત્ત તે પુરુષગત છે. પુરુષમાં સમાયર્સ ધથી રહેતી વૃત્તિઓનું દર્શીન પુરુષ કરે છે એમ માનવામાં ન્યાય-વૈશેષિકોને શી આપત્તિ છે ? કાઈ આપત્તિ જણુાતી નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org