________________ ભગવતીસૂત્ર અને અન્ય આગમનું સંપાદન દલસુખભાઈ માલવણિયા શ્રી પં. બેચરદાસજી દેશીએ આગમોનું સંપાદન જે કાળે ઉપાડવું ત્યારે તેમને જોઈતો સહકાર મળે નહીં. કારણ કે તે કાળે એવી માન્યતા પ્રવર્તતી હતી કે શ્રાવકોથી આગમો વંચાય જ નહીં, તે પછી સંપાદનની વાત તો દૂર જ રહે. છતાં પણ પંડિતજીએ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અ૫રનામ ભગવતી જેવા મહત્વના ગ્રન્થનું સંપાદન શરૂ કર્યુ. આ એક સાહસ જ હતું છતાં પણ તેમણે આગવી સૂઝથી જે પ્રકારે તેનું સંપાદન કર્યું તે પદ્ધતિથી આજે પણ હજી કોઈએ કર્યું નથી એમ કહી શકાય. એટલે આજે પણ ભગવતીની અનેક બીજી આવૃત્તિઓ મેજુદ છતાં પંડિતજીના ભગવતીની માંગ બની રહી છે. ભગવતીસૂત્રની માત્ર એક જ હસ્તપ્રત તેમને તે કાળે મળી હતી છતાં પણ તેમણે યથાસંભવ વિશુદ્ધ મૂળ પાઠ આપવાને તેમાં પ્રયત્ન કર્યો છે. ભગવતીનું પુનઃસંપાદન તેમણે મહાવીર જૈન વિદ્યાલયની આગમ ગ્રન્થમાળામાં અનેક પ્રતાને આધારે કર્યું છે તેને પ્રથમના સંપાદન સાથે મેળવવામાં આવે તે પંડિતજીની એકમાત્ર પ્રતને આધારે કરેલી પાઠશુદ્ધિ કેવી છે તેને ખ્યાલ આવી જાય છે. ભગવતીન સંપાદનમાં તેમણે માત્ર મૂળ પાઠ આપીને સંતોષ નથી માન્યો, તેને ગુજરાતી અનુવાદ પણ આ તે ઉપરાંત આચાર્ય અભયદેવની વૃત્તિ પણ ગુજરાતી અનુવાદ સાથે છાપી છે. આટલાથી પણ તેમને સંતોષ થયો નથી એટલે તેમણે વિષય-ચર્ચા જે મૂળ અને ટીકામાં આવે છે તેને સ્પષ્ટ કરતા ટિપણે અતિ વિસ્તારથી આપ્યા છે. જે કાળની આ તેમની રચના છે તે કાળે આ પ્રકારના ટિપણો લખવાની પ્રથા હતી જ નહીં. આ તેમની સૂઝનું જ પરિણામ છે અને તેમની કાર્ય કરવાની પદ્ધતિનું સૂચક પણ છે. જે કરવું તે સર્વાગીણુ કરવું, તેમાં કશી કમી રહેવા દેવી નહીં. આગમ વિષે બીજુ તેમનું કાર્ય છે આગના સંક્ષેપ કરી આપવાનું. આ બાબતમાં તેમણે ભગવાન મહાવીરની ધર્મકથાઓ કે નામે જ્ઞાતાધર્મકથાનો સારાંશ સરળ ગુજરાતી ભાષામાં આપે છે. આમાં પણ પિતાની આગલી શૈલીમાં પંડિતજીએ ટિ૫ણ આપ્યા છે. તે જ પ્રમાણે ભગવાન મહાવીરના દશ ઉપાસકોમાં ઉપાસકદશાને સારાંશ આપી દીધું છે. આ ઉપરાંત “રાજપ્રશ્રીય 5 આગમનું સંપાદન અને ગુજરાતી અનુવાદનું કાર્ય પણ સફળતાથી તેમણે કર્યું છે. આમાં પણ ટિપણે તો છે જ. 1 જિનાગમ પ્રકાશક સભા, ભાગ-૧-૨ મુંબઈ, ઈ. 1928 ભાગ-૩ ગૂજરાત વિદ્યાપીઠ ઈ. 1929 2 મહાવીર જૈન વિદ્યાલય, ભાગ 1-3, 1974, 1978, 1982. 3 ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ઈ. 1931 4 ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ ઈ. 1931 5 લાધાજી સ્વામી પુસ્તકાલય, લીંબડી, ઈ. 1935 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org