________________
દશાના પ્રકારો
જુદા જુદા ઓરડાઓમાંથી આવવાથી એકબીજાને જોઈ શકતા ન હતા. તેમાં મલ્લિકુમારીએ પોતાના જેવી સોનાની પોલી મૂર્તિ બનાવરાવી રાખી હતી. તેના માથાના ભાગમાં કળામય કમળ આકારે એક છિદ્ર કરાવ્યું . તેમાં રોજ જમવાના સમયે એક એક કોળીયો મલ્લિકુમારી નાખતાં હતાં. હવે રાજાઓ મલ્લિકુમારીની પ્રતિમા જોઈ મોહિત થયા તે સમયે પ્રતિમાના માથાના ભાગનું ઢાંક્યું મલ્લિકુમારીએ ખસેડી નાંખ્યું. તેમાંથી તે વખતે દુર્ગંધ ઉછળવા લાગી. રાજાઓ તે સહન ન કરી શક્યા. ત્યારે મલ્કિકુમારીએ દેહનું અશુચિપલું સમજાવ્યું અને પૂર્વભવની વાત કહી. જેથી મિત્ર રાજાઓને જાતિસ્મરણ જ્ઞાન થયું અને બધાએ સાથે દીક્ષા લીધી.
૭. રોગિણી દીક્ષા : રોગને કારણે જે દીક્ષા લેવાય તે રોગિણી દીક્ષા કહેવાય. એ માટે સનતકુમારનું દષ્ટાન્ત અપાય છે. કોઈ વખતે સૌધર્મેન્દ્રની સભામાં સનતકુમારના રૂપની પ્રશંસા સાંભળી વિજય અને વૈજયંત નામના બે દેવતાઓ સ્વર્ગથી પૃથ્વી ઉપર આવ્યા. વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ રાજાના મહેલમાં ગયા. તે વખતે આભૂષણ રહિન છતાં સર્વ અંગે સુંદર દેખાતા ચક્રવર્તી સનતકુમાર ન્હાવાના આસન પર બેઠેલા હતા. તે સનતકુમારને જોઈને ઇંદ્ર નિાવચનવાળો છે એમ દેવો કહેવા લાગ્યા. ચક્રીએ બ્રાહ્મણોને જોઈ, આવવાનું કારણ પૂછ્યું. દેવોએ કહ્યું, ‘અમે તમારી રૂપસંપત્તિ જોવા આપ્યા છીએ.' રૂપાભિમાની રાજાએ હસીને કહ્યું કે ‘હે બ્રાહ્મણો ! તમે વિદ્વાન છતાં અવસર વિના રૂપ જોવા માટે કેમ આવ્યા ? ન્હાવાના આસન પર બેઠેલા મારું શું રૂપ હોય ? હમણાં જ આભૂષણ ધારણ કરી સભામાં આવું છું. ત્યાં તમે આવો.' પછી સનતકુમાર સભામાં અલંકૃત થઈ આવ્યા. પણ બ્રાહ્મણો તે જોઈ દુઃખી થવા લાગ્યા. રાજાએ દુઃખી થવાનું કારણ પૂછ્યું. એટલે તે બન્ને દેવતાઓએ કહ્યું કે, “હે ભૂપતિ, તે વખતે અમે જે તારું રૂપ જોયું હતું તે સર્વોત્તમ થતું. મણાં તમને ઉત્પન્ન થયેલો કોઢનો રોગ તમારા રૂપનો નાશ કરે છે.' સનતકુમારે પૂછ્યું, કે બ્રાહ્મણો ! આ તમે કેમ જાણો છો ?' બ્રાહ્મણોએ તેમને થૂંકવા કહ્યું. સનતકુમાર થૂંક્યા એટલે તેમના થૂંકમાં ખદબદતા કીડા જણાયા. ‘અમે દેવતાઓ જ્ઞાનદષ્ટિથી સર્વ જાણીએ છીએ.' એમ કહી દેવતા સ્વર્ગે ગયા.
પછી સનતકુમારે ઉત્પન્ન થયેલા કોઢ રોગથી પોતાનું રૂપ નાશ થતું જોયું. એટલે વૈરાગ્યવાન થઈ વિચારવા લાગ્યા કે જે શરીરનું પાળી પોષી રક્ષણ કરાય છે તે શરીરની આજે અનિષ્ટ અંત અવસ્થા પ્રત્યક્ષ દેખાય છે. હું આ દેહથી પુણ્ય પ્રાપ્ત કરીને ભાગ્યવંત થાઉં એમ વિચારી સનતકુમાર ચક્રવર્તીએ વિનયસૂરિ પાસે ચારિત્ર લીધું.
૮. અનાદતા દીક્ષા : સ્વજનાદિએ અનાદર કર્યો હોય તેથી જે દીક્ષા લેવાય તે અનાદન દીક્ષા કહેવાય. દા.ત., નંદિષણની જેમ. નંદીગ્રામમાં સૌમિલ બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સોમિલા. બિચારાં જન્મજાત દરિદ્રી હતાં. તેમને એક પુત્ર થયો. તેનું નામ રાખ્યું નંદિષણ. બાળક મોટું થાય તે પહેલાં તો તેનાં મા-બાપ ગુજરી ગયાં. ઠેબા ખાઈ તે મોટો થયો. પણ તેનું આખું શરીર બેડોળ અને કદરૂપું હતું. બિલાડા જેવી આંખો, ગોળી જેવું મોટું પેટ, લાંબા ને લબડતા હોઠ, મોઢામાંથી બહાર નીકળતા
Jain Education International
૪૫
દાંત, આમ આખું શરીર વિચિત્ર જોઈને માત્ર બાળકો જ નહીં પણ કદીક ઢોર પણ ડરી જતાં. જ્યાં જાય ત્યાં બધા જ તેનો અનાદર કરે. છેવટે તેના મામાને દયા આવી. એમણે એને પોતાને ત્યાં રાખ્યો અને ઢોર ચારવાનું કામ સોંપ્યું. નંદિષણને યુવાનીમાં પરણવાના ઘણા અભરખા થતા, મામા પણ તેને પરણાવવા પ્રયત્ન કરતા, પણ કેમે કરી ક્યાંય કોઈ કન્યા ન મળી. આથી તે ઘણો ખિન્ન થયું ત્યારે મામાએ તેને કહ્યું, ને તને કોઈ કન્યા નહીં આપે તો મારી સાત કન્યામાંથી એક તને આપીશે કે પછી મામાને એક પછી એક સાતે યુવાન કન્યાઓને નંદિપેશ સાથે પરણવા સમજાવ્યું. પણ એકે ન માની. તેઓએ કહ્યું કે આત્મહત્યા કરીશું, પણ આ તમારા ઊંટ જેવા ભાણાને પરણશું નહીં.' આ જાણી નંદિષેણ સાવ હતાશ અને સૂનમૂન થઈ ગયો. ‘ખાવી-પીવું ભાવે નહીં ને રાતે ઊંઘે આવે નહીં.' આખરે ઘર છોડી જંગલનો રસ્તો લીધો. કાંઈ પણ ન સૂઝવાથી તેણે પર્વત પરથી મરવાનું નક્કી કર્યું. પર્વતના શિખર પરથી પડવા જતો હતો ત્યાં અવાજ આવ્યો. નહીં....નહીં, આ દુઃસાહસ ન કર.' તેણે આસપાસ જોયું તો સમીપના વૃક્ષ નીચે એક મુનિને જોયા. પાસે જઈને તે બોલ્યો, ‘ભગવંત ! હું નિર્ભાગ્યવાન છું. મારા દુઃખનો કોઈ પાર નથી. જન્મથી સુખ જોયું જ નથી.’ મુનિએ કહ્યું, ‘મરવાથી દુઃખ નાશ થતું નથી. પોતાના જીવનો ઘાત કરવાથી પાપ લાગે છે. એક પાપનું ફળ તો તું ભોગવે છે અને પાછું બીજું કરવા તૈયાર થયો છે ?’તેણે ગુરુને પૂછ્યું કે ‘દુઃખથી છુટવા મારે શું કરવું ?' તેમણે જણાવ્યું કે ‘સર્વ સુખનું કારણ અને દુઃખનું નિવારણ એક માત્ર અરિહંતનો ધર્મ છે. એનું શરણ લેવું જોઈએ.' આ સાંભળી નંદિષણ બોધ પામ્યો અને તેણે તેમની દીવા બી.પી.
૯. દેવસંજ્ઞપ્તિ દીક્ષા : દેવતાના પ્રતિબોધવાથી જે દીક્ષા લેવાય તે, દૈવસંજ્ઞપ્તિ દીક્ષા કહેવાય. એ માટે માટે મેનાર્ય મુનિનું દષ્ટાન્ત છે. એક રાજપુત્ર અને પુરોહિતપુત્ર એમ બે મિત્રો હતા. તેમણે સાગરચંદ્ર મુનિ પાસે દીક્ષા લીધી. રાજપુત્ર સ્વેચ્છાથી સંયમ પાળનો હતો જ્યારે પુરોહિત પુત્ર અનિયાથી પાળતો હતો. અંતે અનશન કરી તે બન્ને મુનિઓ દેવલોકમાં દેવતા થયા. ત્યાં પરસ્પર પ્રતિજ્ઞા કરી કે જે સ્વર્ગથી પ્રથમ આવે તેને સ્વર્ગમાં રહેલા દેતાએ પ્રતિબોધ પમાડવો. હવે કર્મવશાત્ પુરોહિતપુત્રનો જીવ સ્વર્ગથી પહેલો વી ચાંડાલણીને ત્યાં પુત્રપણે અવતર્યો. ચાંડાલણીએ તે નગરની શેઠાણીને પુત્ર ન હોવાથી તે પુત્ર શેઠાણીને આપ્યો.
શૈલીના ઘરમાં રહેલો આ ચાંડાલલી પુત્ર મૈતાર્થ યુવાવસ્થાને પામ્યો, તે મેતાર્થને પૂર્વભવનો મિત્ર દેવ સ્વપ્ન વગેરેથી પ્રતિબોધવા લાગ્યો. છતાં મેતાર્ય પ્રતિબોધ પામ્યો નહીં. પછી તેનો વિવાહ મહોત્સવ થયો ત્યારે પણ દેવે તે વિવાહ અટકાવ્યો. છતાં પણ પ્રતિબોધ ન પામ્યો. ત્યારપછી મેતાર્થ નવ શ્રેષ્ઠીપુત્રીઓ અનુક્રમે પરણ્યો. ત્યારપછી ફરી દેવે તે વિવાહ અટકાવ્યો. છતાં પણ પ્રતિબોધ ન પામ્યો. ત્યારપછી ફરી દેવે આવીને જાગૃત કર્યો. ત્યારે પત્નીઓએ દેવતાને વિનંતી કરતાં કહ્યું, અમારો પિત્ત બાર વર્ષ સુધી ઘરમાં રહ્યા પછી દીક્ષા લે એવી આજ્ઞા આપો.' દયાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org