________________
મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણા
૯૭ બીજાના પિતાનાથી ભિન્ન વિચાર-મતે પ્રત્યે સહિષ્ણુતા પ્રગટે છે, અને એમાંથી જે સારું હોય તે ગ્રહણ કરી લઈ બીજા અંશેની ઉપેક્ષા કરવાની ક્ષમતા આવે છે. ચિંતન પછી શ્રતને ભાવનાજ્ઞાન સુધી પહોંચાડવું જોઈએ; ત્યારે જ એ જ્ઞાન તરીકે પ્રતિષ્ઠા પામે છે. ૨૩ જ્ઞાનની કસોટી : મગુપ્તિ
જેનાથી ચિત્તમાં કંઈક શુભ પરિવર્તન આવે તે શ્રત ઉપયોગી મનાય. મનગુપ્તિ એ જ્ઞાનની કસોટી છે. મને ગુપ્તિમાં આગળ વધાતું હોય તે સાધક માની શકે કે તે જ્ઞાનમાં ખરેખર પ્રગતિ કરી રહ્યો છે, નહિતર જ્ઞાનની બ્રાતિ સમજવી. શા મને ગુપ્તિની ત્રણ કક્ષાએ બતાવી છે:
૧. આત-રૌદ્ર ધ્યાનમાં ઘસડી જનાર સંકલ્પ-વિકલ્પને વિયેગ, એ પ્રથમ કક્ષા. ૨. ચિત્ત મધ્યસ્થવૃત્તિવાળું બને કે જેથી ધર્મધ્યાન સાધી શકાય, એ બીજી; અને ૩. કુશળ–અકુશળ સકલ મનવૃત્તિઓને નિરોધ થઈ સ્વરૂપમાં સ્થિતિ, એ ત્રીજી
કક્ષા. ૨૪
આ રીતે મને ગુપ્તિમાં પ્રગતિ થતાં ચિત્તની ઉત્તરેત્તર અધિક એકાગ્રતા નિષ્પન્ન થતી જાય છે. ઊંડાણથી વિચારતાં સમજાશે કે મુક્તિ પર્વતની સમગ્ર સાધનાને મનેગુપ્તિમાં અહીં આવરી લીધી છે. ટૂંકમાં, સાધનામાં પ્રગતિ એટલે મને ગુપ્તિમાં આગળ વધવું તે, એમ કહી શકાય.
જ્ઞાન જેમ જેમ પરિણમે તેમ તેમ ક્રમશઃ મનમાંની ઈર્ષ્યા માત્સર્ય-દ્વેષની વૃત્તિઓ વિદાય લે; તિરસ્કાર, ધૃણા આદિનું સ્થાન સહાનુભૂતિ, સમજ, ઔદાર્ય અને વાત્સલ્ય લે; ભય, ચિંતા, સંકલેશ ટળી જાય; તેમ જ તત્વચિંતનમાં અને સ્વગુણની વૃદ્ધિ અને આત્મનિરીક્ષણ આદિમાં ઓતપ્રેત રહેવાથી અન્યની નરસી પ્રવૃત્તિ પ્રત્યે સહજપણે ઉદાસીનતા ૨૨. “મુળપ્રદક્ષિાનો વરવનાનુરારિદાબવાવમાવવાત.... તથા ર ત મૂાનૈમેદવાર્યતાमापाद्योपत्तिरेव कर्तव्या, इत्थमेव सम्यग्दृष्टिपरिगृहीतस्य मिथ्याश्रुतस्यापि सम्यक्श्रुतत्वसिद्धः ।'
–ષોડશક ૧૬, બ્લેક ૧૩, ટીકા. ૨૩. (૧) નેન હિ જ્ઞાનં નામ, બિયાડખેતર પૂર્વ મોક્ષાવાડા Hથ .
–ડશક, ૧૧, શ્લોક ૮ની ટીકા. (२) सम्यगभावनाज्ञानाधिगताना भावतोऽधिगतत्वसम्भवात् ।
–ઉપદેશપદ, ટીકા, ગાથા ૧૬૫. ૨૪. વિમુન્નાનાગાર્જ, સમવે સુપ્રતિષ્ઠિતમ્ | રામામં મનતમૈનોનુપ્તિ કરવા માં .
टीका-आर्तरौद्रध्यानानुबंधिकल्पनाजालवियोगः प्रथमा । ...धर्मध्यानानुबन्धिनी माध्यस्थपरिणतिद्वितीया । कुशलाकुशलमनोवृत्तिनिरोधेन योगनिरोधावस्थाभाविन्यात्मारामता तृतीया ।
–ોગશાસ્ત્ર, પ્રસ્તાવ ૧, બ્લેક ૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org