SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ ગ્રંથ આગમ, અનુમાન અને યેાગાભ્યાસ એ ત્રણ વડે પેાતાની બુદ્ધિને કેળવતા સાધક ઉત્તમ તત્ત્વ પામી શકે.૪૧ આગમથી અર્થાત્ અનુભવીએનાં વચનથી જે જાણ્યુ તેને તક દ્વારા વિશદતાથી સમજવા પ્રયત્ન કરવા રહ્યો. સાથે યાગાભ્યાસથી પેાતાના જાતઅનુભવથી એની પ્રતીતિ મેળવતા જવાય તે। અતીન્દ્રિય વસ્તુના નિશ્ચિત જ્ઞાન સુધી પહોંચાય. સિદ્ધાંત( theory)માં જે સાચું સમજાયુ' તેને પ્રયોગાત્મક રીતે ચકાસીને વ્યવહાર (Practice) માં પણ તે સાચું છે એવી પ્રતીતિ મેળવતાં આગળ વધવુ જોઈ એ. ૧૦૨ આગમ અને તકથી જ્ઞાન મળે, પણ તે અધૂરું; એનાથી શંકાઓ અને સંશયા ન ટળે; એ ટળે ધ્યાનજન્ય જાતઅનુભવથી.૪૨ જ્ઞાનપ્રાસિની ભૂમિકાએ જ્ઞાનની પ્રથમ ભૂમિકામાં સંસારની નિઃસારતા આઘથી સમજાય છે અને તેના નાશના ઉપાયની જાણકારી માટે મુમુક્ષુ શાસ્ત્ર અને ગુરુ અર્થાત્ એ માગે જે પેાતાનાથી આગળ ગયેલા છે તેમના તરફ વળે છે. અર્થાત્ આ ભૂમિકા આગમપ્રધાન છે. બીજી ભૂમિકામાં શ્રવણ-વાચન સાથે વિચારણા-ચિંતન-મનન છે. આ ભૂમિકામાં તર્કની મુખ્યતા કહી શકાય. એથી અહીં, મુક્તિના ઉપાયાનુ -જ્ઞાન અને કનું– એટલે કે અનુષ્ઠાનનું નિર્મળ, અભ્રાંત જ્ઞાન લાધે છે. જ્ઞાનની ત્રીજી અવસ્થાથી શ્રવણ-મનન સાથે ચેાગાભ્યાસજનિત જાતઅનુભવ ભળે છે. ચિત્તમાં વિચાર-વમળાના પૂર્વે વહેતા ધેાષ અહીં શાંત થતા જાય છે. અશુભ સ'કલ્પવિકલ્પ આછા રહે છે, અને કકૃત વ્યક્તિત્વ સાથે પેાતાની એકતારૂપ ‘અહું' ઓગળતા જાય છે. ચિત્તમાંથી વિચારને પ્રવાહ એસરતાં અહી શાંતિના-સુખનેઆનંદના અનુભવ થાય છે. સ’કલ્પ-વિકલ્પની અલ્પતા અને અહં'નું બહુધા અનુત્થાન-આ બેમાં વિકાસ થતાં સ્વાનુભવ માટેની ભૂમિકા તૈયાર થાય છે. પરિણામે, ચેાથી ભૂમિકામાં સ્વાનુભૂતિની કંઈક ઝાંખી (glimpses) મળવા માંડે છે. પછી, કાઈક ધન્ય પળે, આત્માનુ' પ્રત્યક્ષ દર્શન લાધે છે, કે જે જીવન પ્રત્યેની સાધકની દૃષ્ટિમાં ધરમૂળતુ' પરિવર્તન લાવી દે છે; અવળી દિષ્ટ સવળી થઈ જાય છે. પ્રારંભમાં ક્ષણવાર અને કવચિત્ કદાચિત્ પ્રાપ્ત થતા આ અનુભવ પછીની સાધના દ્વારા વધુ સુલભ (frequent) અને વધુ ટકાઉ થવા અને અંતે સમાધિની એ અવસ્થાતુર્વ્યવસ્થા સહજ દશા ખનવી એ છે અનુભવ પછીની જ્ઞાનની ભૂમિકાએ. ૪૧. ૪૨. Jain Education International (૧) આમેનાનુમાનેન, યોામ્યાલસેન ચ । ત્રિધા પ્રવચન્દ્રજ્ઞાં, મતે તરવમુત્તમમ્ ॥ --યાગદષ્ટિસમુચ્ચય, શ્લોક ૧૦૧. (૨) આગમ તે અનુમાનથી, વળી ધ્યાનરસે' ગુણુગેહ રે; કરે જે તગવેષણા, તે પામે નહિં. સંદે રે. निश्चयोऽतीन्द्रियार्थस्य, योगिज्ञानादृते न च । ——શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ છે, ગાથા ૧૩. —યાગદષ્ટિસમુચ્ચય, શ્લોક ૧૪૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230131
Book TitleGyan ane Swanubhuti Ek Vichaana
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Spiritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy