________________
જૈન ધર્મમાં પ્રતિક્રમણનું ઘણું જ મહત્ત્વ છે. મહત્ત્વ એ એક એવી બાબત છે કે મહત્ત્વ જળવાય તો મહત્ત્વની કિંમત નહિ તો મહત્વનો અર્થ કંઈ રહેતો નથી.
જૈન ધર્મ અને પ્રતિક્રમણ
(અધ્યાપક શ્રી પ્રવિણચંદ્ર ભોગીલાલ શેઠ) શ્રી રાજેન્દ્રસૂરિ જ્ઞાન મંદિર, રતનપોળ, અમદાવાદ
પ્રતિક્રમણનો સામાન્ય અર્થ થાય છે પાપથી પાછા હઠવું. સંસારી જીવો સંસારની દૈનિક પળોજણમાં જો જયણા ન રખાય તો સંસારની દૈનિક પ્રવૃત્તિઓમાં અનેક પ્રકારનાં નાનાં મોટા પાપ જાણે અજાણે મનથી વચનથી કે કાયાથી થઈ જાય છે. જયણાને ધર્મની માતા કહેવાય છે. ખરેખર તો જયણાનો સામાન્ય આપણી ભાષામાં અર્થ કરીએ તો સાવચેતી' થાય છે. તેનો મતલબ છે કે હાલતાંચાલતાં, ઉઠતાં-બેસતા, ખાતાં-પીતા, ધંધો રાજગાર કરતાં સાવચેતી રાખવી એનું નામ ધાર્મિક રીતે જયણા છે. આજે મોટર કે સ્કૂટર ચલાવનાર પુત્રને પિતા જરૂર કહેશે કે ભાઈ વાહન ચલાવતાં સાવચેતી રાખજે. આ સાવચેતી ફક્ત આ નશ્વર શરીરને કોઈ પણ પ્રકારના એક્સીડેન્ટ દ્વારા હાની ન પહોંચે એ માટેની છે. પરંતુ જે આત્મા શાશ્વત છે તે આત્માને કોઈપણ કાર્ય કરતાં પાપનો પાસ ન લાગે તેની સાવચેતી રાખવા કોઈ પક્ષ પિતા પોતાના પૂત્રને કહે છે ખરો? અને એટલે જ જયણા વગરની અનેક પ્રકારની દૈનિક પ્રવૃત્તિ કરતાં આપણા જેવા સંસારના પામર પ્રાણીને અનેક પ્રકારનાં નાનાં મોટા પાપનો રંગ અડી જાય છે જેમકે પોતાના સ્વાર્થ ખાતર જુઠું બોલી કોઈના આત્માને દુભવવાથી મૃષાવાદ વિરમણ વ્રતનો ભંગ તેમજ પ્રાણાતિપાત વિરમણ વ્રતનો ભંગ થાય છે. અને એ રીતે થતાં પાપોની માફી માંગવા માટે પાપથી પાછા હઠવા માટે આપણે સાંજનું દેવસિક-પ્રતિક્રમણ કરવું જોઈએ અને કરીએ છીએ અને એજ રીતે રાત્રિ દરમ્યાન પ્રવૃત્તિમય જીવન ન હોવા છતાં પણ શારીરિક રીતે નહિ તો માનસિક રીતે અનેક પ્રકારનાં અશુભ સંકલ્પો નિર્ણયી કલ્પનાઓ કરી આપણે પાપની પ્રવૃત્તિ કરીએ છીએ અને મનથી પાપ કરીએ છીએ. આ મારું આમ કર્યું હું અને બતાવી દઈશ. આને તો છોડીશ જ નહિ - પાડી દઈશ. આવા કલ્પનાના ઘોડા દોડાવી આપણે માનસિક રીતે દુઃખી થઈએ છીએ. અને આપણે કલ્પેલા વિચારો અમલમાં પણ મૂકી શકતાં નથી છતાં તેનાથી પાપકર્મનું બંધન થાય છે અને ઊંઘમાં - નિદ્રામાં કે તંદ્રામાં કે પછી સ્વપ્નમાં કોઈનું ખરાબ ચિંતવન થઈ જાય છે. તેવા પાપથી તેમજ આપણે જૈન હોવા છતાં રાત્રિભોજનઅભવન આદિ ઈરાદા-પૂર્વક કરીએ છીએ. તેનાથી થતાં પાપકર્મથી પાછા વળવા માટે વહેલા પરોઢિયે ાઈ પ્રતિક્રમણ આપણે કરીએ છીએ. આ બન્ને સમયનો પ્રતિક્રમણ અત્રે પ્રતિક્રમણ
શ્રી પ્રવીણચંદ્ર શેઠ
શ્રીપદ યસેનસૂરિ મનનને મગજરાતી વિભાગ
Jain Education International
૭૬
વચ્ચેના ૧૨ કલાકનાં ગાળાની પાપમય પ્રવૃત્તિની માફી માંગી તેનાથી પાછા વળવા માટે કરવામાં આવે છે.
હવે સવાલ એ છે કે આપણે પ્રતિક્રમણ કરી ૧૨ કલાક દરમ્યાન કરેલા પાપની ક્ષમા માંગીએ છીએ પરંતુ તે પ્રતિક્રમણ કર્યા પછી ફરી એવાં જ પાપ ન થાય - ન કરાય કે ન કરીએ એવું બને છે ખરું ?
કોઈપણ એક વ્યક્તિ આપણી પાસેથી ઉધાર રકમ લઈ જાય અને તેની મુદત થતાં તે પાછી ન વાળે અને માફી માંગે કે ભાઈ તમારા પૈસા આપી શકતો નથી, તો માફ કરશો અને પછી તે વ્યક્તિ ફરી પૈસા માંગી કહે કે હવે તો પહેલાંના અને આજે આપો તે પૈસા એક મહિનામાં આપી દઈશ તેની ખાત્રી રાખશો. તો કરી તમો એને પૈસા આપશો ખરા ? અને કદાચ આપી પણ દો અને ફરી એ મુદત પરી થતાં રકમ ન પાછી આપે અને માફી માંગી ફરી ઉધાર માંગે તો તો શું કરશો ? જવાબ તમારે આપવાનો છે છતાં હું આપુ છું તમો આ વ્યક્તિને હવે ઊભી એવા હિ દી તો પછી તમો પોતે દરરોજ સાંજે અને પરોઢે પ્રતિક્રમણ કરી પાપની માફી માંગી ફરી બીજે દિવસે ગઈકાલનાં જ કરેલાં પાપનું પુનરાવર્તન કરો તો તમોને પાપની માફી કોણ આપશે ? પાપથી તમો મુક્ત
કઈ રીતે થઈ શકશો ?
કાર્યુ છે કે -
જન્મી અરે આ જગતમાં બોલી તમે શું શું કર્યું ? પાપ કે પુણ્યનું કહો કેટલું ભાતું ભર્યું ? હિસાબ પડી આપવી તે કાંટાની માફક ખૂંચશે પણ યાદ રાખો પ્રભુ તમોને એજ પ્રશ્નો પૂછો
પ્રભુ એટલે આત્મા. આપણો આત્મા જ આપણો હિસાબ લેશે. કરેલાં પાપકર્મને ભોગવ્યા વિના છૂટકો નથી અને પાપકર્મોનો ઉદય અનેક જન્મોનું કારણ બને છે અને પ્રત્યેક જન્મ પાપકર્મોનાં ઉદયથી અનેક પ્રકારની વિંટબણાઓથી ભરેલી જ હશે તે સમયે આત્માને જે ખોળીયું કર્યું હશે તે શરીરને અનેક પ્રકારનાં કષ્ટ પડશે. અને એ કષ્ટમય જીવન આત્માને વધુને વધુ પાપ માર્ગે ધકેલતું જશે. અને મોક્ષ સુખનો અભિલાષી આત્મા ચોરાશી લાખ જીવાયોની ભટકતો ભટકતો પોતે પોતાનો જ હિસાબ લેશે અને કહેશે
1912
ક્યાં ભવનાં આ આડાં આવ્યાં ? કેવી ન૨ફમય જીંદગી જીવવી પડે છે આનાથી તો મોત સારું ભગવાન હવે તો લઈ લેતો સારું
For Private & Personal Use Only
क्रोध भयंकर आग है, समझो जयन्तसेन । हिंसा ताण्डव यह करे, तन मन सब बैचेन ॥
www.jainelibrary.org