________________ જૈન ગણિત અને તેની મહત્તા H 267 (pradeshas)ની લઘુતમ સંખ્યાનું તેમાં વિવરણ છે. બીજી બાબત બુદીપ પ્રજ્ઞપ્તિમાં મેરુપર્વતના જુદા જુદા સ્તરો અંગે સવિસ્તર ચર્ચા કરવામાં આવી છે. જ (પાઈ)ની કિંમત કાઢવા જૂના કાળથી પાશ્ચાત્યોએ પ્રયત્નો કરેલા એમ ગણિતની તવારીખમાંથી મળી આવે છે. (પાઈ)ની કિમત અંગે જેનોનાં સૂત્રોમાં નીચેના ત્રણ સ્પષ્ટ આંકડાઓ નોંધાયેલા મળી આવે છે: (1) V10; (2) ત્રણ કરતાં જરાક વધારે ત્રિપુi વિરોષમ્ અને (3) 316. ભગવતી સૂત્રમાં (સૂત્ર 91), જીવાજીવાભિગમસૂત્રમાં (સૂત્ર 82 અને 109), જંબુદ્દીપપ્રજ્ઞપ્તિમાં (સૂત્ર 3), તત્ત્વાર્થીધિગમસૂત્રભાષ્યમાં (311) અને બીજા કેટલાક ગ્રંથોમાં પ્રથમ કિમત(10)નો નિર્દેશ માલૂમ પડે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં (36, 59) ની બીજી કિંમત માલૂમ પડે છે. ત્રીજી કિંમત છવાછવાભિગમસૂત્રમાં (સૂત્ર 112) સૂચવાઈ છે. એમ નોંધવામાં આવ્યું છે કે વર્તલના વ્યાસ (diameter) માં ૧૦૦નો વધારો થતાં તેનો પરિધ (Circumference) 316 જેટલો વધે છે. વર્તુળનો પરિધ તેના વ્યાસ પ્રમાણે ફરે છે એ બાબતથી જૈનો અભિન્ન હોવા જોઈએ એમ અનુમાન થાય છે. દિગંબરોના ગ્રંથોમાં જ = 19/6 એમ સમીકરણ આપ્યું છે. જેનોનો ગણિતના વિકાસમાં ફાળો એ વિષય ખૂબ સંશોધન માગે છે. આપણુ અપ્રગટ જૂના ગ્રંથોનું સંશોધન કરી વિશેષ પુરાવો ભેગો કરવાની આવશ્યકતા છે. અત્યારસુધી સારા એવા પ્રયત્નો થયા છે. પરંતુ વિશેષ વ્યવસ્થિત સવિસ્તર સંશોધન ઇચ્છનીય છેઆપણા જુના ભંડારોમાં પડેલી હસ્તપ્રતો અને ગ્રંથો તપાસીને. * જૈનતરોએ (હિંદુઓએ) નાની કિંમત કાઢેલી છે. આ માટે જુઓ ડૉ. દત્તનો લેખ (જર્નલ ઑફ એશિયાટિક સોસાયટી ઑફ બેંગાલ, વૉલ્યુમ 22, 25-42 (1926)). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org