________________
જૈન કવિ શ્રી હેસરવિરચિત થીરગાથા : ગોરા-માદલ-પદમનીકથાૌપઈ : ૨૦૧
પ્રવચન કરતા હતા. તારાચંદ એમની આવી કૃતિઓને સાંભળીને ખૂબ પ્રસન્ન થતો. એકવાર અવસર જોઈ ને એણે કવિ હેમરત્નને વિનંતિ કરી કે તેઓ ચિત્તોડના ઇતિહાસની પદ્મિનીની ગૌરવભરી કીર્તિકથાનું પોતાની હૃદયસ્પર્શી કાવ્યમય વાણીમાં ગાન કરે. તારાચંદની આ પ્રાર્થના ઉપરથી હેમરત્ને આ કાવ્યકૃતિ રચવાની શરૂઆત કરી, અને વિ॰ સં. ૧૬૪૫ના શ્રાવણ શુદ પાંચમના દિવસે એ પૂરી કરી. વિના કહેવા મુજબ આની રચના વખતે મહારાણા પ્રતાપ હયાત હતા.
આ ચૌપઈના રચનાકાલથી આશરે ૨૦-૨૧ વર્ષ પહેલાં અકબરે ચિત્તોડનો સર્વનાશ કર્યો હતો; અને એ દુઃખદ ધટનાની બહુ ઘેરી અસર મેવાડની જનતાના ચિત્ત ઉપર થઈ હતી. ચિત્તોડના પતનથી ૧૧ વર્ષ પછી થયેલ હલ્દીધાટના યુમાં તારાચંદ પણ એક શૂરવીર યોદ્ધા તરીકે હાજર હતો. મહારાણા પ્રતાપના એ સુરક્ષિત પહાડી પ્રદેશના મારવાડ અને ગુજરાતના ધોરી માર્ગ ઉપર આવેલું એ સાડી નગર એક મહત્ત્વનું નાકું હતું. અરવલીનાં દુર્ગમ સ્થાનો અને માર્ગોનું એ પ્રવેશદ્વાર હતું. તેથી એના રક્ષણનો ભાર મહારાણા પ્રતાપે તારાચંદને સોંપ્યો હતો. એ તારાચંદના જ આગ્રહથી, એ સાદડી નગરમાં આ ચૌપઈની રચના થઈ હતી, તેથી આ રચનાનું આ ઐતિહાસિક મહત્ત્વ પણ છે.
કવિ હેમરત્નની આ ચોપઈ ખૂબ લોકપ્રિય થઈ હતી. ચિત્તોડની પદ્મિનીની કથામાં ગોરા અને બાદલની સ્વામિભક્તિનું અનુપમ ઉદાહરણ આવે છે; એમણે 'અદ્ભુત રીતે ચિત્તોડના ગૌરવનું રક્ષણ કર્યું એનું વર્ણન આમાં છે. આ કાવ્યની રચના થઈ તે વખતે જ આની અનેક નકલો થઈ હતી, અને મારવાડ, મેવાડ, માળવા, ગુજરાત વગેરે પ્રદેશોમાં એનો ખૂબ પ્રચાર થયો હતો.
લમ્બોદયકૃત ‘ પદ્મિની-ચરિત્ર-ચઉપઈ
આ ચૌપઈના અનુકરણ રૂપે, પછીથી, બીજા કવિઓએ પણ આ કથાને પોતાની કવિતા-વાણીમાં ગૂંથી છે. એમાં લબ્યોદય કવિએ રચેલી આવી જ એક ‘ પદ્મિની-ચરિત્ર-ચઉપઈ' નામે રચના છે, જે હેમરત્નની રચના બાદ આશરે ૬૦-૬૨ વર્ષ પછી (વિ॰ સં૦ ૧૭૦૬-૭માં) રચાઈ છે. લખ્યોદય પણુ, કવિ હેમરત્નની જેમ, વિદ્વાન જૈન યતિ હતા. તેઓ પણ લોકપ્રિય ધર્મકથાઓને પોતાની કવિતામાં ગૂંથીને ધૌપદેશ વખતે એના ઉપર પ્રવચન કરતા રહેતા હતા. તેઓ ખરતરગચ્છની પરંપરાના યતિ હતા. સંવત ૧૭૦૬-૭માં તેઓ ઉદયપુરમાં ચોમાસુ રહ્યા હતા. એ વખતે એમના ગચ્છના આગેવાન, ઓસવાલ જાતિના, કટારિયા ગોત્રના ભાગચંદે એમને પદ્મિનીની કથાને ચઉપષ્ટમાં ઉતારવાનો અનુરોધ કર્યો. ભાગચંદનો મોટો ભાઈ હંસરાજ ઉદયપુરના મહારાણા જગતસિંહની માતા જંબૂવતીનો કારભારી હતો. ભાગચંદનો એક મોટો ભાઈ ડુંગરસી નામે હતો; એને ધર્મકરણીમાં ખૂબ આસ્થા હતી. એમની પ્રેરણાથી
www
* સંવત સોલઇ સઇ પણયાસ, શ્રાવણ સુદ પંચમી સુવિસાલ | પુહી પીઠી ઘણું પરગડી, સબલ પુરી સોહુઇ સાદડી || ૪ ૩ પૃથવી પરગઢ વાણુ પ્રતાપ, પ્રતપ૪ દિન દિન અધિક પ્રતાપ | તસ મંત્રીસર બુદ્ધિનિધાન, કાવે¢થા કુતિક્ષક નિર્માંન || | || સાંમિ ધરમ ધુર્ં ભામું સાહ, વયરી ભેંસ વિધુંસણુ રાહુ | તપુ લઘુ ભાઈ તારાચંદ, અવનિ જાણિ અવતરિઉ ઇંદ્ર । ૐ ।। બ્રૂય જિમ અવિચલ પાલઇ ધરા, શત્રુ સહુ કીધા ધિરા | તસુ આદેશ લહી સુભ ભાઈ, સભા સહિત પાંમી સુપસાઇ || ૭ ||
Jain Education International
For Private & Personal Use Only
—A પ્રતની પ્રશસ્તિ
www.jainelibrary.org