________________
આ કાવ્યની રચના કવિએ વસ્તુ, દુહા, ચોપાઇ,ઘઉંલ, છપ્પઇ વગેરે છંદમાં કરી છે અને તેમાં કથાનું નિરૂપણ થયું છે તે જોતાં તેને રાસ કે ચોપાઇના પ્રકારની કૃતિ તરીકે પણ કોઇ ઓળખાવે તો તે સ્વાભાવિક છે. એટલે આ કૃતિને કેટલીક હસ્તપ્રતોમાં અંતરંગ ચોપાઇ તરીકે ઓળખવવામાં આવી છે તે પણ યોગ્ય ગણી શકાય. જેમ ત્રિભુવનદીપક પ્રબંધ ઉપરાંત આ કૃતિનાં હંસવિચાર પ્રબંધ, પરમહંસ પ્રબંધ જેવાં નામો પ્રચલિત થયેલાં છે, તેવી રીતે આ કૃતિને માટે પ્રબોધચિંતામણિ ચોપાઈ* જેવું નામ પણ સાંપડે છે.
કવિ જયશેખરસૂરિએ ત્રિભુવનદીપક પ્રબંધની રચના પ્રબોધચિંતામણિ ને અનુસરીને કરી છે અને પ્રબોધચિંતામણિ-ની રચના તેમણે કૃષ્ણમિશ્રકૃત પ્રબોધ ચંદ્રોદયના પ્રતિકારરૂપે લખેલી હોય તેવું પંડિત લાલચંદ ગાંધી વગેરે વિદ્વાનોને જણાયું છે. પ્રબોધ ચંદ્રોદય ની સામે પછીના સમયમાં કવિ પદ્મસુંદરે જ્ઞાનચંદ્રોદય અને વાદિચંદ્રે જ્ઞાનસૂર્યોદય નામનું નાટક લખ્યું છે તેવી રીતે કવિ જયશેખરસૂરિએ પ્રબોધચિંતામણિ અને ત્રિભુવનદીપક પ્રબંધ ની રચના કરી છે. સં. ૧૬૮૫ માં પં. ધર્મમંદિરે ‘મોહ અને વિવેક રાસ' ની રચના કરી છે. તથા દિગમ્બર કવિ બ્રહ્મચારી જિનદાસે પરમહંસ કથાની રચના કરી છે. અને તેના ઉપરથી મરાઠીમાં પંડિત સૂરિજને પણ પરંમહંસ કથા ની રચના કરી છે.* આમ પ્રબોધચિંતામણિ અને ત્રિભુવનદીપક પ્રબંધના આધારે અન્ય કૃતિઓની જે રચના થઇ છે તે ઉપરથી આ રૂપકાત્મક કથાએ તત્ત્વજ્ઞ પંડિત કવિઓનું ધ્યાન કેટલું આકર્યું છે તે જોઇ શકાય છે.
ગુજરાતી ભાષામાં આ કૃતિને પ્રકાશમાં લાવનાર પંદરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્યોના સંપાદક સ્વ. કેશવલાલ ધ્રુવ લખે છે : કવિની પ્રતિભા વસ્તુની ગૂંથણીમાં, પાત્રની યોજનામાં અને રૂપકની ખિલવણીમાં એકસરખી વિજયશાળી નીવડે છે. કાવ્યનો વેગ તથા સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે.’
આ કૃતિનું ત્યારપછી પાઠાંતરો સહિત સંપાદન કરનાર પં. લાલચંદભાઇ ગાંધીએ તેના ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડયો છે. અને તેમણે ત્રિભુવનદીપક પ્રબંધને મધ્યકાળની એક ગણનાપાત્ર કૃતિ ઓળખાવીને લખ્યું છે કે કવીશ્વર જયશેખરસૂરિએ પરપ્રવાદિયોના મિથ્યા વાક્ પ્રહારોના પ્રતિકારરૂપ, લોકપ્રચલિત પાખંડ અને લોકત્તર ધર્મના સત્ય સ્વરૂપને પ્રકાશિત કરનારા સંસ્કૃત પ્રબોધચિંતામણિની અને ગુજરાતીમાં ત્રિભુવનદીપક પ્રબંધની રચના કરી હોય એમ એ ગ્રન્થોનું તુલનાત્મક દ્દષ્ટિએ નિરીક્ષણ કરતાં જણાઇ આવે છે.* મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રૂપકના પ્રકારની જુદીજુદી કૃતિઓની રચના થઇ છે તેમાં ત્રિભુવનદીપક પ્રબંધની પૂર્વે ખાસ કોઇ રચના જોવા મળતી નથી, પરંતુ ત્રિભુવનદીપક પ્રબંધ પછી આત્મરાજ રાસ (કવિ સહજસુંદરકૃત), મોહ વિવેકનો રાસ (સુમતિરંગકૃત), વિવેક વણઝારો (પ્રેમાનંદનકૃત), વ્યાપારી રાસ (જિનદાસકૃત), જીવરામ શેઠની મુસાફરી (જીવરામ ભટ્ટકૃત) વગેરે સળંગ રૂપકના પ્રકારની રચનાઓ થયેલી છે. ડો. ભોગીલાલ સાંડેસરા કહે છે તેમ ગુજરાતીમાં પણ ત્યાર પછી વાણિજયમૂલક અને પાદ્ગુણ્યમૂલક અનેક નાનાંમોટાં
૨૨૦
Jain Education International
શ્રી વિજ્યાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org