SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ આ કૃતિનું ‘અંતરંગ ચોપાઇ' એવું અપર નામ કેટલીક હસ્તપ્રતોના અંતે પુષ્પિકામાં જોવા મળે છે. તે નામ કવિ જયશેખરસૂરિએ આપ્યું છે કે પછીથી કોઇ લહિયાએ કે હસ્તપ્રત તૈયાર કરનારકરાવનાર સાધુ મહાત્માએ આપ્યું છે તે વિશે કશો ખુલાસો સાંપડતો નથી, પરંતુ હસ્તપ્રતમાં આવું નામ અપાયું છે તે ઉપરથી એ નામ પણ કેટલોક સમય પ્રચલિત રહયું હશે એમ માની શકાય. ત્રિભુવન દીપક પ્રબંધ ના આરંભમાં આઠમી કડીમાં કૃતિનાં કથાવસ્તુનો પરિચય આપતાં કવિ નીચે પ્રમાણે લખે છે. : પુણ્ય પાપ બે ભઇ ટલઇ, દીસઇ મુખ યારુ; સાવધાન તે સંભલઉ હરષિ હંસ વિચારુ. ૮ આ ઉપરથી પં. લાલચંદ ભગવાનદાસ ગાંધી કહે છે કે આ દ્વારા ગ્રંથકારે ગ્રંથનું ‘હંસવિચાર’ એવું નામ પણ સૂચવ્યું છે.* ત્રિભુવનદીપક પ્રબંધ નું મુખ્ય પાત્ર પરમહંસ છે. અને કૃતિના સમગ્ર કથાનકનું અંતિમ લક્ષ્ય તે પરમહંસના પદની પ્રાપ્તિનું છે.માટે કદાચ હંસવિચાર એવું કૃતિનું નામ હશે, એમ અનુમાન કરી શકાય. વળી હરિષ હંસ વિચારુ એમ જુદા જુદા શબ્દો લઇ તેનો સામાન્ય શબ્દાર્થ કરવામાં આવે તો હર્ષથી આત્મા સંબંધી વિચાર ચિંતન કરો એવો અર્થ ઘટાવી શકાય. વળી વાચકને હંસ તરીકે સંબોધન કરીને તેને વિચાર કરવા માટે કવિએ ઉદ્બોધન કર્યું છે એમ ઘટાવી શકાય. આમ, કૃતિના નામ તરીકે ‘હંસ વિચાર’ એવું નામ માત્ર તર્ક કરવા પૂરતું સંભવિત લેખાય. ‘હંસ વિચાર’ નામ ઉપરથી જ પંડિત લાલચંદ ગાંધીએ તેમાં સુયોગ્ય સુધારો સૂચવીને કહ્યું છે કે ‘પરંતુ અર્માને પરમહંસ પ્રબંધ -આવું નામ સમુચિત સમજાય છે.’ આમ ત્રિભુવનદીપક પ્રબંધ અંતરંગ ચોપાઇ, હંસવિચાર અને પરમહંસ પ્રબંધ એ ચાર નામમાંથી કવિએ પોતે જ કાવ્યમાં સ્પષ્ટ પણે આપેલું ત્રિભુવન દીપક પ્રબંધ એ નામ જ યોગ્ય છે અને તે જ પ્રચલિત રહ્યું છે. ત્રિભુવનદીપક પ્રબંધની રચના કવિએ કયા સ્થળે કરી હશે અને તે માટે તેમને કેટલો સમય લાગ્યો હશે તેનો કશો નિર્દેશ આ કૃતિમાં નથી. કવિનું વિહારક્ષેત્ર ગુજરાતમાં મુખ્યત્વે પાટણ અને અને ખંભાતની આસપાસ રહ્યું હતું તે જોતાં ગુજરાતમાં કોઇ સ્થળે રહીને તેમણે આ કૃતિની રચના કરી હશે એવું અનુમાન કરી શકાય છે. કવિ શ્રી જયશેખરસૂરિએ એક જ વિષયનું નિરૂપણ કરતી બે કૃતિની રચના કરી છે. સંસ્કૃત ભાષામાં ‘પ્રબોધ ચિંતામણિ' અને ગુજરાતી ભાષામાં ‘ત્રિભુવનદીપક પ્રબંધ’ આ બે કૃતિઓમાથી કઇ કૃતિની રચના તેમણે પહેલી કરી હશે તેનું કોઇ નિશ્રિત પ્રમાણ મળતું નથી, પરંતુ અનુમાન કરી * જુઓ : ત્રિભુવનદીપક પ્રબંધ સંપાદક પં. લાલચંદ ભગવાનદાસ ગાંધી, પૃષ્ઠ ૧૩. ૨૦૨ Jain Education International શ્રી વિજ્યાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230091
Book TitleJayshekharsuri krut Tribhuvan Dipak Prabandh
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages21
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy