________________
(૫) પ્રબોધચિંતામણિમાં મોહરાજાની પુત્રીઓ તરીકે અભિધા, મારિ અને ચિંતા વગેરે અનેક બતાવી છે, જ્યારેત્રિભુવનદીપક પ્રબંધમાં નિદ્રા,અમૃત અને મારિ એ ત્રણ પુત્રીઓ બતાવવામાં આવી છે.
(૬) પ્રબોધચિંતામણિમાં મોહના પ્રધાનનું નામ મિશ્રાદ્દષ્ટિ આપવામાં આવ્યું છે. જ્યારે ત્રિભુવનદીપક પ્રબંધમાં તે મિથ્યાદર્શન આપવામાં આવ્યું છે, જો કે બન્ને શબ્દો એકબીજાના પર્યાય જેવા છે.
(૭) પ્રબોધચિંતામણિમાં મોહરાજા પોતાના રાજ્યની ધુરા પોતાના યુવરાજ વિપર્યાસ ને સોપે છે, ત્રિભુવનદીપક પ્રબંધમાં આ ઘટનાનો નિર્દેશ નથી.
(૮) પ્રબોધચિંતામણીમાં મોહરાજાના ભંડાર તરીકે અકુશલ કર્મનો નિર્દેશ થયો છે, પરંતુ ત્રિભુવનદીપક પ્રબંધમાં સકલ પરિગ્રહ એવું નામ ભંડાર માટે આપવામાં આવ્યું છે. જુઓ : સકલ પ્રરિગ્રહ તિ ભંડારુ. ૬૯
(૯) પ્રબોધચિતાંમણિમાં મોહરાજાના છત્ર તરીકે અસંયમનો ઉલ્લેખ છે, ત્રિભુવનદીપક પ્રબંધમાં છત્રધારક તરીકે અમર્ષ (અમરિષુ) નો ઉલ્લેખ છે. જુઓ:
છત્ર દરઇ અમરિપુ ચઉસાલ...
(૧૦) પ્રબોધચિંતામણિમાં અવિદ્યાનગરીની રખેવાળ પાદરદેવતા છે. જ્યા ત્રિભુવનદીપક પ્રબંધમાં પાદરની રખેવાળી તરીકે મમતાનો ઉલ્લેખ છે. જુઓ :
મમતા પ્રાતણી રખવાલિ ....૫૯
(૧૧) પ્રબોધચિંતામણિમાં અવિદ્યાનગરીના વર્ણનમાં હિંસાગ્રંથરૂપી તળાવ અને હઠવાદરૂપી મહાપાળીનો નિર્દેશ છે, ત્રિભુવનદીપક પ્રબંધમાં કુમતિરૂપી સરોવર અને મિથ્યાત્વરૂપી પાળીનો નિર્દેશ છે. જુઓ :
કુમત સરોવર મિથ્યાપાલિ.૫૯
(૧૨) પ્રબોધચિંતામણિમાં અવિદ્યાનગરીના વર્ણનમાંવ્યાક્ષેપ નામના નગરશેઠનો ઉલ્લેખ છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં નગરશેઠનો ઉલ્લેખ થયો નથી.
(૧૩) પ્રબોધચિંતામણિમાં મોહરાજાના પરિવારના પાખંડી સંસ્તવ નામના પુરોહિતનો ઉલ્લેખ મળે છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં છદ્મ પુરોહિતનો ઉલ્લેખ છે. જુઓ :
છદ્મપુરોહિત સઘલઇ રાજ....૬૭
(૧૪) પ્રબોધચિંતામણિમાં ઘડાનો સંગ્રહ કરનાર શ્રાપ નામનો પાણીનો અધિકારી છે, પ્રેમલાપરૂપી સ્થગિધર, સંચય નામનો ભંડારી વગેરેનો ઉલ્લેખ મળે છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં તેનો
૨૧૦
Jain Education International
શ્રી વિજ્યાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org