SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ઉજજયન્તગિરિની ખરતર વસહી ૨૨માં આવા કેલની સંખ્યા વધારીને પાંચ અને ચારને ગુરુ લઘુ ક્રમ પ્રય છે અને તેમાં છેલ્લે ફરતાં અર્ધકાલની હાર કરી છે. કેલના સંધાન ભાગે છ પાંખડીવાળા બહુ જ સરસ સદાહાગણનાં, સજીવ ભાસતાં, મેટાં ફૂલે છાંટેલાં છે, જેમાંના ઘણાખરાં દુર્ભાગ્યે ખંડિત થયાં છે. આ પ્રકારના છન્દવિન્યાસનું આગળ વધેલું દષ્ટાન્ત તે કેલને સ્થાને, ૧૧૪૯=૯૯ કુંજર ક્ષે સમતલમાં ઉતારીને, તેના સંધાનભાગ ચાર પાંખડીઓનાં પુષ્પોથી ભરી લીધા છે. (ચિત્ર ૨૪). એ જ હૈતવ (motif) અને ન્યાસનું ઝીણવટ ભર્યું, પરિવર્તિત રૂ૫ ચિત્ર ૨૫માં બતાવેલ સમતલ વિતાનમાં જોવા મળે છે. ત્યાં છેવટે ફરતી મણિપટ્ટી કાઢી છે. ચિત્ર ૨૬માં ફરીને ખંડા કેલના પ૪૪ના વિશ્વાસે કરેલ સમતલ વિતાનમાં ગાળે ગાળે વતુંલથી સીમિત કરેલ મોટાં પુષ્પો ઠાંસ્યાં છે. ભમતીના બિલકુલ નૈઋત્ય ખૂણામાં રહેલા (ચિત્ર ૨૭) કાલના ઘટતા ક્રમમાં ઊંડા ઉતરતા જતા ચાર થરોથી સજતી ચાર ઉક્ષિપ્ત લૂમાઓના સંયોજનથી રચાતા આ પાક-નાભિન્દ જાતિને વિતાન તે સોલંકીયુગના કારિગરેને પણ સ્તબ્ધ કરી દે તેવો છે. પ્રત્યેક લૂમાની નાભિમાંથી નીકળતા અણિદાર પાંખડીનાં પદ્મફૂલ, અને છતના વચલા, ઊંચકાઈ આવતા બિ દુમાં કરેલ કમળ પાંખડીઓથી સર્જાતાં કમળફૂલ, તેમ જ કર્ણભાગે ગ્રાસનાં મુખ અને ભદ્રભાગે ચંપાના પાનથી સેહત આ વિતાન પંદરમા શતકના સર્જનમાં તે બેજોડ કહી શકાય તે છે. કોલના થના ઊંડા ઉતરતા જતા વિન્યાસથી સર્જાતા એક ક્ષિપ્ત-નાભિરછન્દ જાતિના વિરલ તાનનું દૃષ્ટાંત ચિત્ર ૨૮માં જોવા મળશે. બહુસંગી કોલના એક પછી એક, ક્ષયક્રમથી, અંદર ઊતરતા જતા કુલ અગિયાર જેટલા થરોથી સર્જાતા આ વિતાનની તો સોલંકી કાળમાંયે જોડી જડતી નથી ! મન્ચીશ્વર ઉદયનના પુત્ર આદ્મભટ્ટ દ્વારા નવનિમિત શકુનિકાવિહાર (ઈ.સ. ૧૧૬ ૬)માં આવા સિદ્ધાન્ત પર રચાયેલા અને ઘણું મોટા વિતાને હતા; (હાલ તે ભરૂચની જુમા મસ્જિદમાં છે); છે તેમાં પણું આટલા બધા પડો યુક્ત અને આવડી સંખ્યામાં થરે લેવાનું સાહસ શિ૯પીઓએ કય હોવાના દાખલા જાણમાં નથી. ઘડીમાં વાદળાંના પટલને પેલે પાર રહેલ લોકાલોકનો પાર પામવા મથતો લાગે, તે ઘડીમાં પાતાળ-પાણીમાં બાઝેલ શેવાળના એક પછી એક થરો વધીને તળિયાને આંબવા યત્ન કરતો હોય એવા વિતાનનું સમગ્ર ભારતમાં આજે તે આ માત્ર દષ્ટાન્ત છે! વસ્તુપાળ-તેજપાળના સમયના, ભાતિગળ અને અતિરિક્ત સૂક્ષ્માતિસૂક્ષમ હોરણી કરનાર શિપીઓ પણ જેના વખાણ કરે તે એક પદ્મનાભ જતિને ચેતાતર વિતાન ચિત્ર ૨૯માં રજકર્યો છે. આની રચનામાં સૌ પહેલાં તે ભારોટથી ઊંડા ઊતરીને સદા સોહાગણના ચેતનથી ધબકતાં, ફૂલોની કિનારી કરી, અંદર ચતુર છન્દમાં ગજલાલુના થરવાળી, પછી વિશેષ ઊંડા ઉતારેલ ચે રસી ન્યાસમાં કોલને થર લઈ, અંદર બનતા ભાંગાયુક્ત ક્ષેત્રમાં ચાર દળવાળી. બહુભંગી, ચાર ઉક્ષિપ્ત લૂમાઓને સંજન, અને વચ્ચે ડૂબકી દેતી ક્ષિપ્ત લૂમાના આવિભવથી પ્રગટતા આ મને રમ વિનાનનાં મૂળ તે સોલંકીકાળમાં છે; પણ દળદાર ચોટદાર કપનામાં તે આની સામે આભૂ-દેલવાડાની જગવિખ્યાત વિમલવસહીને સૂત્રધારે પણ એક કોર ઊભા રહી જાય; અને તાકાતને ભોગ આપ્યા સિવાય નિપજાવેલી સમગ્ર ઘાટની મુલાયમ સફાઈ, લૂમાઓના ઉપસતા કેન્દ્રના કમળામાં અણિદાર પાંખડીઓમાં સિફતથી ઉતારવામાં આવેલ કુમાશ, અને સાહજિક સજીવતાની સામે તે આરાસણના આરસને મીણની જેમ પ્રજી જાણનાર, દેલવાડાની લુણવસહીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230073
Book TitleGirnarastha Kumar Viharni Samasya
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages27
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy