________________
ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા
अहिगयजिण पढम थुई, बीआ सव्वाण तईअ नाणस्स । वेयावच्चगराणं, उवओगत्थं चउत्य थुई । ५२ ॥
देववन्दनभाष्य ॥ અર્થાત–પ્રથમ સ્તુતિમાં વિવક્ષિત કઈ એક તીર્થકરની સ્તુતિ, બીજીમાં સર્વ જિનોની સ્તુતિ, ત્રીજમાં જિનપ્રવચનની અને ચોથીમાં વૈયાવૃત્યકર દેવતાઓનું સ્મરણ.
ઉપર જે સ્તુતિચતુર્વિશતિકાઓની સૂચિ આપવામાં આવી છે તે પૈકી શોભનમુનિકૃત ચતુર્વિ. શતિકાના અનુકરણરૂપ આપણી પ્રસ્તુત ચતુર્વિશતિકા છે એમ તેની સાથે સરખાવતાં સ્પષ્ટ રીતે તરી આવે છે. આ અનુકરણ છન્દ, અલંકાર, વિશેષણ, ભાવાર્થ આદિ અનેક રીતે કરવામાં આવ્યું છે, એટલું જ નહિ, પણ કેટલેક સ્થળે તો વાકનાં અને પદનાં પદ પણ નહિ જે ફેરફાર કરીને જેમનાં તેમ ઉપાધ્યાયજીએ આહરી લીધાં છે. જે આપણે બરાબર તારણ કાઢીએ તો લગભગ ચો ભાગ જેટલી સ્તુતિઓ એવી જ નજરે પડે કે જેમાં શોભનસ્તુતિમાં આવતાં કેટલાંએક વિશેષણે માત્ર શાબ્દિક ફેરફાર કરીને લીધેલાં છે. જોકે છન્દ અને અલંકાર માટે કેઈનો દાવો ન જ હોઈ શકે, છતાં શોભન મુનિએ જે રસુતિ માટે જે છન્દ અને યમકાલંકારનો જે ભેદ પસંદ કર્યો છે તેને જ ઉપાધ્યાયજી પસંદ કરે એ ઉપરથી એટલું તો કહી શકાય કે, તેઓશ્રી સમક્ષ શોભનમુનિકૃત રસ્તુતિઓ જ મુખ્યતયા આદર્શ રૂપ છે. આ પ્રકારની પસંદગીથી ઉપાધ્યાયજીને યમકાલંકારમયી સ્તુતિના નિર્માણમાં તેમ જ શોભનસ્તુતિનાં પદ-વાક્ય-વિશેષણોના આવરણમાં કેવી સુગમતા થઈ છે, એ નીચેનાં ઉદાહરણો પરથી સમજી શકાશે : કાવ્ય
પાદ ८३ १ जलव्यालव्याघ्नज्वलनगजरुग्बन्धनयुधो ८४ १ गजव्यालव्याघ्रानलजलसमिद्बन्धनरुजो ४ ३ पायाद्वः श्रुतदेवता निदधती तत्राब्जकान्ती क्रमौ ४ २-४ सौभाग्याश्रयतां हिता निदधती पुण्यप्रभाविक्रमौ ७२ १ याऽत्र विचित्रवर्णविनतात्मजपृष्ठमधिष्ठिता ७२ १-२ चक्रधरा करालपरघातबलिष्ठमधिष्ठिता प्रभा
सुरविनतातनुभवपृष्ठमनुदितापदरं गतारवाक् १७ १ सुमते सुमते १८-४ विभवाः विभवाः १७ १ सुमति सुमति १७-४ विभवं विभवं २४ १ गान्धारि वज्रमुसले जयतः समीर २४ ३ गान्धारि वज्रमुसले जगती तवास्याः ३७ १ जयति शीतलतीर्थकृतः सदा
१ जयति शीतलतीर्थपतिर्जने ७३ १ नुदंस्तनुं प्रवितर मल्लिनाथ मे .
१ महोदयं प्रवितनु मल्लिनाथ मे ६६ १ व्यमुचच्चक्रवतिलक्ष्मी. ६६ ३ विगणितचक्रवत्तिवैभवं०
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org