SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ-સંપાદનનું દુષ્કર કા* અહીયાં વિદ્વાન વક્તાઓએ જે કંઈ કહેવુ જોઈ એ તે ધણું કહ્યું છે. બહુ` કહેવાનું રહેતું નથી. તેમાં પણુ મારે શું કહેવુ' એ એક મેાટો પ્રશ્ન છે. હું તેા ઇચ્છું કે અમે જે આ કામ કરીએ છીએ તેમાં અમારી ત્રુટિ કર્યાં છે તે સૂચવનાર અમને મળે. મહેનત તેા ધણી કરવામાં આવી છે. તેમ છતાં પ્રસંગે પ્રસંગે વિચારવામાં આવે ત્યારે ત્રુટિ એટલી બધી દેખાય છે કે આટલા મહાભારત કામને નિર્દોષ કેવી રીતે પાર પાડવું તે પણ સામે એક મોટો પ્રશ્ન છે. તેમ છતાં આજે કેટલાંક સાધનેને લીધે, પ્રાચીન ભંડારાનાં અવલાકનાને લીધે, સાહિત્યની આલેાચનાને લીધે, અને વિદ્વાનેાના સમાગમને લીધે જે કંઈ સ્ફૂર્તિ જીવનમાં જાગી છે તેને ઉપયાગ અહી કરી લેવા, એ દૃષ્ટિએ આ પ્રવૃત્તિ હાથ ધરી છે. દુનિયાના વિદ્વાન ઉપર નજર કરીએ ત્યારે અમારું સંપાદન પૂર્ણ છે, એમ કહેવાની અમે હિંમત નથી કરતા. જોકે આ કામ હું એકલા નથી કરતા; બધા જાણતા હાય કે હું આ કામ એકલા કરું છું, તેમ છતાં પણ એમાં મારી સાથે આત્મીય ભાવે કામ કરનાર ઘણા મિત્રો છે: દલસુખભાઈ, ૫. અમૃતલાલ વગેરે ઘણા ઘણા એવા વિદ્વાનેા છે, જેઓ આ કાર્યમાં રાતિદવસ રચ્યાપચ્યા રહે છે. એને લઈ તે મારા ભાર એ થઈ જાય છે. છેલ્લાં વર્ષોમાં મારી આંખેા મેતિયાને લીધે અસમર્થ હતી. તે વેળા આ વિદ્વાનેએ જ કામને વેગ આપ્યા હતા. સાત વર્ષ વહી ગયાં. સાઠની સાલથી આ વિચાર થયા હતા. આટલાં વર્ષોમાં એક જ વોલ્યુમ બહાર પડયું. આથી એવે વિચાર આવે કે સાત વર્ષમાં એક જ વેલ્યુમ બહાર પડયું, તેા બધું કામ કયારે પાર પડશે ? બીજી તરફ ષ્ટિ કરવામાં આવે તે એક એક વિષય પર આજે વિદ્વાના જે વિચારે છે, એ વિચારવાના સમય નથી, કામ ધણું મેટું છે, એટલે અમે મર્યાદા નક્કી કરી આગમે તૈયાર કરીએ છીએ. ડૉ. શુશ્રીગ, ડૉ. લેયમન, ડો. આસડૉ એ બધાએ આગમા વિષે ધણું વિચાર્યું છે. હમણાં ડૉ. આલ્પ્સડાના બે આર્ટિકલ્સ આવ્યા છે. એક તેા થીપરિન્ના વિષે હતા. આ ફ઼િટિકલ પ્રકાશન ત્યાંના જર્નલમાં પ્રકાશિત કર્યું હતું. આ લેખને ગુજરાતી અનુવાદ મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ અંકમાં હતા. થીપરિન્દા વિષે જૈન સાધુને પૂછવામાં આવે તાપણ તે બતાવી નહીં શકે કે તે * શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની મૂલ આગમસૂત્રો પ્રકાશિત કરવાની યેાજના મુજબ શ્રી જૈન આગમ ગ્રંથમાલાના પ્રથમ ગ્રંથ ‘નંદ્રિમુત્ત અનુગોગારાવું ન 'ના પ્રકાશન સમારોહ પ્રસંગે આપેલ પ્રવચન. અમદાદ, તા. ૨૬-૨-૧૯૬૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230026
Book TitleAgam Sampadan nu Dushkar Karya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy