SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ તરફ જોતાં ભારતવાસીઓ આધ્યાત્મને જે વરૂપે ઝીલવું જોઈએ તે સ્વરૂપે ઝીલી શકતા નથી. માટે રાષ્ટ્રના નવસર્જકોને અમારી સમયસરની ચેતવણી છે કે તેઓ ભારતની સંસ્કૃતિના પાયારૂપ આધ્યાત્મવાદને કદી ન ભૂલે ! અલબત્ત, દેશકાળને લક્ષમાં રાખીને રાષ્ટ્રઘડતરમાં જે ફેરફાર કરવા ઘટે તે સામે કોઈને પણ વાંધો ન હોય, પરંતુ મૂળભૂત સિદ્ધાંતોને બાજુ પર રાખીને કેવળ જડવાદને જ જે સ્થાન આપવામાં આવશે તો એક દિવસ પસ્તાવાનો પ્રસંગ આવ્યા વિના રહેશે નહિ. ભારતવર્ષની ભૂતપૂર્વ ભાવનાઓને લક્ષમાં લઈને જે રાષ્ટ્રનું ઘડતર થશે તો જ વ્યક્તિગત જીવનને ઘડવાનું કાર્ય સરલ થશે. રાષ્ટ્રઘડતરની સાથે વ્યક્તિગત ઘડતર ગાઢ સંબંધ ધરાવે છે. રાષ્ટ્રના ઘડવૈયા આ નક્કર સત્ય ન ભૂલે ! સમાજ-જીવન અને વ્યક્તિગત જીવન ઉભય એકબીજા પર નિર્ભર છે. વ્યક્તિઓનું સંગઠન એનું જ નામ સમાજ છે. સામાજિક જીવનનો વિકાસ અગ્રગણ્ય વ્યક્તિઓનાં જીવન પર રહેલો હોય છે. આજે મનુષ્યોને પરિમિત વિચારોમાં જ બંધાઈ રહેવું પાલવે તેમ નથી. પરંપરાથી ચાલ્યા આવતા શુષ્ક વિધાનો તેમ જ સંપ્રદાયો અને વાડાઓનાં બંધનો આજે બહુધા કોઈને પણ ચતા નથી. કારણ કે આજની પ્રજાનું માનસ ઉત્તરોત્તર બુદ્ધિ-પ્રધાન બનતું જાય છે. પ્રજાનું સમન્વય કરવા તરફ એની વિશાળ દૃષ્ટિ અને બુદ્ધિ ગતિ કરી રહેલાં હોય એમ સમજી શકાય છે.. આવા સંક્રાન્તિના સમયે એક વસ્તુ ખાસ લક્ષમાં રાખવાની છે કે ભારતીય જનતાનાં જીવનમાં મૂળથી જ રહેલાં ધર્મ અને સંસ્કૃતિનાં તત્વોનો નાશ ન થાય એ દષ્ટિએ જે રાષ્ટ્રના ઘડવૈયાઓ પ્રજાજીવનને ઘડવાનું કાર્ય કરશે તો ભારતવર્ષ ફરી એકવાર આખી દુનિયામાં પોતાની સંસ્કૃતિને પ્રકાશમાં આણુવા શક્તિમાન થશે. 1 */ . છે પર / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.211188
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorKalyanchandraji
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages4
LanguageHindi
ClassificationArticle & Culture
File Size266 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy