________________
‘તત્ત્વાર્થશ્રદ્દાનમૂ—સમ્યવર્ણનમ્' એટલે શું?
શ્રી ‘ સંતમાલ’
'
ઉમાસ્વાતિવાચકે તત્ત્વાર્થાધિગમ સૂત્ર રચ્યું છે. જેમાં જૈન આગમોનું સુંદર અને સંક્ષિપ્ત દોહન છે. તે સંસ્કૃતભાષીય ગ્રંથરત્નમાંનું એક સૂત્ર આ છે : ‘ તત્ત્વાર્થશ્રદ્ધાનમ—સમ્યગ્દર્શનમ્.’ આમાં એકલા તત્ત્વપરની શ્રદ્દાને બદલે તત્ત્વ અને તત્ત્વનો અર્થ એ બન્ને પરની શ્રદ્દાની મુખ્ય વાત છે. તત્ત્વ ભલે ત્રિકાલાબાધિત હોય, પણ તત્ત્વને નિરૂપતા અર્થો નિરંતર બદલ્યા જ કરે છે. તત્ત્વ ભીતરી વસ્તુ છે, જ્યારે અર્થોનો આધાર મોટે ભાગે બહારના સંયોગો ઉપર છે. દા॰ ત॰ શરીરરક્ષણને જો તત્ત્વ ગણીએ તો ટાઢમાં ગરમ કપડાં અર્થ થઈ શકે પણ તાપમાં ગરમ કપડાંનો ત્યાગ એ જ અર્થ થઈ શકે. માનવની એક પ્રકૃતિ એવી જાણે કુદરતી જેવી થઈ પડી હોય છે કે જે અર્થના આગ્રહોને તો ત્રિકાલાબાધિતની જેમ વળગી રહે છે, પણ તત્ત્વના આગ્રહોની પરવાય કરતી નથી. આથી જ જૈનધર્મ જેવો વિશ્વધર્મ કેટલા બધા સંકુચિત અને વિવિધ વાડાઓમાં પુરાઈ ગયો છે ! જૈનો ખોલે છે. ‘કેવલીપ્રધર્મનું હું શરણ લઉં છું.’ પણ વ્યવહારમાં એકાંતવાદી જ બની જતા હોય છે. નહિ તો જે સમકિતમાં વિશ્વવિશાળદષ્ટિ પ્રાપ્ત થાય છે, તે જ સમકિતને નામે પોતપોતામાં કૂતરાંબિલાડાંની જેમ કાં બાઝી મરે !
Jain Education International
કૈવલીપ્રશ્નધર્મમાં કેવલી તરીકે જોઈ એ તો મરુદેવી માતા પણ આવે અને ભરત ચક્રવર્તી પણ આવે. એક હાથીની અંબાડી ઉપર બેઠાંબેઠાં કૈવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, ખીજો આરીસાભવનમાં શરીર સજાવટ કરતાં કરતાં કૈવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ બન્ને કેવલીઓનાં સાધનો કેવાં હતાં? એક તો આશ્રમ તરીકે ગૃહસ્થાશ્રમ અને ખીજું વિલાસવૈભવની રાજ્યસામગ્રી. આથી જ જૈનાચાયોંએ ગાયું: ભાવ એ જ પ્રધાન વસ્તુ છે અને તે ઝરો બહાર નથી, ભીતરમાં છે.’ એ ભીતરનો ઝરો જાગ્રત કરવા માટે પ્રવ્રજ્યા અંગીકાર કરો અથવા ગૃહસ્થાશ્રમમાં રહો. સ્થૂળ ત્યાગ કરો વા ન કરો. અંતરની ગાંઠ મુખ્યત્વે છોડો. નહિ તો બહારની છોડેલી ગાંડો પણ વધુ બાંધી દેશે તે રખે ભૂલતા. સાધુ થયેલો માનવી પણ અંતરની ગાંઠ મજબૂત થાય તો ચંડકોશિક જેવો સŃજન્મ સાધુપણાને અંતે પામે છે અને એક દેડકો પણ અંતરની ગાંડ છૂટતાં આત્મજ્ઞાનને પંથે તરત પડી જાય છે. જે તત્ત્વજ્ઞાન દેડકા અને વિષધર નાગ લગી મુક્તિમાર્ગ મોકળો કરાવી શકે, જે તત્ત્વજ્ઞાન દરરોજ સાત સાત ખૂન કરતા અર્જુન માળીને વીતરાગદર્શનમાત્રથી સમકિત અપાવી શકે, તે તત્ત્વજ્ઞાન માત્ર અમુક જ વાડાના માનવીઓ માટે હોઈ શકે એ વાત કેટલી એહૂદી છે! ગઈ કાલે એક જૈનમુનિરાજને હું મળ્યો. વાતવાતમાં તેઓ કહે : ‘ ખીજું તો ઠીક; વીતરાગને ન ભૂલશો.’હું સમજી શકયો છું કે સર્વધર્મપ્રાર્થનામાં મહાવીરની સાથે બીજા ધર્મસંસ્થાપકોનાં નામો ઘણા જૈન ભાઈબહેનોને ગમતાં નથી. જો કે એમાં તો મુખ્ય ગુણની પાસે જ તે તે ધર્મસંસ્થાપકનું નામ મુકાયું છે અને અહિંસાની દૃષ્ટિએ એ સર્વોપરી ગુણ પાસે મહાવીરનું નામ સૌથી પ્રથમ મુકાયું છે છતાં આમ થાય છે. ગુણપૂજાની દૃષ્ટિએ ‘ સર્વ સાધુઓને નમસ્કાર ‘એમ રોજ પંચપરમેષ્ઠી પદમાં ઉચ્ચારતાં
આ ભાઈબહેનો એના મૂળ સત્યને જ કેમ ભૂલી જાય છે ? યોગીશ્વર આનંદઘનજીને વારંવાર યાદ કરતાં તેઓ ‘ ષડ્દર્શન જિન અંગ ભણીને 'વાળું સ્તવન કેમ આચરતાં નથી ? અને કાંતવાદની વાતો કરતાં તેઓ બીજા ધર્મોની ઇમારતના વીકાર ઉપર જ જૈન ધર્મનો વિશ્વધર્મધ્વજ ટકી શકે, તે તત્ત્વ કેમ ભૂલી જાય છે? કારણ કે તેમણે માની લીધું છે કે · પોતે માનેલાં આગમો સિવાય બીજા કોઈ આગમો નથી
་
For Private & Personal Use Only
www.jainelibrary.org