________________
વજકુમાર
અંતે તે રાજા પાસે ગઈ અને વિનંતી કરી, “મહેરબાની કરીને મને મારો દીકરો પાછો મેળવવા મદદ કરો. મારા પતિ સાધુ થઈ ગયા છે, અને હું એકલી જ છું. એ મારું એકનું એક સંતાન છે. તેમને કહો કે મારો દીકરો મને પાછો આપે.”
રાજાએ સુનંદા પાસેથી આખી વાત સાંભળી. તેણે કહ્યું, “શું બન્યું છે તે મને જાણવા દો. હું તમને થોડા સમયમાં જણાવીશ.” રાજાએ પરિસ્થિતિની તપાસ કરી તો જાણવા મળ્યું કે પોતાનો દીકરો સતત રડ્યા કરતો હતો તેથી સુનંદાએ પોતાની ઇચ્છાથી પોતાનું બાળક આપી દીધું હતું.
રાજાએ સુનંદાને બોલાવી અને કહ્યું, “સુનંદા, જ્યારે મુનિ ધનગિરિ તારે ઘેર ગોચરી માટે આવ્યા હતા ત્યારે તે તારી પોતાની ઇચ્છાથી જ બાળક આપી દીધું હતું, કારણ કે તું તારા બાળકથી કંટાળી ગઈ હતી. એકવાર તમે આપી દીધેલી વસ્તુ પાછી ના મળે.”
સુનંદાએ કહ્યું, “અરે રાજાજી, આમ વાત નથી, આ મારું પોતાનું લોહી માંસ છે અને તે એક જ મારી આશા છે. કંઈક કરો અને મને મારું બાળક પાછું અપાવો. હું તેના વિના રહી નહિ શકું.” રાજા તેના અવાજમાં રહેલી માની મમતા તથા નિષ્ઠા સમજી શકતા હતા. એ પણ ગુંચવાઈ ગયા. અંતે તેમણે સુનંદાને કહ્યું, “હું તને અને મુનિ ધનગિરિને દરબારમાં બોલાવીશ. વજકુમારને જેની સાથે રહેવું હશે તે તે જ નક્કી કરશે. બરાબર છે ને?” સુનંદાએ કહ્યું, “હા સરકાર.”
Y
ogi Sari Dj
|
ઉDઝ
મુનિ ધનગિરિને પોતાના બાળકને વહોરાવતી સુનંદા
જૈન કથા સંગ્રહ
119