________________ રાજા શ્રેણિક અને રાણી ચલણ બહુ દુઃખ થયું. તેઓ જ્યાં યમધર સાધુ ધ્યાન ધરતા હતા ત્યાં રાજાને લઈ ગયા. મરેલા સાપને કારણે કીડીઓ અને બીજા જીવજંતુ સાધુના શરીર પર ચઢી ગયા હતા પણ સાધુ સહેજ પણ ડગ્યા ન હતા. એ દંપતિ સાધુની અમર્યાદિત સહનશક્તિના સાક્ષી બન્યા. રાણીએ ખૂબ સાચવીને સાધુના શરીર પરથી કીડીઓ વગેરે દૂર કર્યા અને તેમના શરીર પરથી મરેલા સાપને દૂર કર્યો. કીડીઓને કારણે લાગેલા ઘા સાફ કર્યા. ચંદનનો મલમ લગાવ્યો. થોડા સમય પછી યમધરે આંખો ખોલી અને બન્નેને આશીર્વાદ આપ્યા. પોતાને તકલીફ આપનાર રાજા કે પોતાના દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરનાર રાણી બન્ને વચ્ચે કોઈ ભેદભાવ ન જોયો. આ જોઈ ધ્યાનસ્થ અવસ્થામાં પીડાની અવગણના કરતા જૈન સાધુ રાજા શ્રેણિક તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા અને કબૂલ થયા કે જૈન સાધુ કોઈપણ પ્રકારના બંધન કે ગમા-અણગમાથી પર હોય છે. આમ રાણી ચેલણા સાથે રાજા શ્રેણિક પણ જૈનધર્મ અને ભગવાન મહાવીરના પરમ ભક્ત બન્યા. જો ઉચ્ચકક્ષાની તપશ્ચયૉ અનૅ ભક્તિ ન કરી શકતા હોય તો જે વધુ ધર્મિષ્ઠ છે તેના મનોબળ સ્મને ભક્તિમાં શંકા ન ક૨વી જોઈએ. ખબર તો આવા વ્યક્તિ પ્રત્યે ઊંચો આદરભાવ હોવો જોઈએ. આવા માણસોને પીડા અને તકલીફો આપવા કરતાં તેમની સેવા કરવી તથા મદદરૂપ થવું મહત્ત્વનું છે. આ કાર્યા તમારા ખરાબ કર્માને અટકાવશે. બીજાના સગુણોને સ્વીકારશે અને તેની કદર કૉં. | જૈન કથા સંગ્રહ 109