________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ પણ એની મુલાકાત લેવાનું નક્કી કર્યું. આનંદ પોતાના આધ્યાત્મિક ગુરુ ગૌતમસ્વામીને જોઈ ખુશ થયા. તપને કારણે તે ખૂબ જ અશક્ત હોવા છતાં ગૌતમસ્વામીને પ્રેમથી આવકાર્યા. ગૌતમસ્વામીએ તેને શાતા પૂછી. પછી તેને મળેલ ખાસ આગવી અવધિજ્ઞાનની શક્તિ વિશે પૂછ્યું. આનંદે ખૂબ વિવેકથી જવાબ આપ્યો, “આદરણીય ગુરુદેવ, મને જે આગવી શક્તિ મળી છે તેને આધારે હું ઉપર સૌથી પહેલું સ્વર્ગ અને નીચે સૌથી પહેલું નર્ક જોઈ શકું છું.” ગૌતમસ્વામીએ આનંદને સમજાવ્યું, “સામાન્ય માણસ અવધિજ્ઞાનની આગવી શક્તિ મેળવે તો પણ આટલું વ્યાપક જોઈ ન શકે. માટે આવા વિશાળ દર્શનની કલ્પના તું કરે છે પણ સત્ય ન હોય માટે તારે પ્રાયશ્ચિત્ત કરવું પડે.” આનંદ મુંઝાયો, પોતે સમજે છે કે એણે જે કહ્યું છે તે સત્ય જ છે, છતાં ગુરુદેવ તેના સત્ય પર વિશ્વાસ નથી કરતા અને પ્રાયશ્ચિત્ત કરવાનું કહે છે. તેણે ફરી ખૂબ જ નમ્ર ભાવે ગૌતમસ્વામીને પૂછ્યું, “કોઈએ સત્ય બોલવા માટે પ્રાયશ્ચિત્ત કરવું પડે?” ગૌતમસ્વામી પણ મૂંઝાયા અને જવાબ આપ્યો,” સત્ય બોલવા માટે કોઈએ પ્રાયશ્ચિત્ત ન જ કરવાનું હોય.” તેઓ આનંદના ઘરેથી નીકળીને ભગવાન મહાવીરસ્વામીને પૂછવા માટે ચાલ્યા. ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરસ્વામી પાસે આવીને વંદન કરીને આનંદની આગવી શક્તિ વિશે પૂછ્યું. ભગવાન મહાવીરે જણાવ્યું. “ગૌતમ, આનંદ સાચું જ કહે છે. એણે સાચા અર્થમાં વ્યાપક સ્વરૂપમાં અવધિજ્ઞાન મેળવ્યું છે. સામાન્ય માણસ ભાગ્યે જ આવી શક્તિ અને જ્ઞાન મેળવી શકે માટે તારે તારી ભૂલ માટે પ્રાયશ્ચિત્ત કરવું પડે.” ગૌતમસ્વામીએ પોતાની ગોચરી એક બાજુ મૂકીને તરત જ આનંદ પાસે તેની પ્રમાણિકતા અને સચ્ચાઈ માટે શંકા કરી તેની માફી માગવા પાછા ગયા. જૈનધર્મની એવી ખાસિયત છે કે ગુરુ પણ શિષ્ય પ્રત્યે ભૂલ કરે તો શિષ્યની માફી માંગે અને સાધુ સામાન્ય માણસ પ્રત્યે ભૂલ કરે તો તેણે સામાન્ય માણસની પણ માફી માંગવી પડે. પાછલી જિંદગીમાં મૃત્યુ ન આવે ત્યાં સુધી આનંદ ઉપવાસ પર જ રહ્યા. મૃત્યુ બાદ સ્વર્ગમાં સૌધર્મ દેવલોકમાં જન્મ્યા. સ્વર્ગની અવધિ પૂરી કરશે એટલે તે ફરી માનવ અવતાર લેશે અને મુક્તિ મેળવશે. જૈન ધર્મનાં અાચા૨ના નયમો પ્રમાણે માનવજીવનમાં આપણે ભાર વ્રતનું પાલન કરવું જોઈએ. ગૃહથ-શ્રાવકને સત્રમાં રહેલી દઢ શ્રદ્ધાની આ વાત છે. વળી આ વાત બતાત્રે છે હૈં ગૌતમ૨વામી ભગવાન મહાવીરના સાદા, નમ્ર અને સાચા અનુયાસી હતા. જયા૨ે ભગવાને તેમની ભૂલ બતાવી ત્યારે સહેજ પણ હચકચાટ અનુભવ્યા વગર તે આનંદ પાલ્સે ગયા અને પૉર્ન મહાવીર સ્વામીના પટ્ટ શિષ્ય હોવા છતાં આનંદ શ્રાવકની માફી માંગી. ભગવાન મહાવીર પણ ઠેટલા ભેદભાવરહત હતા તે પણ આ વાત પરથી જાણી શકાય છે. કારણ કૈં ગૌતમ૨વામી ઍમના પટ્ટ શિષ્ય હોવા છતાં તેમની ભૂલૉન્ને છાવતા નથી. પણ સત્યનો પક્ષ લઈ ગૌતમસ્વામીને ઍમની ભૂલ સમજાવે છે. (102 જૈન કથા સંગ્રહ