________________ તીર્થકરો શારીરિક યાતનાના આ સમગ્ર સમય દરમિયાન પાર્શ્વનાથ ઊંડા કાઉસગ્નમાં જ હતા. તેથી તેમને મેઘમાલીનો ઉપદ્રવ કે ધરણંદ્રનું રક્ષણ એ બન્ને પ્રસંગો સમાન હતા. સંપૂર્ણ સમતાનો ગુણ વિકસાવ્યો હોવાથી ધરણંદ્ર પ્રત્યે પક્ષપાત ન હતો કે ન હતી મેઘમાલી પ્રત્યે ધૃણા. આત્માની ઉત્કૃષ્ટ શુદ્ધતાને વિકસાવતા તેઓ આખરે પોતાના સંસાર ત્યાગના 84 મા દિવસે કેવળજ્ઞાની એટલે સર્વજ્ઞ બન્યા. આ દિવસ ફાગણ વદ (એપ્રિલ માસ) ચોથ હતી. શરણંદ્ર ભગવાન પાર્શ્વનાથનું રક્ષણ કરે છે તેઓએ ચતુર્વિધ જૈન સંઘની સ્થાપના કરી સાચા ધર્મનો સહુને ઉપદેશ આપ્યો. તેઓ જૈનધર્મના 23 મા તીર્થંકર બન્યા. તેમના ઘણાં અનુયાયીઓ હતા. દસ ગણધર હતા. તેમના માતા-પિતા તથા પત્ની પણ સંસારનો ત્યાગ કરી સાધુ-સાધ્વી થયાં. બિહારમાં આવેલા જૈનોના પવિત્ર એવા સમેતશિખરમાં 100 વર્ષે તેઓ નિર્વાણ પામ્યા. ભૌતિક પદાર્થોનું પરિગ્રહણ તથા સાંસારિક સંબંદ્યો પ્રચૅના રાગ સામે તથા લોકો સાથેના વૈરાગ્ય અને અહિંસાના ઉત્કૃષ્ટ પાલનનું ઉદાહરણ ભગવાન પાર્શ્વનાથનું જીવન છે. આત્મ સાક્ષાત્કાર માર્ટ આ પાયાના ગુણો છે. મંત્ર અને દુશ્મન માટે દટામાં માથ્થરથ ભાવ કેમ રાખવો તે આચરણમાં કરી બતાવ્યું. કૉઈનું આપણા તરફનું ખરાબ વર્તન માપણા જ પૂર્વ કર્મનું પરિણામ હશે એમ વિચારીઍ તો આપણૉ ઍ વ્યક્તિ પ્રત્યે દુભવ ન થાય. જૈન કથા સંગ્રહ