________________
13
વર્તમાનમાં દૂધ અને દૂધજન્ય ડેરી પદાર્થો, પ્લાસ્ટિક, થર્મોકોલ, રેશમ અને ઊન કે જેના ઉત્પાદનમાં એટલી બધી ક્રૂરતા આચરવામાં આવે છે કે તે ક્યારેય આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં સહાયક થઈ શકે તેમ નથી. આપણે પ્રભુની પૂજા, આરતીમાં ઉપયોગમાં લેવામાં આવતા દૂધ, ઘી અને મીઠાઈ અંગેના રિવાજનું આજના સંજોગોને ધ્યાનમાં રાખીને પુનર્મુલ્યાંકન કરવું જરૂરી છે.
આ કારણથી આપણે આપણા રીતરિવાજમાં દૂધના બદલે શુદ્ધ પાણી કે સોયાદૂધ કે બદામનું દૂધ, ઘીના બદલે શુદ્ધ વેજીટેબલ તેલનો દીવામાં ઉપયોગ કરવો જોઈએ. વિવિધ મીઠાઈ માટે સુકા મેવાનો કે સિંગદાણા વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. આપણા રોજિંદા ખોરાકમાં અને ધાર્મિક તહેવારોના જમણમાં સ્વસ્થ આહાર તરીકે શુદ્ધ વનસ્પતિજન્ય વિગન) આહારનો ઉપયોગ કરવો જોઈએ.
ઉત્તર અમેરિકામાં મોટા થયેલા બધા જ જૈન યુવાનો (યંગ જૈન એસોસિએશન અને યંગ જૈન પ્રોફેસ્નલ) સ્વીકારે છે કે ડેરી ઉદ્યોગમાં ગાયો ઉપર ભયંકર કુરતા આચરવામાં આવે છે અને ભયંકર અત્યાચાર કરવામાં આવે છે માટે ધાર્મિક તહેવારોમાં જમણવારમાં દૂધ કે ડેરી પેદાશનો ઉપયોગ કરવો તે સ્પષ્ટ રીતે જૈન ધર્મના મૂળ પાયાના સિદ્ધાંત અહિંસા, અચૌર્ય, અદત્તાદાનવિરમણ તથા કરૂણાનો ભંગ કરનાર છે. જો આપણે ઉપર બતાવેલ રીતરિવાજોમાં પરિવર્તન કરીશું તો આપણા યુવાનો પણ તેને સારી રીતે અનુસરશે અને આપણી કદર કરશે.
ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ કહે છે કે અમેરિકાની કુલ વસ્તીના ૨% ટકા અર્થાત ૬૦ લાખ અમેરિકનો માત્ર નૈતિકતાના ધોરણસર વિગન છે. અમેરિકામાં જન્મેલા/મોટા થયેલા ૧૦% થી ૧૫% ટકા જૈન યુવાનો ચુસ્ત શાકાહારી અર્થાત વિગન છે. જ્યારે અમેરિકાના પુખ્ત વયના ઈમીગ્રંટ જૈન વ્યક્તિઓ માત્ર ૦.૫% ટકા વિગન છે. આ બતાવે છે કે જૈન વિદ્વાનો અને પુખ્તવયના જૈનો કરતાં અમેરિકાના જૈન યુવાનો વધુ સમજદાર, જાણકાર અને આધ્યાત્મિક છે અને ડેરી ઉદ્યોગમાં આચરવામાં આવતી ફુરતા પ્રત્યે સભાન અને ગંભીર છે.
ટૂંકમાં, આપણે ચોક્કસ કહી શકીએ કે સમગ્ર વિશ્વમાં ૯૮% ટકા કરતાં વધુ દૂધ-ઉત્પાદનમાં ગાય-ભેંસને ભયંકર રીતે રિબાવવામાં કે દુ:ખી કરવામાં આવે છે અને ફક્ત પાંચ વર્ષની ઉંમરમાં તેની દૂધઉત્પાદનની ક્ષમતા ઓછી થતાં કે વસુકી જતાં તેને કતલખાને ધકેલી દેવામાં આવે છે.
મહેરબાની કરી માતૃત્વના કુદરતી નિયમ ઉપર વિચાર કરશો અને તમારા પોતાના માટે દૂધ અને ડેરીની અન્ય ચીજોનો ઉપયોગ કરવો કે નહિ તે નક્કી કરશો.
મહેરબાની કરી તમે તમારો અભિપ્રાય સંainaedu@gmail.com ઉપર આપશો.
મારા આ લેખના કારણે જે લોકોની લાગણી દુભાઈ હોય તો તેઓની માફી માગું છે.
મિચ્છા મિ દુક્કડમ
પ્રવિણ કે. શાહ
001-19-859-4994 અમેરિકા