________________
તેમાંથી પુનઃ નવું થર્મોકોલ બનાવી શકાય છે પરંતુ તેની કિંમત નવા થર્મોકોલના જેટલી જ થતી હોવાથી મોટા ભાગે કોઈ તેમ કરતું નથી.
પ્લાસ્ટિકની વાતાવરણ ઉપર થતી અસર: આજે આપણે પ્લાસ્ટિક યુગમાં જીવીએ છીએ. પ્લાસ્ટિકની થેલી, બોક્સ, બાટલી વગેરે વસ્તુ ભંગાર ખાતે કાઢી નાખવામાં આવે છે અને તે જંગલ, નદી, સમુદ્ર, ઉકરડામાં નાખી દેવામાં આવે છે. તેમાંની કેટલીકને રિસાયકલ કરી ફરી ઉપયોગમાં લેવામાં આવે છે. પ્લાસ્ટિકનો વપરાશ વધ્યો હોવાથી અને અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો ન હોવાથી તેને રિસાયકલ કરવા માટેનો પ્રયત્ન અસરકારક કે પરિણામકારક નથી.
પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ નથી પરંતુ ફોટોડિગ્રેડેબલ છે. ફોટોડિગ્રેડેબલ એટલે કે સૂર્યના પ્રકાશમાં લાંબો સમય સુધી રહે તો તેનું સૂક્ષ્મ રજકણોમાં રૂપાંતર થઈ જાય છે પરંતુ પ્લાસ્ટિકનો મોટાભાગે સંપૂર્ણપણે નાશ થઈ શકતો નથી. પ્લાસ્ટિકનું સૂક્ષ્મ રજકણો રૂપે અસ્તિત્વ કાયમ રહે જ છે. આ રજકણો અન્ય પદાર્થોમાં સહેલાઈથી ભળી જાય છે અને સતત તેમાંથી ઝેરી પદાર્થો ઉત્સર્જિત થતા રહે છે. તેના દ્વારા જમીન, હવા અને પાણી પ્રદૂષિત થતું રહે છે. આ પ્લાસ્ટિકના રજકણો આહાર અને પાણીમાં ભળવાથી પશુ-પ્રાણીઓને બહુ નુકશાન પહોંચાડે છે. પ્લાસ્ટિકને રિસાઈકલ કરવા માટે ઘણી ગરમી અને વિજળી જોઈએ છે.
પ્લાસ્ટિક સામુદ્રી જીવો માટે પણ ખતરનાક છે. સમુદ્રમાં એક ચોરસ માઈલે ૪૬,000 પ્લાસ્ટિકના ટૂકડા તરતા હોય છે. તે કારણથી લાખો સામુદ્રી જીવો, હેલ માછલીઓ, સીલ માછલીઓ, ડોલ્ફિન અને દરિયાઈ કાચબા પ્લાસ્ટિક કચરાના કારણે મૃત્યુ પામે છે. પ્લાસ્ટિક પ્રદૂષણના કારણે સમુદ્રની ઇકો સિસ્ટિમને અને તે દ્વારા પર્યાવરણની સમતુલાને ખોરવે છે.
એકલા અમેરિકામાં જ ૩.૩૧ અબજ બેરલના પેટ્રોલિયમમાંથી પ્લાસ્ટિક બને છે. પેટ્રોલિયમ પેદાશો પર્યાવરણને પ્રદૂષિત કરવામાં મહત્તમ ભાગ ભજવે છે અને તે પાણી અને હવાને પણ પ્રદૂષિત કરે છે.
૮. ઉપસંહાર:
જૈન જીવન પદ્ધતિ ખૂબ જ નૈતિક અને કરૂણામય છે. તે પૃથ્વી અને પર્યાવરણ માટે પણ બહુમાન તથા આદર ધરાવે છે.
આપણા શાસ્ત્રો દૃઢતા અને કડકપણે સૂચન કરે છે કે આપણે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળને અનુરૂપ નૈતિક, કરૂણામય અને પર્યાવરણને કોઈ નુકશાન ન થાય તે રીતે જ જીવન જીવવું જોઈએ.
મહર્ષિ સંતસેવી મહારાજ તેમના પુસ્તક “સર્વધર્મ સમન્વય” (www.jainelibrary.org) Sr # 007668) નામના પુસ્તકમાં શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામીના ઉપદેશનો સાર ભગવાન મહાવીરસ્વામીના જ શબ્દોમાં બહુ સુંદર રીતે આપ્યો છે. તે નીચે પ્રમાણે છે: