________________
*
આદર્શરૂપે રાખવામાં આવ્યા છે. જે નળ અને પ્રાચીન કર્મગ્રન્થોના તુલનાત્મક નિરીક્ષણ દ્વારા સમજાય છે.
પ્રાચીન નવ્ય કર્મગ્રન્થના નામ અનુક્રમે કર્મવિપાક કર્મસ્તત્ર બંધસ્વામિત્વ શીતિ અને શતક છે. પ્રાચીન કર્મગ્રંથનું બીજું નામ બંધોયસન્ડ્ર્યુક્તસ્તવ, ચોથા કર્મગ્રંથનું બીજું નામ આગમિક વસ્તુ વિચારસાર તથા પાંચમા કર્મગ્રન્થનું બીજું નામ બંધશતક પણ મળે છે. આ. શ્રી દેવેન્દ્રસૂરિમહારાજે કર્મગ્રન્થની વૃત્તિમાં પ્રાચીન પહેલા, બીજા, ત્રીજા અને પાંચમા કર્મગ્રન્થના નામને બૃહત્ શબ્દ જોડીને અનુક્રમે બૃહત્કર્મવિપાક, બૃહત્કર્મસ્તવ, બૃહદ્અંધસ્વામિત્વ અને બૃહદ્શક તરીકે તથા સ્વકૃત દ્વિતીયકર્મગ્રન્થને તેની વૃત્તિમાં લશબ્દ જોડીને લઘુકર્મસ્તવ તરીકે જણાવેલ છે. આ પાંચ કર્મગ્રન્થમાંથી પ્રથમ ત્રણ કર્મગ્રન્થના નામ વિષયનિષ્પ છે, જ્યારે ચોથો અને પાંચમો કર્મગ્રન્થ ગાાંકનિષ્પન્ન છે. ૬ઠ્ઠો કર્મગ્રન્થ-સપ્તતિકા પ્રકરણનું નામ પણ ગાથાંક નિષ્પન્નછે. આમ છએ કર્મગ્રન્થોના જુદા જુદા નામ હોવા છતાં અત્યારે હો આ કમગ્રન્થોને પહેલા કર્મગ્રન્થ, બીજે કર્મગ્રન્થ એ રીતે જ ઓળખવામાં આવે છે.
અત્યારે 9 કર્મગ્રન્થોને કર્મવિષયક, કર્મસ્તવ વગેરે જે ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે એ ક્રમ પ્રાચીન નથી પણ અર્વાચીન છે, કારણ કે પ્રાચીન કર્મગ્રન્થો તો ભિન્ન ભિન્ન કક છે. આચાર્યશ્રીદેવેન્દ્રસૂરિ મહારાજે કર્મવિષયને લગતા જ્ઞાનની સગવડતાને લક્ષીને કદાચ આ ક્રમ ગોઠવ્યો હોય.
પ્રસ્તુત અવસૂરી પાંચ નકર્મગ્રન્થ તથા સપ્તતિકા ઉપર હોવાથી પ્રાચીન પાંચ કર્મગ્રન્થ અંગે વધુ ન લખતા આ પ્રસ્તાવનાના અંતે પ્રથમપરિશિષ્ટમાં પ્રાચીન પાંચ કર્મગ્રન્થ અને તેનું વ્યાખ્યા સા{હત્ય બને તેટલી વિગતો સાથે આપ્યું છે, તે જોવા માટે અમારી નમ્ર વિનંતિ છે.
હવે પાંચ નાકર્મગ્રન્થોના વિષયને ક્રમશ ઓળખીએ.
તથ્ય પાંચ કર્મગ્રન્થોનો વિષય
૧-પહેલા કર્મગ્રન્થ તરીકે ઓળખાતા કર્મવિપાક નામના કર્મગ્રન્થમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ આઠ કર્મો, તેના ભેદ-પ્રભેદો અને તેનું સ્વરૂપ અર્થાત્ વિપાક અથવા ફળનું વર્ણન દ્રષ્ટાન્ત પૂર્વક કરવામાં આવ્યું છે.
૨-બીજા કર્મસ્તવ નામના કર્મગ્રન્થમાં શ્રમણ ભગવાન મહાવીરની સ્તુતિ કરવા દ્વારા ચૌદ ગુણસ્થાનોનું સ્વરૂપ અને એ ગુણસ્થાનોમાં પ્રથમ કર્મગ્રન્થમાં વર્ણવેલ કર્મોની પ્રકૃતિઓ પૈકી કઈ કઈ