________________
વિજયજીએ “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા” નામને એક સ્વતંત્ર પુસ્તક જેટલો વિસ્તૃત નિબંધ તૈયાર કરીને, આધુનિક મુદ્રણયુગમાં અદશ્ય થતી પ્રાચીન લેખનકળા અને તેનાં સાધના સંરક્ષણ કરવા તરફ જાહેર જનતાનું લક્ષ્ય દોર્યું. સાથે સાથે મેં પણ મારા પાંચ પાંચ વર્ષના અવલોકન દરમ્યાન મારા જાણવામાં આવી તેટલી સાધનસામગ્રીને ઉપયોગ કરી “ગુજરાતની જેનાશ્રિત કળા અને તેનો ઇતિહાસ” તથા “ચિત્રવિવરણ” નામના બે સ્વતંત્ર નિબંધ લખીને મોગલ સમય પહેલાંની ગુજરાતની, ખાસ કરીને જેનોથી આશ્રય પામેલી ચિત્રકળા તરફ સૌથી પ્રથમ ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો છે, અને મને જણાવતા આનંદ થાય છે કે આવા વિકટ સમયમાં પણ મારા ધાર્યા કરતાં ઘણી જ સુંદર રીતે તે ગ્રંથની લગભગ બધી નકલો ખરીદી લઈને મારા કાર્યમાં આગળ વધવા જનતાએ ગર્ભિત રીતે પ્રેરણા કરી છે. અજાયબીની વાત તો એ છે કે શ્રીમાન અને ઉદાર એવી જૈન કોમના દરેકે દરેક આગેવાને તથા પૂજ્ય અને પવિત્ર એવા મુનિમહારાજાઓએ મને સાથ આપ્યો છે. આ રીતે ઉપર્યુક્ત ત્રણ વિભાગે પિકી (૧) ચિત્રકળા અને (૨) લેખનકળાની સામગ્રી મેં જનતા સમક્ષ રજુ કરી છે, જ્યારે બાકી રહેલા (૩) મંત્રમંત્રાદિ વિભાગની જેટલી સામગ્રી મને પ્રાપ્ત થઈ છે તેમાંથી કેટલીક પ્રસ્તુત ગ્રંથમાં અને બાકીની સામગ્રી હવે પછી ટૂંક વખતમાં મારા તરફથી પ્રસિદ્ધ થનાર “ભૈરવપદ્માવતીક૯૫ માં પ્રસિદ્ધ કરવામાં આવશે. હું આશા રાખું છું કે જાહેર જનતા મારા આ સાહસને વધાવી લેશે અને મને બીજા અમૂલ્ય ગ્રંથોનું પ્રકાશન કરવા પ્રેરણા કરશે જ.
પ્રસ્તુત ગ્રંથમાં મુખ્યત્વે કરીને આદેય નામકર્મના ઉદયવાળા,
૪ આ નિબંધની પુસ્તકાકારે પણ ઘેડી નફ્લો બંધાવેલી છે, જેની કિંમત રૂા. ૮–૯–૦ આઠ રૂપૈઆ રાખવામાં આવી છે.