________________
૪૮
જૈન સ્તોત્રો [૧૪ શ્રી જનપાછળ દિલ્હી નજીક વિજયકટકમાં જિનદેવસૂરિનો શાહ સાથે મેળાપ થયો. શાહે બહુમાનપૂર્વક એક સરાય અર્પણ કરી. જેનું નામ સુરત્રાણસરાય રાખ્યું. ત્યાં ૪૦૦ શ્રાવકના કુળાને રહેવાને આદેશ કર્યો. પૌષધશાળા અને ચૈત્ય બંધાવ્યાં. ચૈત્યમાં મહાવીર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
અન્યદા પૂર્વદેશની વિજયયાત્રાએ જતાં શાહિએ ગુરૂને સાથે લીધા. ઠેકઠેકાણે બંદિ મોચનાદિ વડે જૈનધર્મની પ્રભાવના કરી. મથુરાતીર્થને ઉદ્ધાર કર્યો, સૈન્ય સાથે હમેશાં પ્રયાણ કરવાથી ગુરૂને કષ્ટ થાય છે એમ જાણી જે જહાં મલિકની સાથે ગુરૂને આગરાથી પાછા વળાવ્યા. હસ્તિનાપુર સંબંધી ફરમાન મેળવી ગુરૂ પિતાને સ્થળે આવ્યા. ચાહડિસાહના પુત્ર સાધુ બેહિત્યને સંઘપતિ તિલક કરી ચતુર્વિધ સંધ સાથે હસ્તિનાપુરની યાત્રા કરી અને ત્યાં શાંતિ, કુંથું, અરનાથના નવીન કરાવેલા બિંબની પ્રતિષ્ઠા કરી. યાત્રા કરી પાછા આવી શાહીરાજે કરાવેલા દેરાસરમાં વૈશાખ સુદિ ૧૦ ને દિવસે ખુબ ધામધૂમ પૂર્વક મહાવીર પ્રભુના બિબની સ્થાપના કરી.૩૯
આચાર્યો શાહિને વિજયયંત્ર ભેટ ધર્યો. અને તેને પ્રભાવ પ્રત્યક્ષ બતાવ્યો. શાહે ગૂર્જરદેશમાં જવાના ઈરાદાથી વડ નીચે પડાવ કર્યો. શાહની ઇચ્છાથી ગુરૂએ વડને સાથે ચલાવ્યો, કેટલા માર્ગે જઈ પાછો વળાવ્યો.
૭૯. આચાર્યે પોતે રચેલા તીર્થકલ્પાંતર્ગત કન્યાનનીય મહાવીર પ્રતિમાકલ્પ, તથા સંઘતિલકસૂરિના આદેશથી વિદ્યાતિલકમુનિએ રચેલા કન્યા મહાવીર કલ્પ પરિશેષમાં આ હકીકત હોવાથી ખાસ વિશ્વસનીય ગણાય. (જુઓ જીનવિ, મુદ્રિત તીર્થક૫. પૃ. ૪૫-૯૫) અહિંથી નીચેની બાબતો સં. ૧૫૦૩ માં ચારિત્રરત્નસૂરિના શિષ્ય સેમધમે રચેલી ઉપદેશ સપ્તતિકા પંચમ ઉપદેશ ઉપરથી લીધી છે.
(પ્ર. ઓ. જૈ. સભા. ભાવનગર)