________________
જાણવું જોઈએ. સંપૂર્ણ રામગ્રી ખાત્રી મેળવ્યા સિવાય કે પણ વખત કાર્યો સિદ્ધ થતાં નથી.
નદર્શન અનેકાંતિક છે. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરૂષાર્થ એ પાંચ સમવાયના સમયે કાર્યની સિદ્ધિ સ્વીકારે છે. બીજ શુદ્ધ હોય તે પણ હવા, પાણી, અને મૃત્તિકા વગેરે સર્વ અનુકૂલ સાધને હેય તેજ કુલપ્રાપ્તિ થાય છે, તે શિવાય બની શકે નહીં. એ જ પ્રમાણે મંત્રાદિકમાં પણ સમજવું. હાલમાં દુષમા કાળ છે, મનુષ્યમાં દિનપ્રતિદિન શારીરિક તેમજ માનસિક બળની હાનિ થતી જાય છે, પુણ્યપ્રકૃતિની ખામી જોવામાં આવે છે, ગુરામની દુર્લભતા છે, અને સ્વાર્થ, પ્રમાદ, કષાયાદિકનું જોર વધતું જાય છે. આવા સંગોમાં અનાયાસે સિદ્ધિની પ્રાપ્તિ થવી શક્ય હોઈ શકે ખરી ?
પ્રયત્ન કરનાર કેઈ પણ વ્યક્તિને હતાશ કરવાને મારો આશય નથી. મેં માત્ર મારો અનુભવ દર્શાવ્યો છે. વિષય ગહન હોવાને લીધે સ્કૂલના થવા સંભવ છે. પરંતુ તે તરફ લક્ષ્ય ન આપતાં ક્ષીરનીરના વિવેકી હંસચંચુવત વાચકે આમાંથી કાંઈક પણ સાર ગ્રહણ કરશે તે હું મારો પ્રયત્ન સફળ થયે માનીશ.
ઈત્યાં વિસ્તરણ. લી. મુનિ ચતુરવિજય. સિનેર