________________
ગણિ ]
પ્રસ્તાવના
૧૩૩
૯૯ પર મુદ્રિત સસતીથી સ્તવનના અંતે વિજયસેનસૂરિના શિષ્ય હાવાનું જણાવે છે.
એમણે સ. ૧૬૬૯ આસા સુદિ ૩ શ્રી ઋષભદેવાધિદેવ જિનરાજ સ્તવન રચ્યું. જેની કર્તાએ પેાતે સ. ૧૬૭૦માં લખેલી પ્રત વિ. ધ. ભંડારમાં છે. સ. ૧૬૭૪માં વિજયદેવસૂરિ રાજ્યે કપસૂત્ર ઉપર કલ્પપ્રદીપિકા વૃત્તિ રચી. શ્ર. ૩૩૦૦, એની સ. ૧૯૮૧માં લખેલી પ્રત લીંબડીના જ્ઞાનભંડારમાં ૧૨મા દાબડામાં સચવાઇ રહી છે. પત્ર સંખ્યા ૧૫૫, સ. ૧૬૭૮માં સિંહાસનબત્રીસી, સ ૧૬૭૯ માગસર સુદિ ૫ અમરસેનવયરસેનરાજર્ષિ આખ્યાનક રચ્યું. સ. ૧૬૮૮માં દેવિજયે રચેલી દેવેદ્રસૂરિષ્કૃત દાનાદિ ચાર કુલક પરની ધરત્નમંજૂષા નામની વૃત્તિના સંશોધક તરીકે પણ એમનેા ઉલ્લેખ મળે છે.
એમના શિષ્ય વૃદ્ધિવિજય હતા કે જેમણે લખેલી શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિની પ્રતિ. કાં. વડા.માં છે. તેના ઉપર નીચે મુજબ ઉલ્લેખ છે—
सं. १६७४ वर्षे आश्विन सितत्रयोदश्यां लिखितं तपागच्छाधिराज भट्टारक श्रीविजयसेनसूरीश्वर तत्पट्टालङ्कार भट्टारक श्रीविजयतिलकसूरिराज्ये पं. श्रीसंघविजयगणि शिष्प ग वृद्धिविजयेन श्रीराजनगरसत्के शाखापुर उस्मा
નામ સૂરિજીએ સવિજય રાખ્યું ( જીએ સૂરીશ્વર અને સમ્રાટ્ પૃ. ૨૧૦ અને ૨૨૫). એ સંવિજય એમનાથી ભિન્ન હેાવા સંભવે. હીરવિ–સુમતિ વિ.ના શિષ્ય સિંહુવિજય હતા. જેમણે સ. ૧૫૭૫માં લખેલી મૃગાવતી આખ્યાનની પ્રત નિ. વિ. જી. મ. પુ. ગ્રાણસ્મામાં છે. ( જીઓ પ્રશસ્તિ સંગ્રહ પૃ ૧૮૪, નં. ૭૭૧ ) એમને પણ કવચિત્ સઘવિજયના સ્થળે મુકી દેવા ભૂલ થઇ જાય છે.