________________
દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે. તેમને ધન્ય છે. સ્વામીને અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, તેમને પણ ધન્ય છે.
ધન્ય સ્વામીનાથ! આપ પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજે છે. હું અપરાધી દીનકિકર ગુણહીન અહીં બેઠો છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર તપને વિષે અવિનય, આશાતના, અભકિત, અપરાધ થયો હોય, તે હાથ જોડી, માન મેડી, મરતક નમાવી ભુજે ભુજે કરી ખમાવું છું. (અહીં તિખુત્તાના પાઠ ત્રણ વખત કહેવ).
ચોથા ખામણાં ચોથા ખાણ ગણુધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજીને કરું છું. ગણધરજી બાવન ગુણે કરી સહિત છે, આચાર્યજી છત્રીશ ગુણે કરી સહિત છે, ઉપાધ્યાયજી પચીશ ગુણે કરી સહિત છે, મારા તમારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મ ઉપદેશના દાતાર, પંડિતરાજ, મુનિરાજ મહાપુરુષ, ગીતાર્થ, બહુસૂત્ર, સૂત્રસિદ્ધાંતના પારગામી, તરણુતારણુ, તારણ નાવા સમાન, સફરી જહાજ સમાન, રત્નચિંતામણિ સમાન, જિનશાસનના શણુંગાર, ધર્મના નાયક, સંઘના મુખી, સંઘના નાયક આદિ અનેક ઉપમાએ કરી બિરાજમાન હતા. ઘણુ સાધુ-સાધ્વીએ આલેવી, પડિકકમી, નિન્દી, નિ:શલ્ય થઈને પ્રાય: દેવલોક પધાર્યા છે તેમને ઘણું ઘણું ઉપકાર છે.
આજ વર્તમાન કાળે તરણુ, તારણુ, તારી નાવા સમાન, સફરી જહાજ સમાન, રત્નચિંતામણિ સમાન, જિનશાસનના શણગાર, ધર્મના નાયક, સંધના મુખી, સંઘના નાયક આદિ અનેક ઉપમાએ કરી બિરાજમાન જે જે સાધુ-સાધી વીતરાગ દેવની આજ્ઞામાં બિરાજતા હોય, તેમને મારી તમારી સમય સમયની વંદના હો.
તે સ્વામી કેવા છે? પંચ મહાવ્રતના પાલનહાર છે, પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ સહિત, છકાયના પિયર, છકાયના નાથ, સાત ભયના ટાલણહાર, ખાઠ મદના ગાલગુહાર, નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, દશવિધ યતિ ધર્મના અજવાળક, બાર ભેદે તપશ્ચર્યાના કરયુહાર, સત્તર ભેટે સંયમના ધરગુહાર, બાવીશ પરિષહના જિતણહાર, સત્તાવીશ સાધુજીના ગુણે કરી સહીત, ૪૨-૪૭-૯૬ દોષ રહિત આહાર પાણીના લેનાર, બાવન અનાચારના ટાલણહાર, સચિત્તના ત્યાગી, અચેતના લેગી, કંચન-કામિનીના ત્યાગી, માયા-મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર, આદિ અનેક ગણે કરી સહિત છે.
ધન્ય મહારાજ ! આપ ગામ, નગર, પૂર, પાટણને વિષે વિચારે છે, અમે અપરાધી, દીનકિકર, ગુણહીન અહીં બેઠા છીએ. આજના દિવસે સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે અવિનય, આશાતના, અભકિત અપરાધ થયેલ હોય, તે હાથ જોડી, માન મેડી, મસ્તક નમાવી ભુજે ભુજે કરી ખમાવું છું. (અહીં તિખુત્તાને પાઠ ત્રણ વખત કહે).
પાંચમા ખામણા
પાંચમાં ખામણા પાંચ ભરત, પાંચ ઈરવત. પાંચ મહાવિદેહ એ અઢી દ્વીપ
શ્રી આવશયક સુત્રમ ભાગ