________________
ક્ષય કર્યા છે. બાકીના ચાર કર્મ પાતળાં પડયાં છે. મુકિત જવાના કામી થકા વિચરે છે, ભવ્ય જીવના સંદેહ ભાંગે છે. સગી, સશરીરી, કેવળજ્ઞાની, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે, ક્ષાયિક સમકિત, શુકલેશ્યા, શુભધ્યાન, શુભગ સહિત છે, ૬૪ ઇંદ્રોના પૂજનીક, વંદનિક અર્થનિક છે. પંડિત વીર્ય આદિ અનંત ગુણે કરી સહિત છે.
ધન્ય તે ગ્રામ, નગર, રાજધાની, પુર, પાટણ જ્યાં જ્યાં પ્રભુ દેશના દેતા થકા વિચરતા હશે. ત્યાં ત્યાં રાઈસર, તલવર, માડંબી, કેડંબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ આદિ, સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, સ્વામીનાં દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે, અનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, ચરણે મસ્તક નમાવી કાયા પવિત્ર કરતા હશે. વ્રત પચ્ચખાણ આદરી આત્માને નિર્મળ કરતા હશે અને પ્રશ્ન પૂછી મનનાં સંદેહ દૂર કરતા હશે, તેમને ધન્ય છે. સ્વામીનાથ! આપશ્રી પંચ મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે, હું અપરાધી, દીનકિકર, ગબીન અહીંયાં બેઠો છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન ચારિત્ર, તપને વિષે અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કીધે હોય તે હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી, ભુજ ભુજે (વારંવાર) કરી ખમાવું છું. ( અહિં તિખુત્તાને પાઠ ત્રણવાર બેલ)
બીજાં ખામણ-કો સિદ્ધ ભગવંતોને બીજા ખામણાં અનંતા સિદ્ધ ભગવંતજીને કરું છું. તે ભગવંતજીના ગુણગ્રામ કરતાં જધન્ય રસ ઉપજે તે કર્મની ક્રેડી ખપે, અને ઉત્કૃષ્ટો રસ ઉપજે તે જીવ તીર્થકરનામગાત્ર ઉપાજે. આ ભરતક્ષેત્રને વિષે આ ચેવીશીમાં વીશ તીર્થકરે. સિદ્ધ થયા, તેમના નામ કહું છું:
(૧) શ્રી ઋષભદેવ સ્વામી, (૨) શ્રી અજિતનાથ સ્વામી, (૩) શ્રી સંભવનાથ સ્વામી, (૪) શ્રી અભિનંદન સ્વામી, (૫) શ્રી સુમતિનાથ સ્વામી, (૬) શ્રી પદ્મપ્રભ સ્વામી
શ્રી આવશયક સુત્રમ ભાગ