SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દશવૈકાલિક સૂત્રનું સન્મતિ પત્ર. શ્રમણ સંઘના મહાન આચાર્ય આગમ વારિધિ સર્વતન્ત્ર સ્વતંત્ર જૈનાચાર્ય પૂજ્યશ્રી આત્મારામજી મહારાજે આપેલા સમ્મતિ પત્રને ગુજરાતી અનુવાદ. મેં તથા પંડિત મુનિ હેમચંદ્રજીએ પંડિત મૂલચંદ વ્યાસ (નાર માવાહ વાહી) દ્વારા મળેલી પંડિત રત્ન શ્રી. ઘાસીલાલજી મુનિ વિરચિત સંસ્કૃત અને હિન્દી ભાષા સહિત શ્રી દશવૈકાલિક સૂત્રની આચાર મણિમંજૂષા ટીકાનું અવલોકન કર્યું. આ ટીકા સુંદર બની છે. તેમાં પ્રત્યેક શબ્દનો અર્થ સારી રીતે વિશેષ ભાવ લઈને સમજાવવામાં આવેલ છે. તેથી વિદ્વાનો અને સાધારણ બુદ્ધિવાળાઓ માટે પરમ ઉપકાર કરવાવાળી છે. ટીકાકારે મુનિના આચાર વિષયને સારો ઉલ્લેખ કરેલ છે. જે આધુનિક મતાવલંબી અહિસાના સ્વરૂપને નથી જાણતા, દયામાં પા૫ સમજે છે તેમને માટે “અહિંસા શું વસ્તુ છે તેને સારી રીતે પ્રતિપાદન કરેલ છે. વૃત્તિકારે સૂત્રના પ્રત્યેક વિષયને સારી રીતે સમજાવેલ છે. આ વૃત્તિના અવકનથી વૃત્તિકારની અતિશય યોગ્યતા સિદ્ધ થાય છે. આ વૃત્તિમાં એક બીજી વિશેષતા એ છે કે ભૂલ સૂત્રની સંસ્કૃત છાયા હવાથી સૂત્ર, સૂત્રનાં પદ અને પદચ્છેદ સુબોધ દાયક બનેલ છે. પ્રત્યેક જીજ્ઞાસુએ આ ટીકાનું અવલોકન અવશ્ય કરવું જોઈએ. વધારે શું કહેવું. અમારી સમાજમાં આવા પ્રકારના વિદ્વાન મુનિ રત્નનું હોવું એ સમાજનું અહોભાગ્ય છે. આવા વિદ્વાન મુનિ રત્નના કારણે સુપ્તપ્રાય સુતેલા સમાજ અને લપ્તપ્રાય એટલે લેપ પામેલ સાહિત્ય એ બંન્નેને ફરીથી ઉદય થશે. જેનાથી ભાવિતામા મેક્ષ પેશ્ય બનશે અને નિર્વાણ પદને પામશે આ માટે અમે વૃત્તિકારને વારંવાર ધન્યવાદ આપીએ છીએ. વિક્રમ સંવત ૧૯૯૦ ૯ગુન શુકલ. ) ઈઈ તેરસ મંગળવાર ઇવજઝાય જઈશુ મુ આયારામ ૫ચનઇઓ (અલવર સ્ટેટ)
SR No.040008
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages111
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy