________________
સગ અને અનિષ્ટનાં વિયેગનું ચિન્તન કરવું, જેમકે-જેમાં મેહવશ રાજ્યના ઉપભેગ શયા, આસન, હાથી, ઘેડા આદિ વાહન, સ્ત્રી, ગબ્ધ, માલા, મણિ, રત્ન, ભૂષણ વગેરેની ઈરછા ઉત્પન્ન થાય છે અને એ સર્વથી વિપરીત સંગોની અનિચ્છા કરવી તે આત્તધ્યાન કહેવાય છે,
(૨) ઉપઘાત-વગેરે પરિણામેથી જીવને રડાવે અર્થાતુ-દુઃખી કરે, અથવા અત્યંત ક્રૂર આત્માનું જે કર્મ (આત્મપરિણામરૂપ ક્રિયાવિશેષ) તેને રોદ્રધ્યાન” કહે છે. જેમ કહ્યું છે કે જેના દ્વારા છેદન, ભેદન, દહન, મારણ, બંધન, પ્રહરણ, દમન, કર્તન (કાપવું) વગેરેના કારણુથી રાગ-દ્વેષને ઉદય થાય અને દયા ન થાય આવા આત્મપરિણામને “રોદ્રધાને કહે છે.
(૩) વીતરાગની આજ્ઞા રૂપ ધર્મયુકત ધ્યાનને “ધર્મેધ્યાન” કહે છે. કહ્યું છે કે–આગમને સ્વાધ્યાય, વ્રતધારણ, બંધ-ભક્ષાદિનું ચિન્તન, ઇંદ્રિયદમન તથા પ્રાણીઓ પર દયા કરવી તેને ધમ્યાન કહે છે.
() શુકલ અર્થ સકલ દેથી રહિત હોવાના કારણે નિર્મલ અથવા -જ્ઞાનાવરણીય આદિ કર્મમલને કલ-દર કરનાર યાનને શુકલધ્યાન કહે છે. જેમ કહ્યું છે કે જેની ઇન્દ્રિયે વિષયવાસનારહિત હય, સંકલ્પ-વિકલ્પ-દેષયુકત જ ત્રણ યોગ તેનાથી રહિત એવા મહાપુરુષના ધ્યાનને “શુકલધ્યાન કહ છે. સંક્ષેપથી ચારે ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે છે. “કઈ વસ્તુની કામનાથી યુકતને આનં, હિંસ દિથી યુકતને રો, ધર્મથી યુકતને ધમ્ય અને સર્વ પ્રકારના ડેષ રહિતને શુકલધ્યાન કહે છે. આ ચાર ધ્યાનેના નિમિત્તથી જે કાંઈ અતિચાર લાગ્યા હોય તે તેનાથી હું નિવૃત્ત થાઉં છું. (સૂ૦ ૭)
ક્રિયા પાંચ પ્રકારની છે. (૧) કાયિકી, (૨) આધિકરણિકી; (૩) પ્રાàષિકી, (૪) પારિતાપનિકી, (૫) પ્રાણાતિપાતિકી. જેમાં અસ્થિ-હાડકા વગેરે હોય તેને કાય કહે છે. અને તેના વડે થવા વાળી ક્રિયાને “કાયિકી” કહે છે. તે ત્રણ પ્રકારની છે. (૧) અવિરતકાયિકી, (૨) દુપ્રણિહિતકાયિકી, (૩) ઉપરતકાયિકી. મિથ્યાદૃષ્ટિએ અને અવિરતસમ્યગદૃષ્ટિઓની કર્મબન્ધનની હેતુભૂત ક્રિયાઓને “અવિરતકાયિકી” કહે છે. દુપ્રણિહિતકાયિકી ક્રિયા બે પ્રકારની છે. (૧) ઈન્દ્રિયદુપ્રણિહિતકાયિકી, (૨) ઈન્દ્રિયદુપ્રણિહિતકાયિકી, આ બન્ને ક્રિયાઓ પ્રમત્ત સાધુઓની છે. તેમાં ચક્ષુ આદિ ઇન્દ્રિઓની ચપલતાને કારણે મેક્ષમાર્ગમાં અસ્થિર કાયાથી થવા વાળી ક્રિયાઓ ઈન્દ્રિયદુપ્રણિહિતકાયિકી કહેવાય છે. એ પ્રમાણે નાઈન્દ્રિય (મન) ના અશુભ સંકલ્પ દ્વારા અસ્થિર કાયાથી થવાવાળી હિયાઓને નેઈન્દ્રિયદુપ્રણિહિતકાયિકી ક્રિયા કહે છે. પ્રાય:-ઘણું કરીને સાવદ્ય વેગથી નિવૃત્ત અપ્રમત્ત સંયતીની કાયા વડે થવાવાળી ક્રિયાઓને “ઉપરતકાયિકી” ક્રિયા કહે છે. છે ૧ .
શ્રી આવશયક સુત્રમ ભાગ
૪૫