________________
જીવદિ પદાર્થ જાણી શકાય તે જ્ઞાન, તેની ) વિરાધના, દર્શનની (જેના વડે જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવામાં આવે, પ્રવચનમાં રુચી થાય તે દર્શન, તેની) - વિરાધના, ચારિત્રની (મોક્ષાથી જીવેને સેવન કરવા ગ્ય, અથવા આત્માને કર્મરહિત કરવાવાળે ચારિત્ર, તેની,) વિરાધના, આ ત્રણ વિરાધનાઓના કારણે (આરાધનાનો અભાવ અથવા ખંડનારૂપ) કારણે મને જે અતિચાર લાગે હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. (સૂ) ૬)
આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવનાર અથવા જવું આવવું વગેરે ક્રિયારૂપ કંટકમાં પ્રાણીઓને ખેંચી જવાવાળા, અથવા આત્માને મલિન કરવાવાળા જીવના પરિણામને કષાય કહે છે. આ કષાય અર્થાત્ ક્રોધ, માન, માયા અને લેભના કારણે, જેના વડે જીવ અને અજીવની ચેષ્ટા જાણવામાં આવે એવી આહાર, ભય, મૈથુન તથા પરિગ્રહ રૂપ સંજ્ઞાના કારણે, અને આકથા, ભકતકથા, દેશથા, તથા રાજકથા રૂપ ચાર વિકથાઓ કરવાના કારણે જે કઈ અતિચાર થયા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું.
એમાં સ્ત્રીકથા જાતિ કુલ રૂપ અને નેપચ્ચેના ભેદથી ચાર પ્રકારની છે, તેમાં જાતિકથા જેવી રીતે કે પતિ મરણ પામ્યા પછી દુઃખથી દિવસો વિતાવનારી બ્રાહ્મણીને ધિકકાર છે, શૂદ્રાણુનેજ ધન્ય છે કે જેને એક પતિ મરણ પામી જતાં બીજ પતિ દ્વારા સુખથી જીવન ગુજારે છે. ઈત્યાદિ.
કુલકથા–આ કન્યા ઉગ્રસ્કુલની છે, એટલા માટે સારી છે. ઈત્યાદિ. રૂપકથા જેમ–પહાડી સ્ત્રીએ વન અને આભૂષણ બહુજ રાખે છે, મૈથિલી અને પંજાબી સ્ત્રીઓ જરૂરત કરતાં વધારે વસ્ત્ર તથા આભૂષણ પહેરતી નથી, ઈત્યાદિ. આવી કથાઓથી બ્રહ્મચર્ય આદિ વ્રતમાં દેષ લાગવાની સંભાવના રહેવાથી તેને અતિચારને હેતુ માનવામાં આવેલ છે.
ભકતકથા-આવાપ-નિર્વાપ-આરંભ અને નિષ્ઠાન ભેદથી ચાર પ્રકારની છે. તેમાં આવા૫ ભકતકથા–જેવી રીતે કે આ રસોઈમાં અમુક પ્રમાણમાં ઘી-શાક અને મશાલ હશે તે સારી રસોઈ થશે, ઇત્યાદિ નિર્વાપ ભકતકથા-આટલાં પકવાન હતાં, આટલાં શાક હતાં અને સ્વાદમાં મધુર હતાં. એ પ્રમાણે જોયેલા પદાર્થોની કથા કરવી તે. આરંભ ભકતકથા-જેમકે “આ રસેઈમાં આટલાં શાક અને કળાની જરૂરત રહેશે, ઈત્યાદિ, નિષ્ઠાન ભકતકથા-જેમકે અમુક ભજન કરવાના પદાર્થોમાં આટલા રૂપિઆ થશે આ પ્રમાણે દ્રવ્યની મુખ્યતાથી કથા કરવી તે. ભકતકથાથી અજિતેન્દ્રિયત્ન આદિ દેષ થવાના કારણે અતિચાર લાગે છે.
મગધ આદિ દેશોની કથા વગેરેને દેશ કથા કહે છે. તે પણ ચાર પ્રકારની છે. (૧) ઇન્દ, (૨) વિધિ, (૩) વિક૫, (૪) નેપ.
શ્રી આવશયક સુત્રમ ભાગ
૪૩