SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સેકડો સર્ટીફીકેટ ઉપરાંત હાલમાં મળેલા કેટલાક તાજા અભિપ્રાયા શાસ્ત્રો દ્વાર ના કાર્યને વેગ આપે તંત્રીસ્થાનેથી ( જૈનજ્યેાતિ ) તા. ૧૫-૯-૫૭ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ ઠાણા ૪ હાલમાં અમદાવાદ મુકામે સરસપુરના સ્થા. જૈન ઉપાશ્રયમાં બિરાજમાન છે. તેઓશ્રી શાસ્ત્રોદ્ધારનું કા ખૂબ જ ખંત અને ઉત્સાહથી વૃદ્ધવયે પણ કરી રહ્યા છે. તેઓશ્રી વૃદ્ધ છે છતાં પણ આખા દિવસ શાસ્રની ટીકાઓ લખી રહ્યા છે. આજ સુધીમાં તેમણે લગભગ ૨૦ જેટલાં શાસ્ત્રોની ટીકાઓ લખી નાખી છે અને બાકીનાં સૂત્રની ટીકા જેમ બને તેમ જલદી પૂર્ણ કરવી તેવા મનેાથ સેવી રહેલ છે. સ્થા. જૈન સમાજમાં શાસ્ત્રો ઉપર સંસ્કૃત ટીકા લખવાના આ પ્રથમ જ પ્રયાસ છે અને તે પ્રયાસ સ ંપૂર્ણ અને એવી અમે શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ. આજ સુધી ઘણા મુનિવરેએ શાસ્ત્રોનું કામ શરૂ કરેલ છે પણ કાઇએ પૂર્ણ કરેલ નથી. પૂજ્યશ્રી અમુલખઋષીજી મહારાજે બત્રીસે ચાઓ ઉપર હિન્દી અનુવાદ કરેલ અને સંપૂર્ણ અનેલ. ત્યારબાદ આચાય શ્રી આત્મારામજી મહારાજશ્રીએ હિન્દી ટીકા કેટલાક શાઓ ઉપર લખેલ પણ ઘણાં શાઓ ખાકી રહી ગયાં. પૂજ્ય હસ્તિમલજી મહારાજે એક બે શાસ્રો ઉપરની ટીકાઓના અનુવાદે કરેલ. પૂજ્ય શ્રી જવાહિરલાલ મહારાજશ્રીએ સૂયગડાંગ સૂત્ર ટીકા સહિત હિન્દી અનુવાદ સાથે કરેલ. શ્રી સૌભાગ્યમલજી મહારાજે આચારાંગની હિન્દી ટીકા લખેલ. પણ સંપૂર્ણ શાઓ ઉપર સ ંસ્કૃત ટીકા હજી સુધી સ્થા.જૈન સાધુ તરફથી થયેલ નથી. જ્યારે પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજશ્રીએ ૨૦ શાસ્ત્રો ઉપર સંસ્કૃત ટીકા તેને હિન્દી ગુજરાતી અનુવાદ કરાવેલ છે આથી હવે આશા બંધાય છે કે તેઓશ્રી ખત્રીસે બત્રીસ શાસ્ત્રો ઉપર સ`સ્કૃત ટીકા લખવામાં સફળ થશે અને શાઓદ્ધાર સમિતિએ આજ સુધી ૧૦ થી ૧૨ થાઓ છપાવી પણ દીધાં છે અને હજી પણ તે થાઓ વિશેષ જલદી છપાય તે માટે શાસ્ત્રોદ્ધાર સમિતિ સંપૂર્ણ પ્રયત્ન કરી રહેલ છે તે ધન્યવાદને પાત્ર છે. જૈન શાઓદ્ધાર સમિતિના રૂ।. ૨૫૧] ભરીને લાઇફ મેમ્બર થનારને શાઓ તમામ, શાસ્ત્રોદ્ધાર સમિતિ તરફથી ભેટ મળે છે. આ રીતે એક પંથ અને કાજ. બન્ને રીતે લાભ થાય તેમ છે. રૂા. ૨૫૧ માં ૫૦૦ રૂપિયાની કિંમતના થાઓ મળે એ પણ માટા લાલ છે અને પ્રવચનની પ્રભાવના કરવાના ધર્મલાભ પણ મળે છે.
SR No.040008
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages111
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy