SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સિદ્ધાંતના” તંત્રીશ્રીને અભિપ્રાય સ્થાનકવાસીઓમાં પ્રમાણભૂત સૂત્રે બહાર પાડનારી આ એકની એક સંસ્થા છે. અને એના આ છેલલા રિપોર્ટ ઉપરથી જણાય છે કે તેણે ઘણી સારી પ્રગતિ કરી છે તે જોઈ આનંદ થાય છે. મૂળ પાઠ, ટીકા, હિન્દી તથા ગુજરાતી અનુવાદ સહિત સૂત્રે બહાર પાડવા એ કાંઈ સહેલું કામ નથી. એ એક મહાભારત કામ છે. અને તે કામ આ શાસ્ત્રોદ્ધાર સમિતિ ઘણી સફળતાથી પાર પાડી રહી છે તે સ્થાનકવાસી સમાજ માટે ઘણા ગૌરવને વિષય છે અને સમિતિ ધન્યવાદને પાત્ર છે. સમિતિ તરફથી નવ સૂત્રે બહાર પડી ચૂક્યાં છે, હાલમાં ત્રણ સૂત્ર છપાય છે. • નવ સૂત્રો લખાઈ ગયાં છે અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ તથા નંદીસૂત્ર તૈયાર થઈ રહ્યાં છે. હાલમાં મંત્રી શ્રી સાકરચંદ ભાઈચંદ સમિતિના કામમાં જ તેમને આપે વખત ગાળે છે અને સમિતિના કામકાજને ઘણે વેગ આપી રહ્યા છે. તેમની અંત માટે ધન્યવાદ. અને આ મહાભારત કામના મુખ્ય કાર્યકર્તા તે છે વયેવૃદ્ધ પંડિત મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ. મૂળ પાઠનું સંશોધન તથા સંસ્કૃત ટીકા તેઓશ્રી જ તૈયાર કરે છે મુનિશ્રીને આ ઉપકાર આખાય સ્થા. જૈન સમાજ ઉપર ઘણે મહાન છે. એ ઉપકારને બદલે તે વાળી શકાય તેમજ નથી. પરંતુ આ સમિતિના મેમ્બર બની, તેના બહાર પડેલાં સૂત્રો ઘરમાં વસાવી તેનું અધ્યયન કરવામાં આવે તે જ મહારાજશ્રીનું થોડું ત્રાણુ અદા કર્યું ગણાય. ભગવાને કહ્યું છે કે પદ્મ ના તો રસ પહેલું જ્ઞાન પછી દયા, દયા ધર્મને યથાર્થ સમજવો હોય તે ભગવાનની વાણીરૂપ આપણું સુત્ર વાંચવાં જ જોઈએ તેનું અધ્યયન કરવું જોઈએ અને તેને ભાવાર્થ યથાર્થ સમજવું જોઈએ. એટલા માટે આ શાસ્ત્રોદ્ધારસમિતિના સર્વ સૂત્રે દરેક સ્થા. જેને પિતાના - ઘરમાં વસાવવાં જ જોઇએ સર્વ ધર્મજ્ઞાન આપણા સૂત્રોમાં જ સમાયેલું છે અને મૂત્ર સહેલાઈથી વાંચીને સમજી શકાય છે, માટે દરેક સ્થા. જૈન આ સૂત્ર વાંચે એ ખાસ જરૂરનું છે. જન સિદ્ધાંત” ડીસેમ્બર- ૫૬
SR No.040008
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages111
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy