SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ નવાઈ નથી. અને પૂ. શ્રી ઘાસીલાલજીના બનાવેલાં સૂત્રે જોતાં સૌ કોઈને ખાત્રી થાય તેમ છે કે દાબેદરદાસભાઈએ તેમજ સ્થાનકવાસી સમાજે જેવી આશા શ્રી વાસીલાલજી મ. પાસેથી રાખેલી તે બરાબર ફળીભૂત થયેલ છે. શ્રી વર્ધમાન શ્રમણસંધના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના સુત્રે માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મ. ના સૂત્રેની ઉપગિતાની ખાત્રી થશે. આ સત્રે વિધાથીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાંચકને સર્વને એક સરખી રીતે ઉપયોગી થઈ પડે છેવિદ્યાથીને તેમજ અભ્યાસીને મૂળ તથા સંસ્કૃત ટીકા વિશેષ કરીને ઉપયોગી થાય તેમ છે ત્યારે સામાન્ય હિન્દી વાંચકને હિન્દી અનુવાદ અને ગુજરાતી વાંચકને ગુજરાતી અનુવાદથી આખું સૂત્ર સરળતાથી સમજાય જાય છે. કેટલાકને એ ભ્રમ છે કે સત્રો વાંચવાનું આપણું કામ નહિ, સૂત્ર આપણને સમજાય નહિ. આ ભ્રમ તન ખેટો છે. બીજા કેઈપણ શાસ્ત્રીય પુસ્તક કરતાં સૂત્ર સામાન્ય વાંચકને પણ ઘણી સરળતાથી સમજાઈ જાય છે. સામાન્ય માણસ પણ સમજી શકે તેટલા માટે જ ભ. મહાવીરે તે વખતથી લેક ભાષામાં (અર્ધ માગધી ભાષામાં) સૂત્રે બનાવેલાં છે. એટલે સૂત્ર વાંચવા તેમજ સમજવામાં ઘણું સરળ છે. માટે કઈ પણ વાંચકને એને ભ્રમ હેય તે તે કાઢી નાંખવે. અને ધર્મનું તેમજ ધર્મના સિદ્ધાંતનું સાચું જ્ઞાન મેળવવા માટે સૂત્રે વાંચવાને ચૂકવું નહિ એટલું જ નહિ પણ જરૂરથી પહેલાં સૂત્રજ વાંચવા. સ્થાનકવાસીઓમાં આ શ્રી સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિએ જે કામ કર્યું છે અને કરી રહી છે તેવું કંઈ પણ સંસ્થાએ આજ સુધી કર્યું નથી. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના છેલા રિપોર્ટ પ્રમાણે બીજા છ સત્ર લખાયેલ પડયાં છે, બે સૂત્ર-અનુગદ્વાર અને ઠાણાંગ સત્ર-લખાય છે તે પણ થોડા વખતમાં તૈયાર થઈ જશે. તે પછી બાકીના સુત્રે હાથ ધરવામાં આવશે. તૈયાર સૂત્રો જલ્દી છપાઈ જાય એમ ઇચ્છીએ છીએ અને સ્થા. બંધુઓ સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને તેમનાં સુત્રે ઘરમાં વસાવે એમ ઇચ્છીએ છીએ. જૈન સિદ્ધાન્ત” પત્ર - મે ૧૯૫૫.
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy