________________
૧૭
દરીયાપુરી સંપ્રદાયના પડિત રત્ન ભાઈચંદજી મહારાજના અભિપ્રાય
શ્રી
રાણપુર તા. ૧૯-૧૨-૧૯૫૫
પૂજ્યપાદ જ્ઞાનપ્રવર પંડિતરત્ન પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ આદિમુનિવરોની સેવામાં. આપ સર્વ સુખ સમાત્રીમાં હશે.
સૂત્ર પ્રકાશનનું કામ સુંદર થઇ રહ્યું છે તે જાણી અત્યંત આનંદ. આપના પ્રકાશીત થયેલાં કેટલાંક સત્ર જોયાં. સુદર અને સરલ સિદ્ધાંતના ન્યાયને પુષ્ટિ કરતી ટીકા પડિતરત્નને સુપ્રિય થઇ પડે તેવી છે. સૂત્ર પ્રકાશનનું કામ ત્વરિત પૂર્ણ થાય અને ભાવિ આત્માઅને આત્મકલ્યાણ કરવામાં સાધનભૂત થાય એજ અભ્યર્થના.
લી. પંડિતરત્ન બાળબ્રહ્મચારી પૂ. શ્રી ભાઇચંદ મહારાજની આજ્ઞાનુસાર શાન્તિમુનિના પાયવદન સ્વીકારશે.
તા. ૧૧-૫-૫૬
વીરમગામ
ગચ્છાધિપતિ પૂજ્ય મહારાજ શ્રી જ્ઞાનચંદ્રજી મહારાજના સંપ્રદાયના આત્માર્થી, ક્રિયાપાત્ર, પંડિતરત્ન, મુનિશ્રી સમરથમલજી મહારાજને અભિપ્રાય,
ખીચનથી આવેલ તા. ૧૧-૨-૫૬ના પત્રથી ઉપ્રિત.
પૂજય આચાર્ય ઘાસીલાલજી મહારાજના હસ્તક જે સૂત્રાનું લખાણ સુંદર અને સરળ ભાષામાં થાય છે. તે સાહિત્ય, પડિત મુનિશ્રી સમરથમલજી મહારાજ, સમય આછા મળવાને કારણે સંપૂર્ણ જોઇ શકયા નથી. છતાં જેટલું સાહિત્ય તૈયુ છે, તે બહુ જ સારૂં અને મનન સાથે લખાયેલુ છે. તે લખાણુ શાસ્ર આજ્ઞાને અનુરૂપ લાગે છે આ સાહિત્ય દરેક શ્રદ્ધાળુ જીવાને વાંચવા યેાગ્ય છે. આમાં સ્થાનકવાસી સમાજની શ્રદ્ધા, પ્રરુપણા અને ફરસણાની દઢતા અચાર્ય શ્રી અપૂર્વ પરિશ્રમ લઇ સમાજ ઉપર મહાન ઉપકાર કરે છે.
શાસ્રાનુકુળ છે.
લી. કીશનલાલ પૃથ્વીરાજ માલુ મુ.ખીચન.