________________
છે. આ ચારે સંતાનમાં માતપિતા અને દાદાના ધાર્મિક સંસ્કારો પડેલા છે. અમીચંદભાઈના જ્યેષ્ઠ પુત્ર શ્રી વનેચંદભાઈને જન્મ સંવત ૧૯૮૪ના આસો સુદ ૩ ને બુધવાર ૩૧-૧૦-૧૯૨૮ માં થયે. દ્વિતીય પુત્ર શ્રી ચંદ્રકાન્તભાઈને જન્મ સંવત ૧૯૨૨ ના કાર્તક સુદ ૧૧ ને બુધવાર તા. ૬-૧૧-૧૯૩૫માં થયે. સુપુત્રી ઈન્દુમતીબેનને જન્મ સંવત્ ૧૯૯૪ના આસો વદ રને મંગળ વાર તા. ૧૦–૧૦–૧૯૩૮માં થયો. કનિષ્ઠ પુત્ર ચી. રમેશચંદ્રનો જન્મ સંવત ૧૯૭ના ચૈત્ર વદી ૧ ને શનિવાર તા. ૧૨-૪-૪૧માં થયો. આ ચારે ભાઈ-બહેનના જન્મથી ખાખિજાળીયા નામના નાનકડા ગામને પવિત્ર બનાવ્યું. આમ આ ચારે ભાઈ-બહેનને જન્મ ખાખિજાળીયામાં થયે હતે.
જયેષ્ઠ પુત્ર શ્રી વનેચંદભાઈ એક મોટા સાહસિક વેપારી હોવા ઉપરાંત ધાર્મિક વૃત્તિવાળા છે. વ્યવસાય.થે તેઓએ પોતાની જન્મભૂમિ ખાખિજાળીયાથી બેંગલોર સ્થળાંતર કર્યું હતું કે, જ્યાં તેઓ હાલ બહોળા કુટુંબ સાથે નિવાસ કરી રહ્યા છે. ત્યાં તેઓએ પ્રથમ નાના પાયા પર શ્રી મહાવીર ટેકસ ટાયલ સ્ટાર્સના નામે વ્યયસાય શરૂ કરેલ જે આજે એક વૃક્ષની જેમ વિકલ્પે છે તેઓએ પિતાના બંને ભાઈઓને પણ બેંગ્લોર બોલાવ્યા ચંદ્રકાન્તભાઈને પોતાના ધંધામાં સહભાગી બનાવ્યા અને સૌથી નાનાભાઈ રમેશભાઈએ ત્યાં આવી વધુ અભ્યાસ કર્યો રમેશભાઈએ મિકેનિકલ એજિનિયરની ડિપ્લેમાની ડીગ્રી મેળવી છે. હાલમાં ત્રણે ભાઈઓ સાથે રહીને પોતાના વ્યવસાયને પ્રગતિને પથે દેરી રહ્યા છે. આ કુટુંબ બેંલેરના જૈન સમાજના ઉત્કર્ષ માટે ઘણે રસ લઈ રહ્યું છે.
બાટવિયા કુટુંબ જૈન ધર્મની ઉચ્ચ ભાવનાથી ખૂબ જ રંગાયેલું છે. તેના ઉદાહરણ રૂપ શ્રી અમીચંદભાઈની સુપુત્રી ચી. ઈન્દુમતી પ્લેન છે. દાદા તેમજ માત-પિતાના ધર્મના સંસ્કારે કુમારી ઈદુમતિબહેનમાં સંચર્યા હતા. કહેવત છે ને “જેવો સંગ તેવો રંગ” આચાર વિચારની અસર આજાબાજુના વાતાવરણ પર પડ્યા વિના રહેતી નથી તે જ રીતે દાદા અને માત પિતાના ત્યાગી અને ધર્મપરાયણ જીવનની અસર તેમની નાજુક અને પુષ્પ સમી પુત્રી પર પડી તેમના નાજુક અને નિર્દોષ હદય પર ત્યાગનો રંગ ચઢતા ગયા. તેમના માતા-પિતા શાન્તીની પળોમાં તેમને સમજાવતા હતા અને કહેતા કે બેટા ! તારે આ કીચડ સમા સંસારમાં પડી દેડકા કે પશ બનવાનું નથી તારે તો ખીલીને કમળ બનવાનું છે અને તારી જીવન સુવાસ જગતને આપવાની છે ત્યારથી જ એટલે ૧૬ વર્ષની કુમળી વયથી તેમના જીવનમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરવાનું બીજ રોપાયેલું તેઓ ઘરે રહી ધાર્મિક સદુવાચન તેમજ સંતસમાગમમાં પોતાને સમય વ્યતીત કરતા હતા.
ઈન્દુબહેને વિશ્વની વિશાળ અટવીના પ્રખર સ્તંભ, પ્રતાપી પરમ પ્રભાવક સૂત્ર સિદ્ધાંતના જાણકાર, શાસનદીપક, અધ્યાત્મ પ્રેરણાનાં અમીપાન આપનાર, જ્ઞાનના ફુવારામાં ભવ્યજીને સ્નાન કરાવનાર, પૂ. જૈન દિવાકર ઘાસીલાલજી મહારાજ સાહેબ પાસે સારા પ્રમાણમાં ધાર્મિક અભ્યાસ કર્યો કાદવ