________________
જ સકલ પુરુષાર્થની સિદ્ધિમાં પ્રધાન કારણ માને છે. એથી નિઃ ઈત્યાદિ જે આ ગાથા છે, તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવી જોઈએ, ગ્રહીતવ્યઉપાદેય–અને અગ્રહીતવ્ય-અનુપાદેય અને ઉપેક્ષણીય અર્થના જ્ઞાન પછી સર્વ પુરૂષાર્થોની સિદ્ધિની અભિલાષા રાખનારા મનુષ્ય પ્રવૃત્તિરૂપ કિયા ચોકકસ કરવી જોઈએ. તાત્પર્ય આ પ્રમાણે છે કે પદાર્થના જ્ઞાન પછી ક્રિયા જ સાથ હોય છે. આ પ્રમાણે ક્રિયાપકરણ હોવા બદલ જ્ઞાન ગૌણ થઈ જાય છે. અને કિયા કાર્યની સાક્ષાત્ સાધક હોવાથી મુખ્ય થઈ જાય છે. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે જાણી લીધા પછી જયાં સુધી ક્રિયા રૂપમાં તે જ્ઞાન પરિણુત કરવામાં ન આવે ત્યાં સુધી જ્ઞાન સફળ થતું નથી, એથી જ કાર્યની સાક્ષાત સાધિકા ક્રિયા જ હોય છે, જ્ઞાન નહીં જ્ઞાન તે તે કાર્યનું ગૌણું કારણ હોય છે. એથી કાર્યસિદ્ધિમાં સાક્ષાત્ સાધક હોવાથી ક્રિયામાં જ મુખ્યતા આવી જાય છે, આ જાતને જે કિયા પ્રધાન ઉપદેશ છે, તે કિયાનય રૂપ છે. આ પક્ષની સિદ્ધિ કરનારી યુકિત આ પ્રમાણે “વ પુરુષાર્થસિદ્ઘિ ગરિ જળ અga તીર્થ જાળવચૈ જિંfeત્રાવાળાં જ્ઞાનરથ નૈહત્ત્વગુણ' પુરૂષાર્થ સિદ્ધિનું મુખ્ય કારણ ક્રિયા જ છે, એથી તીર્થકર ગણધરાદિકએ નિષ્ક્રિય મનુષ્યને જ્ઞાન મેળવવા નિષ્ફળ કહ્યા છે જેમ “નિ સુચનીચે સુરારિ બહુ જ કૃતાધ્યયન કર્યા પછી પણ જે ચારિત્ર રૂપ ક્રિયાથી રહિત હોય છે, તેનું તે અધીત શ્રત શું કરી શકે છે? જેમ સળગતી લાખ દીપપંકિતઓ આંધળાને પ્રકાશ આપી શકતી નથી | ૧ |
જ્ઞાન પિતાના વિષયમાં નિયત હોય છે, એતાવતા જ્ઞાનમાત્રથી કાર્યની નિષ્પત્તિ થતી નથી. માર્ગને જાણનાર હોવા છતાં એ તેમાં સબ્દ, સકિય થાય તે જ યથેષ્ટ સ્થાન પર પહોંચી શકે છે, પરંતુ અચેષ્ટ અક્રિય મનુષ્ય પહોંચી શકતું નથી | ૨ |
જે માણસ તરવાની વિદ્યા જાણે છે, તે એ વિદ્યા માત્રથી જ ત્યાં સુધી જલાશયની પાર પહેચી શકતું નથી કે જ્યાં સુધી તે તરવા રૂપ કાય વેગ ક્રિયા કરતું નથી. તે તે પાણીને વેગથી તણાઈ જ જશે, આ પ્રમાણે ચારિત્ર વગરના જ્ઞાનીના સંબંધમાં જાણી લેવું જોઈએ. ૩ છે
આ પ્રમાણે ચંદન ભારવાહી ગદંભના દષ્ટાતથી પણ સમજી લેવું જોઈએ.
બીજાઓ પણ આ પ્રમાણે જ કહે છે-કે કિયા જ કાર્યકરનારાઓના માટે ફળપ્રદ હોય છે, ફકત જ્ઞાન જ ફળપ્રદ હોતું નથી. સ્ત્રી આદિથી સંબદ્ધ, ભેગજ્ઞાનથી યુકત માણસ શું કેવળ એ વિષયના જ્ઞાનથી તે સુખ પ્રાપ્ત કરી શકે છે? આ બધું આ જાતનું કિયાનયનું કથન ક્ષાપશમિક ચારિત્ર
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૭૯