________________
હોય ત્યાં “અવિઘુટ' નામક ગુણ કહેવાય છે. વસન્તમાં મત્ત કેયલની કલકાકલીની જેમ જે ગીતમાં ગાયકને સ્વર મધુર હોય છે, તે ગીતમાં મધુર સ્વર નામે ગુણ હોય છે જે ગીતમાં તાલ, વંશ, સ્વર વગેરેથી સમગત સ્વર હોય છે તે ગીતમાં “સમ' નામક ગુણ હોય છે. સ્વરલના પ્રકારથી, શદ્વાતિશયથી અથવા શબ્દ સ્પર્શનથી જે શ્રોત્રેન્દ્રિયને સુખ આપે છે અને એથી જે વિશેષ પ્રિય લાગે છે તે સુલલિત છે આ ગીતને આઠ ગુણ છે આ પ્રમાણે આ ગીતના આઠ ગુણે છે. આ ગુથી હીન ગીત ગીત કહી શકાય જ નહીં તે તે ગીતાભાસ છે. આ ગુની સાથે સાથે બીજા પણ કેટલાક ગીતના ગુણે છે તે આ પ્રમાણે છે-(૩૪ષણિરત્ય) ઉર પ્રશસ્ત, કંઠપ્રશસ્ત અને શિર પ્રશસ્ત ગીતને વિશાળ સ્વર જ્યારે વક્ષસ્થળમાં અગ્નિ થઈ જાય છે ત્યારે તે ઉર પ્રશસ્ત ગીત કહેવાય છે. ગીતને આ ઉર પ્રશસ્ત ગુણ છે ગાનને સ્વર જ્યારે કંઠપ્રદેશમાં ભરાઈ જાય છે અને તે અતિરકુટ હોય છે ત્યારે તે કંઠપ્રશસ્ત ગીત કહેવાય છે ગાન ને આ કંઠપ્રશસ્ત ગુણ છે. જ્યારે ગાનને સ્વર મસ્તકમાં જઈને તે અનુનાસિક વિનાને થઈ જાય છે ત્યારે તે ગાન શિર પ્રશસ્ત કહેવાય છે ગાનને આ શિરઃપ્રશસ્ત ગુણ છે. અથવા કફ રહિત હોવા બાદ ઉર, કંઠ, અને શિર આ બધા પ્રશસ્ત રહે છે તે વખતે ગવાયેલ ગીત પણ પ્રશસ્ત હોય છે એવું ગીત ઉર કંઠ, શિરપ્રશસ્ત કહેવાય છે. (૩nfરમિયા ) તેમજ મૃદુક રિલિત અને પદ બદ્ધ આ પ્રમાણે પણ ગીતના ત્રણ ગુણો છે જે ગાન કેમળ સ્વરમાં ગવાય છે તે મૃદક અગ્ર યુક્ત ગાન કહેવાય છે જ્યાં અક્ષરોમાં ઘાલનાથી સંચરણ કરતે વર ચાલતું રહે છે એવું તે ઘોલન બહુલ ગીત “રિમિત” ગુણ મુક્ત ગીત કહેવાય છે જે ગીતમાં પદોની રચના વિશિષ્ટ હોય છે, તે “પદબદ્ધ’ ગીત છે. (વાતાર પદુવં) જે ગીતમાં તાલ-હસ્તતાલથી ઉત્પન્ન થયેલ શબ્દ અને પ્રત્યક્ષેપ-મૃદંગ કાંસ્ય વગેરેનો કે જે ગીતના માટે ઉપકારક હોય છે તેમને દવનિ અથવા નર્તકી એનું પાદપ્રક્ષેપણુ એ અને જેમાં શકી સાથે હોય છે તે સમતાલ પ્રત્યુતક્ષેપ ગીત છે. આ ગીતને ગુણ છે. (સત્તરમાં નીચ) જે ગીતમાં સાતસ્વર અક્ષરોની સાથે સમાન હોય છે. તે ગીત “ સમસ્વર સીભર” કહેવાય છે. આ પ્રમાણે જે ગીત ગવાય છે તે સરગીત (ગીત) કહેવાય છે “ સસસ્વર સીભરમાં જે સાત સ્વરો કહેલા છે તેઓ કોઈક સ્થાને આ પ્રમાણે પણ કહેવામાં આવ્યા છે-૧ અક્ષરસમ, ૨ ૫૮સમ, ૩ તાલસમ, ૪ લયસમ, ૫ ગ્રહસમ, ૬ નિઃશ્વસિતેવસિતસમ, અને ૭ સંચારસમ, જે ગીતમાં દીર્ઘ અક્ષર પર દીર્ઘ સ્વર, હ્રસ્વઅક્ષર પર હસ્વવર, ડુત અક્ષર પર પડ્યુતવર અને સાનનાસિક પર સાનુનાસિક સ્વર હોય છે તે અક્ષરસમ છે. જે સ્વરમાં જે ગીત પદ અનુપડતી હોય છે, તે ગીત પદ જ્યારે ત્યાંજ ગાવામાં આવે છે, ત્યારે ૫૮ સમસ્વરવાળું ગીત કહેવાય છે. જે ગીત પર સ્વરાહિત હસ્તતલના તાલસ્વર ને અનુસરતા સ્વરથી ગવાય છે. તે ગીત તાલસમ સ્વરવાળું કહેવાય છે શૃંગ અથવા દારુ-કાટ વગેરે કોઈ પણ એક વસ્તુના બનેલા અંગુલી કોશથી તંત્રી વગેરે વગાડવાથી જે ધ્વનિ નીકળે છે તેનું નામ લય છે. તે લયને અનુસરનાર સ્વરથી જે ગીત ગવાય છે તે લયસમવરવાળું ગીત કહેવાય છે. વંશ તંત્રી વગેરે વડે જે સ્વર પહેલાથી જ ગૃહીત કરવામાં આવે છે તેનું નામ ગ્રહ છે. આ ગ્રહના સમાન સ્વરથી જે ગીત ગવાય છે તે ગ્રહમ સ્વર યુક્ત ગીત કહેવાય છે. નિઃશ્વાસ ઉઠ્ઠવાસના પ્રમાણ મુજબ જે ગીત ગવાય છે તે નિ:શ્વસિતે
અનુયોગ દ્વાર સુત્રમ
૨૭૫