________________
મંગલાચરણ અનુગદ્વાર સૂત્રનું ભાષાન્તર પ્રારંભ– જેમણે ચાર ઘાતિયા કર્મોને સંપૂર્ણતઃ ક્ષય કરીને કેવળજ્ઞાનરૂપી અનંત પ્રકાશને પ્રાપ્ત કરી લીધું છે, અને તે કારણે જેઓ મેક્ષમાર્ગના વિધાયક તથા અનંત અવ્યબાધ સુખના નિધાન (નિધિ) બનેલા છે, જેઓ ભવ્ય જીને મુખ્યત્વે જ્ઞાનનું દાન દે છે અને કોની રક્ષા કરવામાં જે સદા તત્પર રહે છે, દે અને મનુષ્ય જેમના ગુણ ગાય છે, અને જેઓ શાન્તરસના નિદાન આદિકારણ છે એવાં અંતિમ તીર્થકર શ્રી મહાવીર જિનેન્દ્રને હું નમસ્કાર કરું છું. # ૧
જેઓ કરણસત્તરિ (સત્તર કરણ) અને ચરણસત્તરિ (સત્તર ચરણ)ના ધારક છે, સમસ્ત ૧૪ પૂર્વરૂપ સમુદ્રને પાર જેમણે પામી લીધા છે, અત્યંત શ્રેષ્ઠ સમ્યગ્દર્શનઆદિ ગુણોથી જેઓ વિભૂષિત છે, જેમણે પિતાના સંસારને અન્ત કરી નાખે છે, જેઓ સમસ્ત લબ્ધિના ભંડાર છે, અને વિજ્ઞાન (વિશિષ્ટ જ્ઞાન)ની સિદ્ધિ જેમને થઈ ચુકી છે એવાં મુનિશ્રેષ્ઠ ગૌતમ ગણધરને હું નમસ્કાર કરૂં છું . ૨ છે
ત્રણ ગુણિઓ અને પાંચ સમિતિઓ તથા સમસ્ત વિરતિને સદા ધારણ કરનારા, પૃથ્વીના જેવા સહિષ્ણુ, નિર્મલ ચારિત્રના આરાધક, સદરકમુખવસ્ત્રિકા (મુહપત્તી) વડે જેમનું મુખચન્દ્ર સદા સુશોભિત રહે છે, જેઓ આ દુરન્ત સંસારમાં કામણ કરતાં છ માટે નૌકા સમાન છે, એવાં અપૂર્વ બેધવિશિષ્ટ ગુરૂદેવને હું નમસ્કાર કરૂં છું. ૩ છે
વિષયો કા વિવરણ
ભવ્ય જીના ઉપકારને માટે, પ્રવચનના સિદ્ધાન્તનું સ્પષ્ટીકરણ કરનારી, અનુયોગદ્વાર સૂત્રની અનુગચન્દ્રિકા નામની સરળ વ્યાખ્યા, કે જે ભવ્ય જીને માટે આનંદપ્રદ છે, તેની હું ઘાસીલાલજી મુનિ, રચના કરૂં છું. ૪
ચાર ગતિવાળા આ સંસારમાં મનુષ્યજન્મની પ્રાપ્તિ થવી ઘણી દુષ્કર છે. તેની દુષ્કરતાનું શાસ્ત્રકારોએ નીચેના ઢષ્ટાન્ત દ્વારા પ્રતિપાદન કર્યું છે.
ધારે કે કોઈ એક દેવ ક્રીડામાં તત્પર બનેલો છે. તે વાની મદદથી માણેકના સ્તંભને તેડી નાખીને તેના ચૂરેચૂરા કરી નાખે છે. ત્યાર બાદ તે ચૂર્ણને એક નળીમાં ભરી લે છે. ત્યારબાદ તે દેવ તે માણેકના ભૂકાથી ભરેલી નળીને લઈને મેરૂ પર્વતના શિખર ઉપર જઈને ઊભું રહે છે અને ફૂંક મારી મારીને તે નળીમાં ભરેલા માણેકના ભૂકાને ચારે દિશાઓમાં ઉડાડી દે છે. ત્યાર બાદ પ્રચંડ વાયુ કુંકાવાને લીધે ચારે દિશાઓમાં વિખરાયેલા તે માણેકના પરમાણુઓ દૂર દૂર સુધી લાડી જઈને વેર વિખેર થઈ જાય છે. હવે ધારો કે તે દેવ એ વિચાર કરે કે સર્વ દિશાઓમાં વેરવિખેર પડેલા તે માણેકના પરમાણુઓને એકત્ર કરીને ફરીથી
અનુયોગ દ્વાર સુત્રમ