________________
માંથી જેમ કમળ પાકે તેમ સંસારરૂપી કાદવમાં સંતે પાકે છે. આ રીતે પૂ. આચાર્ય દિવાકર ઘાસીલાલજી મહારાજ સાહેબનું જીવન પણ કમળ સમાન છે. પૂ. આચાર્ય દિવાકર ઘાટીલાલજી મહારાજ સાહેબની બાટવિયા કુટુંબ પર ઘણું જ અમીદષ્ટિ છે. તેમના ઉપદેશ અને પ્રેરણાથી આખું કુટુંબ ધર્મના રંગે રંગાયેલું છે. તેના ઉદાહરણરૂપ ઈન્દુબહેન હાલના ઇન્દિરાબાઈ મહાસતીજી ઈંદુબહેન ત્રણ ભાઈઓની એકની એક વહાલી બહેન હતી. જ્યારે તેઓએ ભાગવતી દીક્ષા અંગીકાર કરવાનો વિચાર પ્રદર્શિત કર્યો ત્યારે ભાઈઓ અને ભાભીઓએ સમજાવવા અથાગ પ્રયત્ન કર્યો પણ જેનું હૃદય વૈરાગ્યના રંગે રંગાયેલું હોય તેને કંઈ અસર થાય ખરી? ભાઈઓ અને ભાભીઓએ કહ્યું “સંસારમાં રહે તે સારૂં સંયમ માગે છે તે કાંટાળો માર્ગ છે. તે માર્ગે વિચરવું કઠીન છે. સંસારના સુખે છોડવા સહેલા નથી, બાવીશ પરિ
હે સહેવા કઠીન છે. તમારી પુષ્પ સમી નાજુક વય છે અને આત્મોન્નતિને માગ ખૂબ જ કઠીન છે. અને ઘણું સાધના માંગે છે. તેઓએ પૂછયું કે, આ કાંટાની ધારે ચાલી શકશે ? માત-પિતાની મમતા છેડી શકશે? ઈદુબહેને પ્રત્યુત્તર આપે
મળે છે કષ્ટ લીધા વિણ, જગતમાં ઉન્નતિ કોને ?
વિહંગ પાંખ વીંજે છે, પ્રથમ નિજ ઉડ્ડયન માટે આમ કહી તેમણે જણાવ્યું કે મારી સંપૂર્ણ તૈયારી છેઆ અંતરના ઉંડાણુને વૈરાગ્ય હતે વળી તેમણે કહ્યું કે, જેને મન સંસાર એક અનર્થની ખાણ છે, અને તે અનર્થની ખાણમાંથી જેને ઉગરવું છે, છૂટવું છે તેને કોણ રોકનાર છે? ક્ષણિક સુખને છેડી નિત્ય અને આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરવાની મારી ઈચ્છા છે. આ જિંદગીને શું ભરોસો છે? મારું મન વૈરાગ્યના રંગે રંગાયેલું છે તેમાંથી હું પીછેહઠ કરવાની નથી.
પૂ આચાર્યશ્રીની પ્રેરણાથી પ્રેરાઈને શ્રી આઠમેટી દરિયાપુરી સંપ્રદાયના પંડિતરત્ન શાંત સ્વભાવી સરલ હૃદયી, વ્યાખ્યાનવાચસ્પતિ જીવનની ભૂમિમાં જ્ઞાનદર્શન અને ચારિત્રના ચગ્ય બીજ વાવનાર સફળ કૃષક ! વિદુષી પૂ તારાબાઈ મહાસતીજી તથા જ્ઞાન ધ્યાનના પ્રેમી, ચિંતનશીલ, પ્રભાવશાળી, કર્તવ્યનિષ્ઠા શાંત સ્વભાવી પૂ હીરાબાઈ મહાસતીજી પાસે સંવત ૨૦૨૨ ના વૈશાખ સુદ ૧૧ ને રીવારે તા ૧-૫-૬૬ ના રોજ મહામુલી ભાગવતી દીક્ષા અંગિકાર કરીને માતા-પિતાના નામને દીપાવી બાટવિયા કુટુંબને ધન્ય કરેલ છે જેમ વૈભવ સામે ત્યાગ, સમૃદ્ધિ સામે સમર્પણ, તેમ આ કુટુંબ ત્યાગી વ્યક્તિની જૈન સમાજને ભેટ આપી.
આ રીતે દાદાના ધાર્મિક સંસ્કારો પૌત્રી પર પડ્યા અને આખા કુટુંબને જેણે દીપાવ્યું આમ આખું કટુંબ એક વ્યક્તિના સંસ્કારથી ધર્મના રંગે રંગાઈ ગયું તે આપણે જોઈ શક્યા અને “દીપથી દીપ જલે' શીર્ષક સાર્થક બન્યું છે.