________________
કરૂણના સાગર વિશ્વસેન રાજાનું હૈયું આ સર્વ હકીકત સાંભળતાં દ્રવી ગયું, કાળજુ કંપી ઉઠયું, અને તે જ વખતે તેમણે પ્રતિજ્ઞા કરી.
સર્વથા નવ શાન્તિઃ સ્યાદ્, યાવત્કાલે પ્રજાસુ ચ | ચતુર્વિધાશનં ત્યાજયં, તાત્કાલે મયા પ્રવમ્ પારા
(૨૦) “જ્યાં સુધી મારા પ્રજાજનેની અશાનિત દૂર ન થાય ત્યાં સુધી મારે ચારેય પ્રકારનાં અન્ન પાણીને ત્યાગ-આ છે મારી અચળ પ્રતિજ્ઞા !”
આગતાસ્તત્ર દેવેન્દ્ર, સ્તદૈવ ચલિતાસનઃ ઉવાચ નૃપતિ રાજન ! કઈ કિં તવ વિદ્યતે ર૧
(૨૧) જ્યાં મહારાજાએ પ્રતિજ્ઞા કરી, કે તુરતજ ઈન્દ્રનું ઈન્દ્રાસન ચલાયમાન થયું. તે જ વખતે ઈન્દ્ર, રાજા સમક્ષ પધાર્યા અને પૂછયું, “હે રાજન્ ! આપને એવું તે શું દુઃખ આવી પડયું છે કે આપને અનશન કરવું પડ્યું ?”
વિશ્વસેનનૃપઃ સર્વ, દેવેન્દ્ર વૃત્ત નબવીત ! દુ:ખવાર્તા સમાકર્ય, સુરેન્દ્રના પ્રાહ ભૂપતિમ્ પારરા
(૨૨) વિશ્વસેન રાજાએ ઈંદ્રને પિતાના પ્રજાજનોને માથે ખેલાઈ રહેલા તાંડવનો ચિતાર કહી બતાવ્યું. આ દુઃખનો ચિતાર સાંભળી ઇદ્ર વિશ્વસેન મહારાજાને જણાવ્યું કે...
વૃથા કિ ખિસે રાજન્ ! સન્નિધિર્યસ્ય સંનિધી ! ચિન્તામણિઃ સુરત, કામધેનુશ્ર વર્તતે ર૩
(૨૩) “હે રાજન ! વૃથા ખિન શા માટે થાય છે? જેની પાસે નિધાન છે, ચિંતામણી છે, કલ્પવૃક્ષ છે અને કામધેનુ વર્તે છે, તેને ચિન્તા કરવાની શી જરૂર છે ?”
સર્વશક્તિયુતે દેવા, સર્વ શાનિતકર: પ્રભુ: | જનન્યા ઉદરે રાજન ! વર્તતે ભવને તવ રજા
અભૂત નવસ્મરણ
૧૦૦